PM Kisan યોજનામાં હવે મળશે 8000 રૂપિયા! Budget 2023 માં કિસાનો માટે થશે મોટી જાહેરાત

PM Kisan samman nidhi yojana: કેન્દ્ર સરકાર બજેટમાં કિસાનોને મોટી ભેટ આપી શકે છે. નાણામંત્રી કિસાનો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની જાહેરાત કરી શકે છે. આ વચ્ચે જાન્યુઆરી 2023માં કિસાનોને 13માં હપ્તાના પૈસા મળવાના છે. 
 

PM Kisan યોજનામાં હવે મળશે 8000 રૂપિયા! Budget 2023 માં કિસાનો માટે થશે મોટી જાહેરાત

નવી દિલ્હીઃ PM Kisan samman nidhi yojana: દેશના આગામી બજેટ 2023થી કિસાનો માટે સારા સમાચાર આવી રહ્યાં છે. 1 ફેબ્રુઆરી 2023ના દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) નાણાકીય વર્ષ 2023-2024 માટે બજેટ (Union Budget 2023-24) રજૂ કરશે. કરદાતાઓથી લઈને કિસાનો માટે આ બજેટ મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તેવામાં સરકાર આ બે વર્ગને આકર્ષવા ઈચ્છશે. સૂત્રો પ્રમાણે આ વકતે કેન્દ્ર સરકાર બજેટમાં કિસાનોને ભેટ આપી શકે છે. નાણામંત્રી કિસાનો માટે PM Kisan Samman Nidhi યોજનાની રકમ વધારવાની જાહેરાત કરી શકે છે. 

કેટલી વધી શકે છે પીએમ કિસાનની રાશિ?
PM Kisan Samman Nidhi Yojana માં મળનાર વાર્ષિક 6 હજાર રૂપિયાની રકમને વધારવામાં આવી શકે છે. કૃષિ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રો જણાવે છે કે કિસાનોને અપાતી રકમને હવે 3ની જગ્યાએ ચાર ભાગમાં કરી શકાય છે. તેને દરેક ક્વાર્ટરમાં 2 હજાર રૂપિયાનો હપ્તો મળી શકે છે. વર્તમાન વ્યવસ્થામાં ચાર મહિનાના અંતરે બે હજાર રૂપિયા આપવામાં આવે છે. પરંતુ હવે દર ત્રણ મહિને કિસાનોને બે હજાર રૂપિયા મળી શકે છે. એટલે કે કિસાનોને વર્ષે 8 હજાર રૂપિયા આપવામાં આવી શકે છે. આ પહેલા એગ્રી એક્સપર્ટ્સ અને SBI ecowrap રિપોર્ટમાં પણ કિસાનો માટે રકમ વધારવાની વાત કહેવામાં આવી ચુકી છે. 

કેમ વધી શકે છે પીએમ કિસાન યોજનાનો હપ્તો?
કેન્દ્રની મોદી સરકારે ઘણા સમય પહેલા લક્ષ્ય નક્કી કર્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવાની છે. તેનો ટાર્ગેટ પણ વર્ષ 2022 માટે રાખવામાં આવ્યો હતો. પરંતુ, વચ્ચે મહામારી કોરોનાને કારણે દેશને ઘણા પાસાઓ પર વિચારવું પડ્યું. પરંતુ, ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. આ યોજનામાં અત્યાર સુધીમાં ખેડૂતોને 2000 રૂપિયાના 12 હપ્તા આપવામાં આવ્યા છે. તેનો ત્રીજો હપ્તો જાન્યુઆરી 2023માં જ આવવાનો છે. યોજનામાં, રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા થાય છે. બિયારણ અને ખાતરના ભાવમાં સતત વધારાને કારણે ખેડૂતોને પણ પૈસાની જરૂર છે. જો પીએમ કિસાનમાં રકમ વધારવામાં આવે તો મોટી રાહત થશે.

ક્યારે કિસાનોના ખાતામાં આવશે નવો હપ્તો?
જાન્યુઆરી 2023માં PM kisan 13th Installment આવવાનો છે. પરંતુ તેની તારીખ જાહેર કરવામાં આવી નથી. પ્રધાનમંત્રી મોદી 13મા હપ્તાના પૈસા કિસાનોના ખાતામાં જારી કરશે. તેમાં કુલ 13 કરોડ કિસાન પરિવારોને પૈસા મળે છે. પરંતુ આ પહેલાં ekyc ના નિયમ અને બીજા માપદંડ પૂરા કરનારને પૈસા મળશે. 

શું છે  PM Kisan Yojana?
PM Kisan samman nidhi yojana હેઠળ લાભાર્થીઓને કિસાનોને દર 4 મહિને 2 હજાર રૂપિયા આપવામાં આવશે. વાર્ષિક આ રકમ 6 હજાર રૂપિયા છે. તેને સીધા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. વર્ષમાં કુલ ત્રણ હપ્તા પ્રધાનમંત્રી મોદી ખુદ ટ્રાન્સફર કરે છે. પાછલા વર્ષે સરકારે બજેટમાં આ યોજના માટે 68000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news