વ્યાપાર યુદ્ધના પગલે WTOએ વૈશ્વિક વેપારના વૃદ્ધિ દરના અનુમાનમાં કર્યો ઘટાડો
WTO(World Trade Organisation)એ ચાલુ વર્ષનો અંદાજ મુકતા જણાવ્યું છે કે, આ વર્ષે વૈશ્વિક વેપારનો વૃદ્ધિ દર 1.2 ટકા રહેશે. WTOએ એપ્રિલ મહિનામાં 2.6 ટકાના વૃદ્ધિ દરનો અંદાજ મુક્યો હતો. વર્ષ 2018માં આ વૃદ્ધિ દર 3.0 ટકા હતો. હવે, આગામી 2020 વર્ષ માટે WTOએ વૈશ્વિક વેપારનો વૃદ્ધિ દર 2.7 ટકા અંદાજ્યો છે, જેનો અગાઉ તેણે 3.0 ટકાનો અંદાજ મુક્યો હતો.
Trending Photos
બ્રસેલ્સ/બર્લિનઃ વિશ્વ વ્યાપાર સંસ્થા(World Trade Organisation-WTO) દ્વારા વૈશ્વિક વ્યાપારમાં વૃદ્ધિના અનુમાનમાં અડધા કરતાં પણ વધુનો ઘટાડો જાહેર કરાયો છે. તેમણે જણાવ્યું કે, આગામી દિવસોમાં વૈશ્વિક આર્થિક મંદી, વિવિધ દેશોના એક્સપોર્ટ-ઈમ્પોર્ટ દરમાં ફેરફાર અને બ્રેક્ઝિટના કારણે ઊભી થનારી અનિશ્ચિતતાની અવળી અસર પણ વૈશ્વિક વ્યાપાર પડશે.
WTOએ ચાલુ વર્ષનો અંદાજ મુકતા જણાવ્યું છે કે, આ વર્ષે વૈશ્વિક વેપારનો વૃદ્ધિ દર 1.2 ટકા રહેશે. WTOએ એપ્રિલ મહિનામાં 2.6 ટકાના વૃદ્ધિ દરનો અંદાજ મુક્યો હતો. વર્ષ 2018માં આ વૃદ્ધિ દર 3.0 ટકા હતો. હવે, આગામી 2020 વર્ષ માટે WTOએ વૈશ્વિક વેપારનો વૃદ્ધિ દર 2.7 ટકા અંદાજ્યો છે, જેનો અગાઉ તેણે 3.0 ટકાનો અંદાજ મુક્યો હતો.
WTOના ડિરેક્ટર જનરલ રોબર્ટો અઝેવેડોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, "વૈશ્વિક વેપાર પર જે ઘેરા વાદળો છવાયા છે તેની નિરાશાજનક છે, તેની કોઈ અપેક્ષા ન હતા." આ સાથે જ તેમણે WTOના સભ્ય દેશોને એક-બીજા વચ્ચે જે મતભેદો પેદા થયા છે તેને દૂર કરવા અને વ્યાપારિક સંબંધોમાં નવા સુધારા લાગુ કરવા માટે પણ વિનંતી કરી છે.
જીનેવા ખાતે મુખ્યમથક ધરાવતી સંસ્થાએ જણાવ્યું કે, તેણે વૈશ્વિક અર્થતંત્રમાં આગામી દિવસોમાં આવનારી મંદીના અનુમાનને પગલે વૈશ્વિક વ્યાપારના વૃદ્ધિ દરમાં ઘટાડો થવાનો અંદાજ મુક્યો છે. સંસ્થાએ જણાવ્યું કે, વિવિધ દેશો વચ્ચે જે પ્રકારે વ્યાપાર યુદ્ધ ચાલી રહ્યું છે તે તો મુખ્ય કારણ છે જ, પરંતુ આ ઉપરાંત કેટલાક માળખાગત પરિબળો અને યુરોપ-ઈંગ્લેન્ડ વચ્ચે બ્રેક્ઝીટ અંગે જે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે તે પણ તેના માટે જવાબદાર છે.
WTOએ ચાલુ વર્ષે વેપારના વૃદ્ધિ દરમાં 0.5 ટકાથી 1.6 ટકાનું અનુમાન વ્યક્ત કર્યું છે અને આગામી વર્ષ 2020માં 1.7 ટકાથી 3.7 ટકા સુધી વેશ્વિક વ્યાપારમાં વૃદ્ધિ થવાનો અંદાજ મુક્યો છે. સંસ્થાએ જણાવ્યું કે, આગામી વર્ષે જે 3.7 સુધી પહોંચવાનો જે અંદાજ છે તે ત્યારે જ શક્ય બનશે જ્યારે વૈશ્વિક વ્યાપારનું ટેન્શન દૂર થશે.
ઉલ્લેખનીય છે કે, યુનાઈટેડ સ્ટેટ્સ અને ચીન વચ્ચે છેલ્લા એક વર્ષથી વ્યાપાર યુદ્ધ ચાલી રહ્યું છે. બંનેએ એક બીજાના માલ-સામાન પર મોટા કરવેરા લાદ્યા છે. આ ઉપરાંત અમેરિકા અને ઈરાન વચ્ચે વધતું જઈ રહેલા ઘર્ષણની અસર પણ વૈશ્વિક વ્યાપાર પર થઈ રહી છે.
જુઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે