FB નું વળગણ દૂર કરવા લાફા મારવા રાખી એક યુવતી!, એલન મસ્ક પણ થઈ ગયા પ્રભાવિત
ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે બુધવારે એક વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી.
Trending Photos
સેકરામેન્ટો: ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે બુધવારે એક વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી. આ વીડિયોમાં એક મહિલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકનો ઉપયોગ કરનારા પુરુષને વારંવાર થપ્પડ મારતી જોવા મળે છે. કારણ કે આ યુવક ફેસબુકની લતથી ગ્રસ્ત છે.
થપ્પડ મારવા માટે કર્મચારી
વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલો વ્યક્તિ મનીષ સેઠી છે. જે સાન ફ્રાન્સિસકોમાં રહેતો એક બ્લોગર છે. જે વિયરેબલ ટેક સ્ટાર્ટઅપ (Wearable Tech Startup) પાવલોક (Pavlok) નો ફાઉન્ડર પણ છે. સેઠીએ કથિત રીતે જ્યારે પણ ફેસબુકનો ઉપયોગ કરે ત્યારે થપ્પડ મારવા માટે એક મહિલાને કામ પર રાખી હતી. અત્રે જણાવવાનું કે કારા નામની મહિલાને કથિત રીતે કામ પર રાખવામાં આવી હતી. તે મહિલાને કામ માટે લગભગ 8 ડોલર પ્રતિ કલાકની ચૂકવણી કરવામાં આવી હતી જેમાં તેનું કામ ફક્ત એટલું જ નહતું કે તે તેની બાજુમાં બેઠેલી વ્યક્તિને સોશિયલ મીડિયા પર જરૂર કરતા વધુ સમય વિતાવવા પર થપ્પડ મારતી હતી.
આ કામ માટે થપ્પડ ખાતો હતો વ્યક્તિ
એક બ્લોગ પોસ્ટમાં સેઠીએ કહ્યું કે તે એક મહિલાને લાફો મારવા માટે કામ રાખીને પોતાની ઉત્પાદકતા (Productivity) ને 35-40% થી વધારીને 98% કરવામાં સક્ષમ હતો. આ પ્રયોગ 9 વર્ષ પહેલા સેઠીએ અજમાવ્યો હતો. જો કે ઉત્પાદકતા વધારવાના આ અનોખા પગલા તરફ મસ્કનું ધ્યાન હવે ગયું છે.
એલન મસ્કે આપી પ્રતિક્રિયા
સેઠીની આ ટ્વીટ પર રિપ્લાય કરતા એલન મસ્કે 2 ફાયર ઈમોજી મોકલ્યા જેનાથી બ્લોગર ખુબ પ્રભાવિત થયો. થોડા જ સમયમાં સેઠીએ મસ્કને જવાબ આપતા અને પોતાના સ્ટાર્ટ અપ વિશે જણાવતા કહ્યું કે હું એ જ છોકરો છું જે આ તસવીરમાં જોવા મળી રહ્યો છે. શું @elonmusk મને બે ઈમોજી આપી રહ્યા છે જે મારી સૌથી મોટી સફળતા છે? આ ઉપરાંત સેઠીએ અન્ય લોકોની ટ્વીટનો પણ જવાબ આપતા કહ્યું કે 'આ જ રીતે Pavlok ની શરૂઆત કરાઈ જે લોકોના સોશિયલ મીડિયા (ફેસબુક) પર વધુ સમય વિતાવવા પર યૂઝરને હળવો ઈલેક્ટ્રોનિક ઝટકો પણ આપે છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે