પાકિસ્તાનમાં બબાલ વચ્ચે રમીઝ રાજાનો વીડિયો વાયરલ, PM અને પોતાના કેપ્ટન ઈમરાન ખાન વિશે કહી ખાસ વાત

પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ રહેલા રાજાનો આ વીડિયો કેટલાક વર્ષો જૂનો છે. પરંતુ આ વીડિયોને ફરી તેમણે શેર કર્યો છે. સાથે એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે, ઈમરાન ખાન મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નિકળવા મટે સક્ષમ છે.

પાકિસ્તાનમાં બબાલ વચ્ચે રમીઝ રાજાનો વીડિયો વાયરલ, PM અને પોતાના કેપ્ટન ઈમરાન ખાન વિશે કહી ખાસ વાત

નવી દિલ્લીઃ પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ રહેલા રમીઝ રાજાનો આ વીડિયો કેટલાક વર્ષો જૂનો છે. પરંતુ આ વીડિયોને ફરી તેમણે શેર કર્યો છે. સાથે એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે, ઈમરાન ખાન મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નિકળવા મટે સક્ષમ છે. પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ રહેલા રાજાનો આ વીડિયો કેટલાક વર્ષો જૂનો છે. પરંતુ આ વીડિયોને ફરી તેમણે શેર કર્યો છે. સાથે એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે, ઈમરાન ખાન મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નિકળવા મટે સક્ષમ છે. જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ રમીઝ રાજાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

રમીઝ રાજાએ ગણાવ્યા હતા કારણો-
આ વીડિયોમાં રમીઝ રાજા ઈમરાન ખાન વિશે ભવિષ્યવાણી કરતા નજરે પડી રહ્યા છે. વીડિયો 2019નો છે. જેમાં તેઓ એ કારણ ગણાવી રહ્યા છે, જેના કારણે ઈમરાન ખાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે સફળ થશે. મહત્વનું છે કે, પૂર્વ ક્રિકેટ કેપ્ટન ઈમરાન ખાન 2018માં પાકિસ્તાનની સત્તા પર બિરાજ્યા હતા. તેમણે જનતાને નવા પાકિસ્તાનનો વાયદો કર્યો હતો, પરંતુ તેમાં તેઓ સફળ ન થયા. ઉલટું તેણે પાકિસ્તાનની સ્થિતિ ખરાબ કરી દીધી.

 

— PTI (@PTIofficial) March 17, 2022

 

ઈમરાન ખાન પર મુક્યો હતો વિશ્વાસ-
પાકિસ્તાનની ટીમને વર્ષ 1992માં ઈમરાન ખાનની આગેવાનીમાં વર્લ્ડ કપ જીત્યો હતો. રમીઝ રાજા એ ટીમનો ભાગ હતા. ઈમરાન અને રમીઝ ખૂબ જ નજીક છે. જેથી જ્યારે ઈમરાન સત્તામાં આવ્યા તો તેમણે રમીઝને મોટી જવાબદારી આપી. આ વીડિયોમાં રાજા કહે છે કે, 'તમે કાંઈ પણ અટકળ કરી શકો છો. તમે મોંઘવારી કે બાકીના મુદ્દા વિશે વાત કરી શકો છો. પરંતુ તમે યાદ રાખજો ઈમરાન ખાન સરળ થશે અને તમને વારંવાર ખોટા સાબિત કરશે. એવું એટલા માટે કારણ કે તેમનો ઈરાદો સારો છે. તે ખૂબ જ પરિશ્રમી અને બુદ્ધિમાન છે.'

પાકિસ્તાનમાં સત્તા પર ચાલી રહ્યું છે મહાભારત-
રમીઝનો વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે પાકિસ્તાનમાં સત્તા માટે ખેંચતાણ ચાલી રહી છે. ઈમરાન ખાન સામે વિપક્ષી દળો જે પ્રસ્તાવ લાવ્યા તે ફગાવાયો છે. જેથી વિપક્ષી દળો હંગામો મચાવી રહ્યા છે. પાકિસ્તાનમાં 90 દિવસ પછી ચૂંટણી થશે, જેમાં નક્કી થશે કે ઈમરાન ખાન ફરી પીએમની ખુરશી પર બેસી શકશે કે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news