વેરાન વિસ્તારમાં પણ ઓછા ખર્ચે ખેતી કરી રળો તગડો નફો, ગંભીર બિમારીઓ માટે રામબાણ છે આ ફળ

છેલ્લા કેટલાક વર્ષોથી ઔષધીય છોડવાઓની ખેતીનું ચલણ વધ્યું છે. ઔષધીય છોડવાઓની ખેતીથી ખેડૂતોને નફો પણ સારો એવો મળે છે. ફાલસા પણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.

વેરાન વિસ્તારમાં પણ ઓછા ખર્ચે ખેતી કરી રળો તગડો નફો, ગંભીર બિમારીઓ માટે રામબાણ છે આ ફળ

Agriculture News: ઉનાળામાં ફાલસાને કાચા ખાવા કે પછી તેનું શરબત પીવાથી ઠંડકનો અહેસાસ થાય છે. તેના બીજમાં લિનોલેનિક એસિડ હોય છે. જે શરીર માટે ખુબ ઉપયોગી છે. આવામાં ફાલસાની ખેતી ફાયદાકારક બની શકે છે. 

છેલ્લા કેટલાક વર્ષોથી ઔષધીય છોડવાઓની ખેતીનું ચલણ વધ્યું છે. ઔષધીય છોડવાઓની ખેતીથી ખેડૂતોને નફો પણ સારો એવો મળે છે. ફાલસા પણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેના ફળમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, રાખ, કેર્શિયન, ફાઈબર, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને વિટામિન-બી  ભરપૂર મળે છે. ઉનાળામાં ફાલસાને કાચા ખાવા કે પછી તેનું શરબત પીવાથી ઠંડકનો અહેસાસ થાય છે. તેના બીજમાં લિનોલેનિક એસિડ હોય છે. જે શરીર માટે ખુબ ઉપયોગી છે. આવામાં ફાલસાની ખેતી ફાયદાકારક બની શકે છે. 

જળવાયું અને માટી
ભારતમાં ફાલસાની ખેતી પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં થાય છે. તેની વ્યવસાયિક ખેતી બનારસની આજુબાજુ થાય છે. ફાલસાને ઠંડીમાં તાપમાનથી સુરક્ષાની જરૂર હોય છે. તેના છોડ 44 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સહન કરી શકે છે. તેની વાવણી માટે માટી સારી હોવી જરૂરી છે જ્યાં પાણીનો યોગ્ય નિકાલ થવો જરૂરી હોય છે. 

ફાલસાની બે સ્થાનિક જાતો લંબી અને ટૂંકી જાતોને ઉગાડવામાં આવે છે. ટૂંકી પ્રકારની ફાલસાની જાત લાંબા પ્રકારની સરખામણીમાં વધુ ઉત્પાદન આપે છે. તેના છોડ જુલાઈ-ઓગસ્ટ કે ફેબ્રુઆરી માર્ચ દરમિયાન લગાવવામાં આવે છે. 

કીટ અને રોગ મેનેજમેન્ટ
આઈસીએઆર મુજબ ફાલસામાં મિલીબગ, છાલ ખાનારા કેટરપિલર, લીફ સ્પોટ રોગ, રસ્ટ, પાઉડર મિલ્ડ્યૂ જેવા કીટનો હુમલો જોવા મળે છે. તેની રોકથામ માટે સમયાંતરે કીટનાશકનો છંટકાવ જરૂરી છે. 

ફાલસાનું ઉત્પાદન 2 વર્ષમાં શરૂ થાય છે. વાવણીના સવા વર્ષ બાદથી વાર્ષિક ઉપજ મળવા લાગે છે. તેના છોડની ઊંચાઈ 4-5 ફૂટ સુધી રાખવાથી ફાયદો થાય છે. 

સ્ટોરેજ
ફાલસાના ફળ જલદી ખરાબ થાય છે. તેનો ઉપયોગ લલણીના 24 કલાકની અંદર થવો જોઈએ. ફ્રિજમાં એક કે બે અઠવાડિયા માટે આ ફળોને સ્ટોર કરી શકાય છે. પાકેલા ફાલસા સ્વાદમાં ખાટા હોય છે. ફાલસાની ખેતીથી ખેડૂતોને ઓછા ખર્ચામાં વધુ આવક મળે છે. અનેક ઔષધીય ગુણોવાળા હોય છે. તે ઈમ્યુનિટી પાવર વધારવાની સાથે સાથે વેરાન વિસ્તારમાં પણ ખેતી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news