Viral News: મહિલાને બગલમાંથી દૂધ નીકળવા લાગ્યું, ગભરાઈને દવાખાને દોડી તો ચોંકાવનારું કારણ સામે આવ્યું

એક મહિલાને બગલમાં ખુબ દુ:ખાવો થયો અને તેમાંથી દૂધ નીકળવા માંડ્યુ. જ્યારે મહિલાને ખબર પડી કે તેની  બગલમાંથી દૂધ નીકળે છે તો તે તરત ડોક્ટર પાસે પહોંચી ગઈ. 

Viral News: મહિલાને બગલમાંથી દૂધ નીકળવા લાગ્યું, ગભરાઈને દવાખાને દોડી તો ચોંકાવનારું કારણ સામે આવ્યું

લિસ્બન: પોર્ટુગલના લિસ્બનથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર આવ્યા છે. એક મહિલાને બગલમાં ખુબ દુ:ખાવો થયો અને તેમાંથી દૂધ નીકળવા માંડ્યુ. જ્યારે મહિલાને ખબર પડી કે તેની  બગલમાંથી દૂધ નીકળે છે તો તે તરત ડોક્ટર પાસે પહોંચી ગઈ. 

આ રીતે થયો ખુલાસો
ધ સનમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ નવજાત બાળકને જન્મ આપ્યાના બે દિવસ પછી 26 વર્ષની માતાને જમણા હાથમાં દુખાવો થવા લાગ્યો. તેણે દબાઈને જોયું તો તેમાંથી દૂધ બહાર આવવા લાગ્યું. 

તપાસમાં આ વાત જાણવા મળી
ગભરાઈને મહિલા ડોક્ટર પાસે ગઈ. ડોક્ટરે તપાસ કરી તો જાણવા મળ્યું કે મહિલાની બગલ (Armpit) ની નીચેનો હિસ્સો ફૂલેલો હતો અને ગોળ હતો. તેમાં એક Lymph Node હતું જેને દબાવવાથી દૂધ બહાર આવતું હતું. 

Armpit માં ડેવલપ થયું સ્તન ટિશ્યૂ
ન્યૂ ઈંગ્લેન્ડ જનરલ ઓફ મેડિસિનના જણાવ્યાં મુજબ મહિલાઓમાં આ સમસ્યાને Polymastia કહેવાય છે. આ કારણે મહિલાની બગલમાં Breast Tissue ડેવલપ થઈ ગયું. લગભગ 6 ટકા મહિલાઓમાં આ સમસ્યા હોઈ શકે છે. તજજ્ઞોએ જણાવ્યું કે Polymastia માં મહિલાઓને ખુબ દુખ થાય છે અને તેમને અન્ય કેટલાક પ્રકારની સમસ્યાઓ પણ થાય છે.

અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ આવો જ એક અજીબોગરીબ કેસ સામે આવ્યો હતો જ્યારે એક અઠવાડિયા પહેલા જ પેદા થયેલા નવજાતની છાતીમાંથી દૂધ નીકળવા લાગ્યું હતું. ત્યારે તેની માતા ખુબ ગભરાઈ ગઈ હતી. તે સમયે ડોક્ટરોએ જણાવ્યું કે Neonatal Galactorrhea બીમારીના કારણે આવું બન્યું હતું.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news