દુનિયાનું સૌથી ઠંડુ શહેર છે રશિયાનું યાકુત્સક, તાપમાન -50 ડિગ્રી સેલ્સિયસ છતાં લોકો ત્યાં વસવાટ કરે છે

world's coldest city: યાકુત્સ્કમાં પાણી પીવા માટે પણ બરફ ઓગાળવો પડે છે. તેમ છતાં અહીંયા લોકો વસવાટ કરે છે. તેનું કારણ છે અહીંયા રહેલી ગોલ્ડ, ડાયમંડ અને યૂરેનિયમની ખાણ છે. 

દુનિયાનું સૌથી ઠંડુ શહેર છે રશિયાનું યાકુત્સક, તાપમાન -50 ડિગ્રી સેલ્સિયસ છતાં લોકો ત્યાં વસવાટ કરે છે

It's now minus 50 in the world's coldest city: ગુજરાતમાં અત્યારે નલિયાનું તાપમાન 2 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અને અમદાવાદનું તાપમાન 7.6 ડિગ્રી સુધી ગગડી જતાં લોકો રહી શકતા નથી. પરંતુ તમે વિચાર કરો માઈનસ 10, 20, 30, 40 કે 50 ડિગ્રીમાં માણસ કઈ રીતે રહી શકે. પરંતુ આ શક્ય છે રશિયાના યાકુત્સ્ક શહેરમાં. કેમ કે અહીંયા લોકો માઈનસ 50 ડિગ્રી તાપમાનમાં પણ રહે છે. સ્થિતિ એવી સર્જાય છે કે ખાવા-પીવાનો બધો સામાન બરફમાં જામી જાય છે. પાણી પીવા માટે બરફને ઓગાળવો પડે છે. આ રશિયાના યાકુત્સ્ક શહેરની છે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં અહીંયા તાપમાન માઈનસ 62 ડિગ્રી સુધી પહોંચી જશે.

કેમ લોકો રહે છે:
રશિયાના યાકુત્સ્ક શહેરમાં એટલા માટે રહે છે. કેમ કે અહીંયા ગોલ્ડ, ડાયમંડ અને યૂરેનિયમની ખાણ છે. જેનાથી લોકોને સારી એવી આવક થાય છે. આ જ કારણે લોકો હાડ થીજવી દેતી ઠંડી પડતી હોવા છતાં અહીંયા રહે છે. 

આર્કટિકની બરફની હવાઓએ તાપમાન ઘટાડ્યું:
યાકુત્સ્ક મોસ્કોથી  5000 કિમી દૂર આવેલું છે. અહીંયા ઠંડીની સિઝનમાં માઈનસ 40 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચી જાય છે. પરંતુ આર્કટિકમાંથી આવતા ઠંડા પવનોએ તાપમાનને વધારે નીચું લાવી દીધું છે. અહીંયા 3 લાખ લોકો વસવાટ કરે છે. ઓક્ટોબરથી એપ્રિલ સુધી ખાસ કરીને ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી લોહી જમાવી દેતી ઠંડી પડે છે આ મહિનામાં બરફ પથ્થર જેવો કઠણ બની જાય છે. ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. બાકી મહિનામાં અહીંયા સ્થિતિ સામાન્ય રહે છે. 

કોબીઝની જેમ કપડાં પહેરે છે લોકો:
યાકુત્સ્કમાં રહેનારા લોકોને ઠંડીથી બચવાનો એક જ માર્ગ છે અને તે છે કપડાં પહેરીને રહેવું. પરંતુ એક-બે નહીં અનેક લેયર્સમાં કપડાં પહેરવા. જે પ્રમાણે કોબીઝમાં પત્તા નીકળે છે તેમ વ્યક્તિએ અહીંયા જીવતા રહેવા માટે અનેક લેયર્સમાં કપડાં પહેરવા પડે છે. જોકે અહીંયા લોકોને માછલી રાખવા માટે ફ્રીઝની જરૂર પડતી નથી. કેમ કે અહીંયા માછલી ફ્રોઝન જ હોય છે.  જોકે આટલી ઠંડી હોવા છતાં લોકોને કામ માટે બહાર નીકળવું પડે છે. 

ઠંડી સહન કરવા માટે મગજ તૈયાર થઈ જાય છે:
યાકુત્સ્કની ઠંડી એવી છે કે અહીંયા સામાન્ય લોકો રહી શકતા નથી. પરંતુ અહીંયા રહેતા લોકો ઠંડીમાં રહેવા માટે ટેવાઈ જાય છે. અનેક લેયર્સમાં કપડાં, બે સ્કાર્ફ, બે જોડી મોજાં, અનેક ટોપીઓ અને અનેક જેકેટ પહેરીને લોકો રહેતા હોય છે. જાણે હિમમેન હોય તેવા અહીંના લોકો લાગે છે. જોકે વર્ષોથી આ રીતે ટેવાયેલા હોવાના કારણે લોકોનું મગજ પણ આટલી ઠંડીમાં રહેવા માટે ટેવાઈ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news