Budget 2023: નિર્મલાએ બજેટ ભાષણ શરૂ કરતાં જીતી લીધું કરોડો ભારતીયોનું દિલ, કહી દીધી આ મોટી વાત
Nirmala Sitharaman Budget Speech: બજેટ ભાષણ શરૂ કરતાની સાથે જ નાણામંત્રીએ કંઈક એવું કહ્યું જેણે દેશવાસીઓના દિલ જીતી લીધા. નાણામંત્રીએ કહ્યું કે દેશની પ્રગતિને કારણે ભારતનું માથું વિશ્વમાં ઉંચુ થઈ રહ્યું છે.
Trending Photos
Nirmala Sitharaman Budget Speech: નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2023 માટે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. આ વખતના બજેટથી સામાન્ય માણસથી લઈને ખાસ માણસને ઘણી આશાઓ છે. બજેટ ભાષણ શરૂ કરતાની સાથે જ નાણામંત્રીએ કંઈક એવું કહ્યું જેણે દેશવાસીઓના દિલ જીતી લીધા. નાણામંત્રીએ કહ્યું કે દેશની પ્રગતિને કારણે ભારતનું માથું વિશ્વમાં ઉંચુ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા પહેલાં કરતા વધુ સંગઠિત બની છે. ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. માથાદીઠ આવક બમણીથી વધુ થઈ ગઈ છે.
2.2 લાખ કરોડ ટ્રાન્સફર કર્યા છે-
તેમણે કહ્યું કે 11.4 કરોડ ખેડૂતોના ખાતામાં 2.2 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમૃતકાળમાં આ પહેલું બજેટ છે, આ બજેટ પાછલા બજેટમાં રખાયેલ પાયા અને ભારત 100 માટે રખાયેલા બ્લુપ્રિન્ટ પર ઘડશે તેવી અપેક્ષા છે, અમે એક સમૃદ્ધ અને સર્વસમાવેશક ભારતની કલ્પના કરીએ છીએ જેમાં વિકાસના ફળ બધા સુધી પહોંચે. વિશ્વએ ભારતને એક તેજસ્વી સ્ટાર તરીકે ઓળખાવ્યું છે, વર્તમાન વર્ષ માટે આપણો વિકાસ દર 7.0% હોવાનો અંદાજ છે, જે મહામારી અને યુદ્ધને કારણે મોટા પાયે વૈશ્વિક મંદી હોવા છતાં તમામ મુખ્ય અર્થતંત્રોમાં સૌથી વધુ છે.
અર્થતંત્ર સાચા ટ્રેક પર-
તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા સાચા માર્ગ પર છે, ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. જનભાગીદારીના પરિણામે સુધારાઓ અને સારી નીતિઓ પરના અમારું ધ્યાન મુશ્કેલ સમયમાં અમને મદદરૂપ થયું છે, અમારી વધતી જતી વૈશ્વિક પ્રોફાઇલ ઘણી સિદ્ધિઓને કારણે છે આ અંતર્ગત લગભગ રૂ. 2 લાખ કરોડનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવી રહી છે.
G20 પ્રેસિડેન્સી વૈશ્વિક પડકારોને સંબોધવા અને ટકાઉ આર્થિક વિકાસને સરળ બનાવવા માટે મહત્વાકાંક્ષી લોકો-કેન્દ્રિત કાર્યસૂચિને આગળ ધપાવતા, વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાં અમારી ભૂમિકાને મજબૂત કરવાની અનન્ય તક આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે