Business Idea: તુલસીમાં 15,000 નું રોકાણ કરી વર્ષે કમાવ 3 લાખ રુપિયા, જાણો કેવી રીતે

Business Idea: તુલસીની ખેતી શરૂ કરવામાં શરૂઆતથી ખર્ચ 15 થી 20 હજાર રૂપિયા જેટલો થાય છે. પરંતુ એક વખત તુલસીની વાવણી કર્યા પછી ત્રણ મહિનાની અંદર જ પાક આવવાની શરૂઆત થઈ જાય છે. તુલસીની ખેતીથી વર્ષે સરેરાશ 3 થી 3.30 લાખ રૂપિયાની આવક થઈ શકે છે. તુલસીની ડિમાન્ડ આયુર્વેદિક માર્કેટમાં સૌથી વધુ હોય છે તેના તેલનો ભાવ પણ ખૂબ જ વધારે હોય છે. 

Business Idea: તુલસીમાં 15,000 નું રોકાણ કરી વર્ષે કમાવ 3 લાખ રુપિયા, જાણો કેવી રીતે

Business Idea: અનેક ખેડૂતો એવા હોય છે જે પારંપરિત ખેતીથી અલગ ઔષધીય છોડની ખેતી કરે છે. આ ખેતીથી તેઓ ઓછા રોકાણે સારી કમાણી કરી શકે છે. જો તમે પણ આવા કોઈ ઓપ્શન વિષય વિચારી રહ્યા છો તો તુલસીની ખેતી પર ધ્યાન આપી શકાય છે. તુલસીની ખેતી શરૂ કરવામાં ખર્ચો ઓછો થાય છે પરંતુ તેની ડિમાન્ડ ખૂબ જ વધારે હોવાથી આવક સારી થાય છે. 

તુલસીની ખેતી કરવી હોય તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા પણ કરી શકાય છે. તુલસીની ખેતી શરૂ કરવામાં શરૂઆતથી ખર્ચ 15 થી 20 હજાર રૂપિયા જેટલો થાય છે. પરંતુ એક વખત તુલસીની વાવણી કર્યા પછી ત્રણ મહિનાની અંદર જ પાક આવવાની શરૂઆત થઈ જાય છે. તુલસીની ખેતીથી વર્ષે સરેરાશ 3 થી 3.30 લાખ રૂપિયાની આવક થઈ શકે છે. તુલસીની ડિમાન્ડ આયુર્વેદિક માર્કેટમાં સૌથી વધુ હોય છે તેના તેલનો ભાવ પણ ખૂબ જ વધારે હોય છે. 

કેન્દ્ર સરકાર પણ અલગ અલગ સ્કીમ વડે દેશમાં ઔષધીય છોડની ખેતીને પ્રોત્સાહન આપે છે. જેનો લાભ પણ ખેડૂતો ઉઠાવી શકે છે. ભારત સરકારનું આયુષ મંત્રાલય આ પ્રકારની ખેતીને પ્રોત્સાહન આપે છે. 

કેવી રીતે શરૂ કરી શકાય તુલસીની ખેતી ? 

તુલસીની ખેતીની શરૂઆત કરવી હોય તો એક એકર જગ્યામાં તુલસીના 600 ગ્રામ બીજ વાવીને છોડ તૈયાર કરી શકાય છે. તુલસીના છોડ તૈયાર કરવાનો યોગ્ય સમય એપ્રિલ મહિનાનું પહેલું સપ્તાહ હોય છે. આ સમયે જો તુલસી વાવવામાં આવે તો 15 થી 20 દિવસમાં જ છોડ તૈયાર થઈ જાય છે. જો ચોમાસામાં તુલસીની ખેતીની શરૂઆત કરવી હોય તો જુલાઈ મહિનો બેસ્ટ સમય હોય છે. ખેતરમાં બીજથી વાવણી ન કરવી હોય તો નર્સરીમાંથી તુલસીના તૈયાર છોડ લાવીને પણ ખેતરમાં વાવી શકાય છે.

તુલસીની ખેતીની સૌથી સારી બાબત એ છે કે તેમાં મહિનામાં બેથી ત્રણ વખત સિંચાઈ કરો તે પૂરતું હોય છે. સાથે જ આ છોડમાં કોઈ બીમારી પણ આવતી નથી અને જંતુનો પ્રકોપ પણ રહેતો નથી. તુલસીના છોડને સારી રીતે મોટા કરવા માટે ખાતર તરીકે ફક્ત છાણ નાખો તો પણ પૂરતું છે. 

કેટલા દિવસમાં તૈયાર થાય પાક ?

તુલસીના છોડ રોપ્યા પછી 70 દિવસમાં પહેલો પાક તૈયાર થઈ જાય છે. જેમાં તુલસીના પાનને તોડી સુકવી લેવામાં આવે છે. સુકાયેલા તુલસીના પાનને એકત્ર કરી વેચાણ અર્થે મોકલવામાં આવે છે. 1 એકરમાં તુલસીની ખેતી કરી હોય તો પાંચથી છ ક્વિન્ટલ સૂકા પાન મળે છે. આ સૂકા પાનનું વેચાણ ઔષધી બનાવતી કંપનીઓને કરવામાં આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news