Gujarat Rain: વરસાદ મામલે વૈજ્ઞાનિકોની ડરામણી ચેતવણી, શું વરસાદ નહીં અટકે? જો આવું થયું તો....

Gujarat Monsoon: આ વખતે ચોમાસું સમયસર આવ્યું. વરસાદ પણ સારો પડ્યો હતો. પરંતુ હવે વરસાદ બંધ થઈ રહ્યો નથી. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર લો પ્રેશર સિસ્ટમની રચનાને કારણે આ વખતે ચોમાસું ખેંચવામાં એટલે કે તેની વિદાયમાં વિલંબ થશે. આ સપ્ટેમ્બરના અંત સુધી અથવા તેનાથી પણ આગળ વધી શકે છે. આવી સ્થિતિમાં ખરીફ પાકને નુકસાન થઈ શકે છે.

Gujarat Rain: વરસાદ મામલે વૈજ્ઞાનિકોની ડરામણી ચેતવણી, શું વરસાદ નહીં અટકે? જો આવું થયું તો....

તમને નવાઈ લાગશે પણ વેધરમાં બહું મોટા ફેરફાર થયા છે. શું આ વખતે ચોમાસાનો વરસાદ અટકશે નહીં? તે સપ્ટેમ્બરના અંત સુધી અથવા તેનાથી આગળ ચાલશે. કારણ કે ઓગસ્ટના અંત સુધીમાં બે લો-પ્રેશર સિસ્ટમ બની છે. ભવિષ્યમાં પણ તે બને તેવી શક્યતા છે. જેના કારણે પાકને નુકસાન થશે. જેમ કે ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળ વગેરે પાકોની સામાન્ય રીતે સપ્ટેમ્બરના મધ્યમાં લણણી શરૂ થઈ જાય છે. વરસાદ હજુ રહ્યો તો ભયંકર ખરાબ હાલત થશે. દેશનું કૃષિ અર્થતંત્ર તૂટી જશે. 

આ વખતે ચોમાસું સમયસર આવ્યું. વરસાદ પણ સારો પડ્યો હતો. પરંતુ હવે વરસાદ બંધ થઈ રહ્યો નથી. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર લો પ્રેશર સિસ્ટમની રચનાને કારણે આ વખતે ચોમાસું ખેંચવામાં એટલે કે તેની વિદાયમાં વિલંબ થશે. આ સપ્ટેમ્બરના અંત સુધી અથવા તેનાથી પણ આગળ વધી શકે છે. આવી સ્થિતિમાં ખરીફ પાકને નુકસાન થઈ શકે છે.

ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળની લણણી સપ્ટેમ્બરના મધ્યમાં થાય છે. જો વરસાદ ચાલુ રહેશે તો લણણી કરવી મુશ્કેલ બનશે. પરંતુ શિયાળામાં વાવેલા આગામી પાકને ફાયદો થશે કારણ કે જમીન ભેજવાળી રહેશે. જેના કારણે ઘઉં, રાયડો અને ચણા વગેરે પાકને ફાયદો થશે. ગુજરાતમાં 82 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે. હાલમાં 13 હજાર ગામડાઓમાં વરસાદ પડ્યો છે. વરસાદ સપ્ટેમ્બર મધ્ય સુધી ગુજરાતમાં ખેંચાયો તો ખેડૂતો તબાહ થઈ જશે. 

સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળે છે. જેના કારણે ચોમાસાની વિદાયમાં વિલંબ થશે. ઘઉં, ખાંડ અને ચોખાના ઉત્પાદનમાં ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. આ હવામાનને કારણે કૃષિ ચીજવસ્તુઓની નિકાસમાં સમસ્યા સર્જાશે. જૂનમાં ચોમાસું શરૂ થાય છે. 17મી સપ્ટેમ્બર સુધીમાં ચોમાસુ રિટર્ન થતું હોય છે પરંતુ આ વખતે તે ઓક્ટોબરના મધ્ય સુધીમાં સમાપ્ત થાય તેવું લાગે છે.

ભારતની વાર્ષિક પાણીની જરૂરિયાતના 70 ટકા ચોમાસુ લાવે છે. તેનાથી ખેતીમાં સુધારો થાય છે. જળાશય ભરાય છે. અડધાથી વધુ ખેતી ચોમાસા પર આધારિત છે. શક્ય છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વરસાદ લા નીના હવામાન પ્રણાલીને કારણે થાય પણ ચોમાસાની વિદાયમાં વિલંબ થશે.

જૂનના પ્રથમ સપ્તાહમાં સમગ્ર દેશમાં સાત ટકા વધુ વરસાદ નોંધાયો હતો. કેટલાક રાજ્યોમાં સરેરાશ કરતાં 66 ટકા વધુ છે. જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી હવે જો સપ્ટેમ્બરના ત્રીજા અને ચોથા સપ્તાહમાં વરસાદ પડશે તો ખરીફમાં વાવેલા પાકને અસર થશે. જેના કારણે ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારી વધવાની સંભાવના છે. ધાન્ય પાકો જેવા કે ડાંગરમાં ભારે નુક્સાનની સંભાવના છે. મકાઈ, સોયાબીન, અડદમાં નુક્સાનની સંભાવના છે. ગુજરાતનો સૌથી મોટો પાક કપાસ અને મગફળી છે. આ બંને પાકમાં ભારે નુક્સાની જોવા મળી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news