Year Ender 2019: 'હાઉડી મોદી' સહિતની દુનિયાભરની 8 મોટી ઘટનાઓ... જે તમારે જાણવી જરૂરી છે
આ વર્ષ 2019 (Year Ender 2019) રાજકીય બદલાવ, દેશોના આપસી સંબંધ, નવી સંધિઓ, ટકરાવ, જૂથબંધી અને આતંકી ઘટનાઓ (Terror Attack) ની સાથે સાથે પર્યાવરણને લઈને પણ ખુબ જ ઝડપી ફેરફાર લાવનારું વર્ષ રહ્યું. આ વર્ષે દુનિયાના અલગ અલગ ક્ષેત્રોમાં 8 મોટી ઘટનાઓ ઘટી જે દુનિયાભરમાં ખુબ જ ચર્ચામાં રહી.
Trending Photos
નવી દિલ્હી: આ વર્ષ 2019 (Year Ender 2019) રાજકીય બદલાવ, દેશોના આપસી સંબંધ, નવી સંધિઓ, ટકરાવ, જૂથબંધી અને આતંકી ઘટનાઓ (Terror Attack) ની સાથે સાથે પર્યાવરણને લઈને પણ ખુબ જ ઝડપી ફેરફાર લાવનારું વર્ષ રહ્યું. આ વર્ષે દુનિયાના અલગ અલગ ક્ષેત્રોમાં 8 મોટી ઘટનાઓ ઘટી જે દુનિયાભરમાં ખુબ જ ચર્ચામાં રહી. આવો આ મહત્વની 8 ઘટનાઓ વિશે જાણીએ....
1. હાઉડી મોદી, ટ્રમ્પ સાથે જબરદસ્ત કેમિસ્ટ્રી
22 સપ્ટેમ્બરનો રવિવારનો દિવસ ભારતની સાથે દુનિયાભરના લોકો માટે ઐતિહાસિક બની ગયો. જ્યારે હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હાઉડી મોદી ( Howdy Modi) કાર્યક્રમમાં મોદીએ ટ્રમ્પની સાથે હાથમાં હાથ રાખીને સ્ટેડિયમનું ચક્કર લગાવ્યું અને લોકોનું અભિવાદન કર્યું. પ્રોટોકોલ અને ઓપચારિકતાઓથી બિલકુલ અલગ પ્રકારની આ કૂટનીતિ હતી. અહીં મોદી અને ટ્રમ્પે એક મંચ પરથી 50 હજારથી વધુ ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું.
સમગ્ર દુનિયામાં અબજો લોકોએ આ પ્રસારણ લાઈવ જોયું. તેનાથી સમગ્ર દુનિયામાં ભારતની મજબુત છબીમાં વધારો થયો છે. આ વર્ષે ભારતમાં પ્રચંડ બહુમતથી સતત બીજીવાર વડાપ્રધાન બનનારા નરેન્દ્ર મોદીની છબી એક મજબુત વૈશ્વિક લીડર તરીકે ઊભરી આવી. તેમણે આતંકવાદના ખાતમા અને દુનિયાના દેશો વચ્ચે આર્થિક સહયોગ પર વધુ સારો માહોલ બનાવવાનો સફળ સંદેશ આપ્યો અને અમેરિકાના મંચથી સમગ્ર દુનિયાએ ટ્રમ્પ-મોદીની કેમિસ્ટ્રી જોઈ.
2. આતંકી હુમલો, અઢી હજારના મોત
વર્ષ 2019માં શ્રીલંકા, ન્યૂઝિલેન્ડ સહિત દુનિયામાં 112 મોટા આતંકી હુમલા થયા જેમાં અઢી હજાર જેટલા લોકોએ જીવ ગુમાવ્યો. શ્રીલંકામાં એપ્રિલ મહિનામાં થયેલા સીરિયલ બોમ્બ વિસ્ફોટોએ તબાહી મચાવી દીધી હતી. 3 ચર્ચ સહિત 6 અલગ અલગ જગ્યાઓ પર થયેલા બોમ્બ વિસ્ફોટોમાં 200 લોકોએ જીવ ગુમાવ્યાં. 2 ચર્ચોની અંદર આત્મઘાતી હુમલા થયા હતાં. આ હુમલા શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત 3 શહેરોમાં થયા હતાં. ઈસ્ટર પર્વના અવસરે જ્યારે ખ્રિસ્તિઓ ચર્ચમાં પ્રાર્થના કરવા પહોંચ્યા તો ત્યારે જ ધડાકા થયાં. જેના કારણે મોટાપાયે જાનહાનિ થઈ. આ હુમલાના તાર ભારત સાથે પણ જોડાયા, કેરળ અને તામિલનાડુમાં અનેક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યાં. તેની પાછળ આતંકી સંગઠન ISISનો હાથ હોવાનું કહેવાયું. દુનિયાના અનેક દેશોમાં આ વારદાતના તાર શોધાયા અને તપાસ હજુ પણ ચાલુ છે.
અલગ અલગ જગ્યાઓ પર થયેલા ધડાકાઓ પાછળ કુલ 9 હુમલાખોર સામેલ હતાં. જેમાં એક મહિલા પણ છે. મીડિયામાં એવી પણ વાતો આવી છે કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના આપસી ઝગડાના કારણે શ્રીલંકામાં આટલી મોટી સુરક્ષા ચૂક થઈ અને ઈન્ટેલિજન્સ ઈનપુટ હોવા છતાં નક્કર પગલાં લેવાયા નહીં. જેની અસર ત્યાંની સંસદીય ચૂંટણી પર પડી અને ત્યારના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંનેની ખુરશી ગઈ.
3 ટ્રમ્પ-કિમ ધમકી અને ડંફાશ
28 જૂનના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરી. ત્યારબાદ કિમ જોંગ ઉન સાથે ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાની ધરતી પર પગ પણ મૂક્યો. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા એવા રાષ્ટ્રપતિ બન્યાં જેમણે ઉત્તર કોરિયાની ધરતી પર પગ મૂક્યો.
થોડા સમય પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોર્થ કોરિયાને પરમાણુ બોમ્બથી ઉડાવી મારવાની ધમકી આપતા હતાં અને ઉત્તર કોરિયા અમેરિકાને આંખ બતાવતું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ જોંગ પર અનેકવાર આકરા પ્રહારો કરી ચૂક્યા છે અને ધમકી આપી ચૂક્યા છે. કિમ જોંગ ઉને પણ ટ્રપ્મની દરેક ધમકી અને હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ટ્રમ્પને એલફેલ પણ કહ્યું હતું. વર્ષ ભર અનેકવાર તેમણે મિસાઈલ પરીક્ષણ પણ કર્યુંય ઉત્તર કોરિયાએ દાવો પણ કર્યો કે તેણે સુપર લાર્જ મલ્ટિપલ રોકેટ લોન્ચરનું પરીક્ષણ કર્યું છે અને ધમકી આપી કે તેઓ જલદી અસલ બેલિસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કરશે. નોર્થ કોરિયા હાલ બેલિસ્ટિક મિસાઈલો પર સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. છૂટછાટ માટે ટ્રમ્પ સાથે અનેક તબક્કાની વાર્તા પણ કરી. પરંતુ ટ્રમ્પ સાથે ત્રીજીવાર હાથ મિલાવવા છતાં કિમ સાથે હજુ પણ અંતર છે. વર્ષના અંતમાં તો કિમે ટ્રમ્પને સરપ્રાઈઝ ક્રિસમસ ગિફ્ટની પણ આડકતરી ધમકી આપી હતી.
4 બ્રેક્ઝિટનો મુદ્દો ઉછળ્યો
યુરોપિયન યુનિયનથી બ્રિટન અલગ થવાનો બ્રિક્ઝિટ બિલ આખરે હાઉસ ઓફ કમન્સમાં પાસ થઈ ગયું. જે મુદ્દાને લઈને યુકેમાં રાજકીય સંગ્રામ છેડાયો હતો તે મુદ્દે બ્રિટનમાં થયેલી વચગાળાની ચૂંટણીમાં કંઝર્વેટિવ પાર્ટીએ 365 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવી, બોરિસ જ્હોન્સન ફરીથી વડાપ્રધાન બન્યાં. તેઓ ત્રણ વર્ષોમાં ત્રીજા પીએમ છે. ભારત તરફ ઢળેલા બોરિસની જીત અને પાકિસ્તાનની તરફેણ રહેલા લેબર પાર્ટીના જેરેમ કાર્બીની ઐતિહાસિક હારે પણ દુનિયામાં ભારત પ્રત્યે લોકોના વધતા વિશ્વાસને મજબુત કર્યો.
હવે 31 જાન્યુઆરી 2020 સુધીમાં બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ થઈ જશે. તેનાથી પાઉન્ડ અને યુરોના ડિવેલ્યુએશનની પણ આશંકા સેવાઈ રહી છે. જેના કારણે બ્રિટનમાં સારો બિઝનેસ કરતી ભારતીય કંપનીઓને મોટું નુકસાન ઝેલવું પડી શકે છે. યુરોપીયન સંઘ સાથેના ભારતના મુક્ત વેપાર સંધિ નો મામલો અદ્ધર જઈ શકે છે. પરંતુ આ સાથે જ બ્રિટન કિક નિર્ભરતા ભારત પર પહેલા કરતા વધી શકે છે. ભારતે તે માટે તૈયાર રહેવું પડશે.
5. સીરિયા પર તુર્કીનો હુમલો
સીરિયાથી અમેરિકી સેનાઓ હતા જ તુર્કીએ ધડાધડ તેના પર બોમ્બ વરસાવવા માંડ્યાં. તુર્કીસેનાએ સીરિયાના કુર્દિશ યોદ્ધાઓને નિશાન બનાવ્યાં. આ હુમલાની અસર અમેરિકા સહિત યુરોપ અને સમગ્ર દક્ષિણ એશિયા પર જોવા મળી. બશર અલ અસદની સરકાર અને તેમની સહયોગી રશિયાની સેના તરફથી સતત ઈદલિબ અને વિદ્રોહીઓના ઠેકાણાઓને ટારગેટ કરીને હવાઈ હુમલા થયાં. જેમાં 37 લાખથી વધુ લોકો પોતાનો જીવ બચાવવા માટે સીરિયા છોડીને તુર્કીમાં શરણ લીધી. દુનિયાના કોઈ પણ દેશમાં શરણાર્થીઓની આ સૌથી મોટી સંખ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયને પણ આગળ આવવું પડ્યુંઅને એક નિવેદન બહાર પાડીને કહેવાયું કે તુર્કી, સીરિયાની આઝાદીનો ખ્યાલ કરો.
6. આતંકના આકા બગદાદીનો ખાતમો
અમેરિકી સેનાએ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો આકા અબુ બકર અલ બગદાદીનો ખાતમો કર્યો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ વાતની સત્તાવાર જાહેરાત કરીને અહેવાલને સમર્થન આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બગદાદી સુરંગમાં છૂપાયેલો હતો જે અમેરિકી સેનાના હુમલામાં માર્યો ગયો. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહ્યું કે બગદાદી સાથે તેના 3 બાળકો પણ માર્યા ગયાં. અલ કાયદાનો ચીફ ઓસામા બિન લાદેન બાદ અબુ બકર અલ બગદાદી દુનિયાનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. 48 વર્ષના બગદાદીએ ધર્મના નામે હજારો નાગરિકોતની હત્યા કરાવી. ક્રૂર સજાઓ દ્વારા આતંકી સંગઠન આઈએસએ વિસ્તારમાં પોતાનું શાસન લાગુ કરાવ્યું. તે બર્બતા માટે જાણીતો હતો.
7 દુનિયાના ફેફસા મુશ્કિલમાં
જંગલની આગ 2019માં ચર્ચામાં રહી. આ જંગલ એક સમયે અમેઝનના હતા તો ક્યારે ઓસ્ટ્રેલિયાના હતાં. આ વર્ષે લાગેલી આગે કરોડો હેક્ટર જંગલ સફાચટ કરાવી દીધા. ખુબ જાનહાનિ થઈ. દુનિયાના ફેફસા ગણાતા બ્રાઝિલમાં આવેલા અમેઝનમાં ભીષણ આગ લાગી. આ ઉપરાંત દક્ષિણ બ્રાઝિલના કેરાડો સવાનામાં પણ આગની અનેક ઘટનાઓ સામે આવી. કેરાડો દુનિયાના જૈવિક વિવિધતાવાળો અને જોખમમાં પડેલા વિસ્તારોમાંનો એક છે. આ જંગલનો લગભગ અડધો વિસ્તાર સાફ થઈ ગયો છે. આ જ રીતે બોલિવીયામાં જ 12 લાખ હેક્ટર જંગલનો સફાયો થઈ ગયો.
જુઓ LIVE TV
એટલું જ નહીં અમેરિકાના કેલિફોર્નિયામાં જંગલોમાં ભયંકર આગ લાગી. જૂની ઈમારતમાંથી નીકળેલી ચિંગારી ફેલાઈને અનેક ઘરોને સ્વાહા કરી ગઈ. લોકોના જીવ ગયાં. ઓસ્ટ્રેલિયામાં પણ દુષ્કાળ, વધતા તાપમાન, અને ગરમ હવાઓના કારણે લાખો હેક્ટર જંગલ બળી ગયાં. આ બધામાંથી નીકળેલા કરોડો ટન કાર્બન ડાયોક્સાઈડે કુદરતી હવાને ઝેરીલી બનાવી દીધી. સિડની તો ધૂમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયું. પર્યાવરણ અને ઈકોલોજી પર પડેલી ખરાબ અસર પર દુનિયા ભરમાં ચિંતા જોવા મળી.
8. ધરતીની ચિંતામાં 16 વર્ષની છોકરી
વિશ્વ પટલ પર એક 16 વર્ષની છોકરીએ આ વર્ષે પોતાની ભરોસાપાત્ર વૈશ્વિક ઓળખ બનાવી. સ્વીડનની ગ્રેટા થનબર્ગે પર્યાવરણને લઈને પોતાના દેશની સંસદની બહાર પ્રદર્શન કર્યું અને આખુ વર્ષ તે ધરતીના સૌથી મોટા મુદ્દા પર સૌથી મોટો અવાજ બનીને ઊભરી આવી. સપ્ટેમ્બરમાં થનબર્ગ 15 દિવસની સાહસિક સમુદ્રી યાત્રા કરીને યુએનમાં થનારા ક્લાઈમેટ ચેન્જ સમિટમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક પહોંચી હતી. જળવાયુ જાગરૂકતા મિશન માટે તેમણે દુનિયાભરમાં યુવાઓના આંદોલનનું નેતૃત્વ કર્યું. સ્વીડનની ગ્રેટા થનબર્ગ ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે ચૂંટાઈ આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે