આ છે વિશ્વનો સૌથી લાંબો હાઇવે, 30,000 KM લાંબી મુસાફરી કરવામાં મહિનાઓ વીતી જશે!
Pan American Highway: પાન અમેરિકન હાઇવે રસ્તાઓનું એવુ નેટવર્ક છે જે સમગ્ર અમેરિકામાં ફેલાયેલ છે અને તેની કુલ લંબાઈ આશરે 30,000 કિલોમીટર (19,000 માઈલ) છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, પાન-અમેરિકન હાઇવે એ વિશ્વનો સૌથી લાંબો મોટરેબલ રોડ છે.
Trending Photos
Pan American Highway Facts: કારના શોખીનોનો શોખ માત્ર વાહન ખરીદવાથી પૂરો થતો નથી. વાસ્તવમાં ડ્રાઇવિંગની ખરી મજા ત્યારે જ આવે છે જ્યારે રસ્તાઓ શાનદાર હોય. દેશના વિકાસ માટે સારા રસ્તાઓ સૌથી મહત્વપૂર્ણ શરતોમાં એક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં મોટા પાયે રસ્તાઓનું નિર્માણ થયું છે.
NH 44 એ ભારતનો સૌથી લાંબો રસ્તો છે જેની કુલ લંબાઈ 4,112 KM છે અને જે કન્યાકુમારીથી શરૂ થઈને શ્રીનગર સુધી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વનો સૌથી લાંબો હાઇવે કયો છે? આજે અમે તમને આ વિશે જણાવીશું.
વિશ્વનો સૌથી લાંબો પાન અમેરિકન હાઇવે તે રસ્તાઓનું નેટવર્ક છે જે સમગ્ર અમેરિકામાં ફેલાયેલુ છે અને તેની કુલ લંબાઈ આશરે 30,000 કિલોમીટર (19,000 માઈલ) છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, પાન-અમેરિકન હાઇવે એ વિશ્વનો સૌથી લાંબો મોટરેબલ રોડ છે.
આ પણ વાંચો:
15 જૂનથી આ રાશિના લોકોનું ભાગ્ય 'સૂર્ય'ની જેમ ચમકશે,હાથ લગાવતા માટી પણ બની જશે સોનુ!
Rohit ના કરીયર માટે ખતરો બન્યો આ 21 વર્ષીય ખેલાડી
Name Astrology: દિમાગના ખુબ તેજ હોય છે આ અક્ષરવાળા લોકો!
તેને અનેક તબક્કામાં બાંધવામાં આવ્યો હતો. તેની રચના પાછળનો વિચાર એ હતો કે તે એક ઇન્ટર-અમેરિકન હાઇવે હોવો જોઈએ જે ઉત્તર, મધ્ય અને દક્ષિણ અમેરિકાના રાષ્ટ્રોને જોડે. નોર્થ પાન-અમેરિકન હાઇવે તરીકે ઓળખાતા આ હાઇવેનો ઉત્તરી ભાગ નવ દેશોમાંથી પસાર થાય છે – કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ, મેક્સિકો, ગ્વાટેમાલા, અલ સાલ્વાડોર, હોન્ડુરાસ, નિકારાગુઆ, કોસ્ટા રિકા, પનામા.
એ જ રીતે, દક્ષિણ પાન-અમેરિકન હાઇવે પાંચ દેશોમાંથી પસાર થાય છે. આમાં શામેલ છે: - કોલંબિયા, એક્વાડોર, પેરુ, ચિલી, આર્જેન્ટિના.
આ ઉપરાંત અન્ય ચાર દક્ષિણ અમેરિકાના દેશો સાથે પણ મહત્વપૂર્ણ જોડાય છે. તેમાં બોલિવિયા, બ્રાઝિલ, પરાગુઆ અને ઉરુગ્વેનો પણ સમાવેશ થાય છે.
આ આખા હાઇવે પરથી પસાર થવામાં કેટલો સમય લાગશે તે કહેવું મુશ્કેલ છે.પરંતુ એક અંદાજ મુજબ જો દરરોજ 500 કિમીનો પ્રવાસ કરવામાં આવે તો 60 દિવસનો સમય લાગશે.
કલોરસ સાંતામરિયા નામના સાઇકલિસ્ટે 117 દિવસમાં આ રસ્તો પૂરો કર્યો. તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે..
આ પણ વાંચો:
શું તમે પણ હાઈ હીલ્સ પહેરવાના શોખીન છો? તો પહેલા જાણી લેજો તેના આ મોટા નુકસાન
Hair Care Tips: તમને પણ ગમે છે લાંબા અને જાડા વાળ? તો લવિંગનો આ રીતે કરો ઉપયોગ
હવે માત્ર 6 લાખમાં ખરીદો Maruti Brezza! કોઈ વેઇટિંગ પિરિયડ પણ નહીં
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે