Budget 2023: મોદી સરકારે ખતમ કર્યો ગુલામાનો આ રિવાજ, જાણો તૂટી કેટલી પરંપરાઓ?

Budget 2023-24: અંગ્રજોના સમયથી બજેટ 28મી ફેબ્રુઆરીએ રજૂ થતું હતું પરંતુ આ પરંપરાને 2017માં અરુણ જેટલીએ તોડી. 2017માં જેટલીએ પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું. જેના કારણે મંત્રાલયોને સમયથી બેજટ મળવા લાગ્યું અને એપ્રિલ મહિનાથી યોજનાઓ લાગૂ થવા લાગી.

Budget 2023: મોદી સરકારે ખતમ કર્યો ગુલામાનો આ રિવાજ, જાણો તૂટી કેટલી પરંપરાઓ?

Nirmala Sitharaman: નરેન્દ્ર મોદી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી અનેક જૂની પરંપરાઓને ખતમ કરી છે. બજેટની પ્રથામાં પણ તેમણે અનેક ફેરફારો કર્યા છે. આર્થિક વિશેષજ્ઞ એ પણ જણાવે છેકે એમાંથી કેટલાક નિર્ણયોથી ફાયદો પણ થયો છે. પહેલા સામાન્ય બજેટ ફેબ્રુઆપી મહિનાના છેલ્લા દિવસે રજૂ થતું હતું પરંતુ 2017થી બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ થયા છે.

જેનાથી અનેક લોકોએ આરોપ પણ લગાવ્યો કે, યૂપી સહિત અનેક રાજ્યોમાં ચૂંટણી આવતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્ય છે. પરંતુ તેની પાછળ કારણ એ હતું કે જલ્દી બજેટ રજૂ કરીને સરકાર તેને સંસદમાંથી પાસ કરાવે અને નવા નાણાંકીય વર્ષ માટે કોઈ પણ મંત્રાલયત પાસે પૈસાની કમી ન હોય કારણ કે પહેલી એપ્રિલથી નવું નાણાંકીય વર્ષ શરૂ થાય છે. થતું હતું એવું કે બજેટ મોડું રજૂ  થતું તો એપ્રિલ મહિનામાં મંત્રાલય પાસે પુરતું ધન નહોતું રહેતું.

બજેટની બેગમાં થયો આ ફેરફાર
પહેલા બજેટ ચામડાની બ્રિફરેસમાં લાવવામાં આવતું હતું વર્ષ 2019માં મોદી સરકારે આ પરંપરા બદલી અને તેની જગ્યાએ લાલ કપડામાં વહી ખાતા રૂપે બજેટ સંસદ પહોંચ્યું. તમને જણાવી દઈએ કે લાલ કપડામાં બજેટ રજૂ કરનાર નિર્મલા સીતારમન પહેલા નાણાંમંત્રી બની ગયા છે. લાલ રંગને શુભત્વ, ઈચ્છાશક્તિ, સાહસ અને હિંમતનું પ્રતિક માનવામાં આવે છે.

બજેટની તારીખ
અંગ્રજોના સમયથી બજેટ 28મી ફેબ્રુઆરીએ રજૂ થતું હતું પરંતુ આ પરંપરાને 2017માં અરુણ જેટલીએ તોડી. 2017માં જેટલીએ પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું. જેના કારણે મંત્રાલયોને સમયથી બેજટ મળવા લાગ્યું અને એપ્રિલ મહિનાથી યોજનાઓ લાગૂ થવા લાગી.

રેલ બજેટનો વિલય થયો
અંગ્રેજોના સમયથી વધુ એક પરંપરા મોદી સરકારે તોડી. જે છે રેલ બજેટ અલગ રજૂ કરવાની. વર્ષ 1924થી આ પરંપરા ચાલતી હતી. જેને 2017માં મોદી સરકારે તોડી અને વર્ષ 2017-18ને રેલ બજેટને સામાન્ય બજેટમાં જ સામેલ કરી દીધું.

બજેટ થયું ડિજિટલ
નરેન્દ્ર મોદી સરકારનું વિઝન ડિજિટલ ઈન્ડિયા રહ્યું છે. વર્ષ 2021 અને 2022માં ડિજિટલ બજેટ રજૂ કર્યું. આ પહેલા દર વર્ષે બજેટ છપાતું હતું. પરંતુ હવે યુનિયન બજેટ મોબાઈલ એપ પર આવે છે. સાંસદોને પણ બજેટની ડિજિટલ કોપી આપવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news