Business Idea: આ જાદુઈ ફૂલ તમને તાબડતોબ બનાવી દેશે કરોડપતિ! જાણો કેવી રીતે શરૂ કરી શકાય બિઝનેસ

Business Idea: જો બિઝનેસ દ્વારા તમે તમારું ભાગ્ય ચમકાવવા માંગતા હોવ તો આજે અમે તમને એક ઉત્તમ બિઝનેસ આઈડિયા આપીશું. આ એક એવો બિઝનેસ છે જેને તમે જાદુઈ બિઝનેસ પણ કહી શકો છો.

Business Idea: આ જાદુઈ ફૂલ તમને તાબડતોબ બનાવી દેશે કરોડપતિ! જાણો કેવી રીતે શરૂ કરી શકાય બિઝનેસ

Business Idea: જો બિઝનેસ દ્વારા તમે તમારું ભાગ્ય ચમકાવવા માંગતા હોવ તો આજે અમે તમને એક ઉત્તમ બિઝનેસ આઈડિયા આપીશું. આ એક એવો બિઝનેસ છે જેને તમે જાદુઈ બિઝનેસ પણ કહી શકો છો. એટલે કે તેમાં નુકસાન જવાના ચાન્સ ઓછા છે. અમે અહીં જાદુઈ ફૂલોની ખેતી વિશે વાત કરી રહ્યા છીએ. ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં બુંદેલખંડના ખેડૂતો જાદુઈ ફૂલોની ખેતી કરીને પોતાનું ભાગ્ય ચમકાવી રહ્યા છે. ખેડૂતો સતત તેના તરફ વળી રહ્યા છે. તેને જાદુઈ ફૂલ કે પછી કેમોમાઈલ ફૂલ (Chamomile Flower) ના નામથી ઓળખવામાં આવે છે. આ ફૂલોથી આયુર્વેદિક અને હોમિયોપેથિક દવા બનાવવામાં આવે છે. આથી પ્રાઈવેટ કંપનીઓમાં આ ફૂલોની બંપર ડિમાન્ડ છે. 

કેમોમાઈલ (જાદુઈ ફૂલ) નિકોટીન રહીત હોય છે. તે પેટ સંલગ્ન  બીમારીઓ માટે રામબાણ છે. આ ફૂલોનો ઉપયોગ બ્યૂટી પ્રોડક્ટ બનાવવામાં થાય છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જાદુઈ ફૂલોની માંગણી આયુર્વેદિક કંપનીઓમાં વધુ છે. આવામાં અનેક લોકો આ ફૂલોની ખેતી કરવા લાગ્યા છે. 

જાદુઈ ફૂલનું ઉત્પાદન અને કમાણી
ઉજ્જડ જમીન પર જાદુઈ ફૂલની બંપર ઉપજ થાય છે. આ ફૂલોની ખેતીથી ખેડૂતો પોતાની આર્થિક સ્થિતિ સારી કરી શકે છે. એક એકર જમીનમાં 5 ક્વિન્ટલ જાદુઈ ફૂલ ઉગી શકે છે. જ્યારે એક હેક્ટરમાં લગભગ 12 ક્વિન્ટલ સુધી જાદુઈ ફૂલોની ઉપજ લઈ શકાય છે. તેનો ખર્ચો લગભગ 10,000 થી 12000 રૂપિયા આવે છે. તેના ખર્ચમાં 5-6 ગણો નફો મેળવી શકાય છે. તેનો પાક 6 મહિનામાં તૈયાર થઈ જાય છે. એટલે કે 6 મહિનામાં ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. લાંબા સમય સુધી આ ફૂલોની ખેતી કરવાથી જલદી કરોડપતિ બની શકાય છે. 

જાદુઈ ફૂલના ફાયદા
આ ફૂલોને સૂકવીને તેની ચા બનાવીને પી શકાય છે. તેની ચાથી અલ્સર અને ડાયાબિટિસ જેવી બીમારીઓથી છૂટકારો મળી શકે છે. સ્કીનના રોગોમાં પણ કેમોમાઈલ ખુબ ફાયદાકારક છે. તે બળતરા, અનિંદ્રા, ગભરાહટ, અને ચિડિયાપણા માટે ખુબ ફાયદાકારક છે. આ  ફૂલોનો ઉપયોગ મોચ, ઘા, રેશીઝ, અને પેટની બીમારીઓ દૂર કરવામાં થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news