Wheat Production: ઘઉંની ખેતી કરનાર ખેડૂતો માટે મોટા ખુશખબર; કૃષિ મંત્રીએ બનાવ્યો નવો પ્લાન
Wheat Production: દેશભરમાં સરકાર ખેતીને પ્રોત્સાહન આપી રહી છે અને ખેડૂતોની આવક વધારવા માટે ખેતી સાથે અનેક પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું છે કે આ વર્ષે દેશમાં ઘઉંનું સારું ઉત્પાદન થવાની આશા છે.
Trending Photos
Wheat Production: સરકાર દેશભરમાં ખેતીને પ્રોત્સાહન આપી રહી છે અને ખેડૂતોની આવક વધારવા માટે ખેતી સાથે અનેક પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું છે કે આ વર્ષે દેશમાં ઘઉંનું સારું ઉત્પાદન થવાની આશા છે. મુખ્ય રવિ (શિયાળુ) પાક ઘઉંની વાવણી, જે ઓક્ટોબરમાં શરૂ થઈ હતી, જે હવે પૂર્ણ થવાના આરે છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને પંજાબ ટોચના ત્રણ રાજ્યો છે જ્યાં ઘઉંનું મહત્તમ વાવેતર થાય છે.
કૃષિ મંત્રી અર્જુન મુંડાએ મીડિયાને જણાવ્યું હતું કે વાવણીના આંકડા મુજબ, ઘઉંનું વાવેતર આ વર્ષે દેશમાં મોટા વિસ્તારમાં થયું છે અને અમને આ વર્ષે સારા ઉત્પાદનની અપેક્ષા છે. મંત્રાલયના ડેટા અનુસાર, પાક વર્ષ 2023-24 (જુલાઈ-જૂન)ની વર્તમાન રવિ સિઝનના છેલ્લા અઠવાડિયા સુધી ઘઉંના પાક હેઠળનો કુલ વિસ્તાર 336.96 લાખ હેક્ટર હતો, જ્યારે એક વર્ષ પહેલા તે 335.67 લાખ હેક્ટર હતો.
ઠંડું વાતાવરણ ઘઉંના પાક માટે સારું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલના ઠંડા હવામાનની સ્થિતિ ઘઉં અને અન્ય રવિ પાક માટે સારી છે. દરમિયાન, કૃષિ મંત્રાલયે ખેડૂતોને વાવણી પૂર્ણ થયા પછી ઘઉંના પાકની કાળજી લેવામાં મદદ કરવા માટે નિયમિત સલાહ આપવાનું શરૂ કર્યું છે. તાજેતરની એડવાઈઝરી 16-30 જાન્યુઆરીના સમયગાળા માટે જારી કરવામાં આવી હતી.
સારી સ્થિતિમાં છે પાક
આ વર્ષે ઘઉંના પાકની સંભાવનાઓ વિશે વાત કરતા કૃષિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પાક સારી સ્થિતિમાં છે અને હજુ સુધી પાકને કોઈ નુકસાનના સમાચાર નથી.
ઘઉંના ઉત્પાદનનો બની શકે છે રેકોર્ડ
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અશોક કે. મીનાએ 3 જાન્યુઆરીએ સંકેત આપ્યો હતો કે દેશ ચાલુ પાક વર્ષ 2023-24માં 11.4 મિલિયન ટન ઘઉંના ઉત્પાદનનો નવો રેકોર્ડ બનાવી શકે છે. જો હવામાનની સ્થિતિ સામાન્ય રહે. પાક વર્ષ 2022-23માં ઘઉંનું ઉત્પાદન રેકોર્ડ 110.55 મિલિયન ટન હતું, જ્યારે ગયા વર્ષે ઉત્પાદન 107.7 મિલિયન ટન હતું.
આગામી સમયમાં તાપમાન સામાન્ય રહેવાની આશા
મંત્રાલયે ખેડૂતોને વાવણીના 40-45 દિવસ સુધીમાં 'નાઈટ્રોજન' ખાતરનો ઉપયોગ પૂર્ણ કરવા જણાવ્યું છે. વધુ સારા પરિણામો માટે ખેડૂતોને સિંચાઈ પહેલા યુરિયાનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગે 16-30 જાન્યુઆરી દરમિયાન ભારતના પૂર્વોત્તર અને મધ્ય વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આગામી સપ્તાહમાં તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે