ત્રીજા વિશ્વયુદ્ધ બાદ માણસોના શરીરમાં ઉગી જશે પાંખો, સર્વાઈવલ માટે જોવા મળી શકે ધરખમ ફેરફારો, જાણો કોણે કહ્યું?

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે દાવો કર્યો કે ત્રીજુ વિશ્વયુદ્ધ માનવીઓના શરીરમાં મોટો ફેરફાર લાવી શકે છે જે સર્વાઈવલ માટે જરૂરી હશે. 

ત્રીજા વિશ્વયુદ્ધ બાદ માણસોના શરીરમાં ઉગી જશે પાંખો, સર્વાઈવલ માટે જોવા મળી શકે ધરખમ ફેરફારો, જાણો કોણે કહ્યું?

દુનિયામાં જે તણાવ ચાલી રહ્યો છે તેણે જ મોટી તબાહી સર્જેલી છે. ગાઝા સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયું છે. રશિયા-યુક્રેનને પણ યુદ્ધની સ્થિતિથી ઉગરવામાં અનેક દાયકા જઈ શકે છે. જરા વિચારો કે આવામાં ત્રીજુ વિશ્વયુદ્ધ  થયું અને પરમાણુ હથિયારોનો ઉપયોગ થયો તો તેનાથી કેવા કેવા પરિવર્તન આવી શકે. જેની કલ્પના કરવી પણ ડરામણી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે દાવો કર્યો કે ત્રીજુ વિશ્વયુદ્ધ માનવીઓના શરીરમાં મોટો ફેરફાર લાવી શકે છે જે સર્વાઈવલ માટે જરૂરી હશે. 

બુલેટપ્રુફ સ્કીન, ઉડવા માટે પાંખો
ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ટીમ કૂલસને કહ્યું કે બની શકે કે થર્ડ વર્લ્ડ વોર બાદ માણસો બુલેટપ્રુફ ત્વચા, જન્મજાત નિંજા કૌશલ અને એટલે સુધી કે પાંખ સાથે માર્વલ સ્ટાઈલના સુપરહીરોમાં બદલાઈ જાય. પ્રોફેસર ટીમ રોયલ સોસાયટીથી સન્માનિત એક પ્રતિષ્ઠિત પ્રાણી વૈજ્ઞાનિક અને જીવ વૈજ્ઞાનિક છે. તેમનું માનવું છે કે એક પરમાણુ યુદ્ધ અનેક એવા પરિવર્તન લાવી શકે છે જે મનુષ્યની ઓળખ બદલી નાખે. 

સર્વાઈવલ માટે જરૂરી હશે ફેરફાર
પરમાણુ યુદ્ધ બાદ કુદરતી પસંદગી આનુવંશિક ફેરફારોને પ્રોત્સાહન આપી શકે છે. જેથી કરીને માનવતાને જીવિત રહેવા માટે મદદ મળી શકે, તેમનું એવું સૂચન છે. તેનાથી 'સુપરહ્યુમન' પણ પેદા થઈ શકે છે અને નબળા લોકો પણ. એટલે કે વાતાવરણના કપરાં પડકારોને પહોંચી વળવા માટે મજબૂત બની શકે છે કે ખતરાથી બચવા માટે સંકોચાઈને ઉડવા માટે ચામાચિડિયીની જેમ પાંખ પણ ઉગાડી શકે છે. 

પ્રોફેસર કુલસને પોતાના નવા પુસ્તક ધ યુનિવર્સલ હિસ્ટ્રી ઓફ અસ: એ13.8- બિલિયન- યર ટેલ ફ્રોમ ધ  બિગ બેંગ ટુ યુ' માં માનવ સ્વરૂપમાં થનારા ફેરફારો વિશે લખ્યું છે. તેમના કહેવા મુજબ માનવમાં થનારા આ ફેરફારોને આકાર લેવામાં લાખો વર્ષો લાગશે પરંતુ તેની શરૂઆત તૃતીય વિશ્વયુદ્ધ બાદથી જ થઈ જશે. એ પણ શક્ય છે કે માનવ સુપર હ્યુમન બનવાની જગ્યાએ નબળી બુદ્ધિવાળો પણ બને. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news