વીડિયો કોલ પર ઉત્તેજના વધારવા કર્યું એવું કામ કે સીધા જવું પડ્યું હોસ્પિટલ, જાણો શું છે મામલો

ઘણી વખત લોકો કામના કારણે ઘર અને પરિવારથી દૂર રહે છે. એવામાં લવર્સે પણ પોતાના પાર્ટનરથી દૂર રહેવું પડે છે. આ દરમિયાન લોકો તેમના પાર્ટનર સાથે વાત કરવા માટે વીડિયો કોલનો આશરો લે છે. પરંતુ બ્રિટનમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

વીડિયો કોલ પર ઉત્તેજના વધારવા કર્યું એવું કામ કે સીધા જવું પડ્યું હોસ્પિટલ, જાણો શું છે મામલો

નવી દિલ્હી: ઘણી વખત લોકો કામના કારણે ઘર અને પરિવારથી દૂર રહે છે. એવામાં લવર્સે પણ પોતાના પાર્ટનરથી દૂર રહેવું પડે છે. આ દરમિયાન લોકો તેમના પાર્ટનર સાથે વાત કરવા માટે વીડિયો કોલનો આશરો લે છે. પરંતુ બ્રિટનમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મહિલા તેના પાર્ટનર સાથે વીડિયો કોલ પર રોમાન્સ કરી રહી હતી. પરંતુ તેને આમ કરવું તેને ભારે પડી ગયું. વીડિયો કોલ પર રોમાન્સ કરવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

વીડિયો કોલ પર કરી રહી હતી રોમાન્સ
ડેઈલી સ્ટારમાં છપાયેલા એક સમાચાર અનુસાર આ મામલો સેન્ટ્રલ લંડનનો છે, જ્યાં 21 વર્ષની રોઝી સનશાઈન (Rosiee Sunshine)  તેના બોયફ્રેન્ડ સાથે વીડિયો કોલ પર રોમાન્સ કરી રહી હતી. આ દરમિયાન બંનેએ ખૂબ જ રોમાંચક વાતો કરવાનું શરૂ કર્યું. ઉત્તેજના વધારવા માટે, રોઝી એડલ્ટ ટોયનો ઉપયોગ કરતી હતી. પરંતુ એડલ્ટ ટોયનો ઉપયોગ કરવો તેને ખૂબ મોંઘો પડ્યો.

એડલ્ટ ટોય ગયું શરીરની અંદર
જોકે, જ્યારે રોઝી એડલ્ટ ટોયનો ઉપયોગ કરી રહી હતી, ત્યારે તે તેના શરીરની અંદર જતું રહ્યું. તે પછી તેને ખૂબ જ દુખાવો થવા લાગ્યો. રોઝીએ તેને બહાર કાઢવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે તેને બહાર કાઢી શકી ન હતી. ત્યારબાદ રોઝીએ તેના રૂમમેટને તેના વિશે જણાવ્યું. તેની રૂમમેટ તેને હોસ્પિટલ લઈ ગઇ. રોઝીએ જણાવ્યું કે આના કારણે તેને હોસ્પિટલ જવું પડ્યું. આ ખૂબ જ શરમજનક હતું.

જવું પડ્યું હોસ્પિટલ
જ્યારે ડોકટરોએ હોસ્પિટલમાં રોઝીનો એક્સ-રે કર્યો ત્યારે તેમને તેના શરીરની અંદર 10 સેમી લાંબુ અને 4 સેમી પહોળું સિલિકોન રમકડું મળ્યું. આ જોઈને ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. સદનસીબે, ડોકટરોએ સર્જરી કર્યા વિના રમકડું દૂર કર્યું. ડોકટરોના મતે, જો રોઝીએ જાતે જ તેને હટાવવાનો પ્રયાસ કર્યો હોત તો તેની હાલત વધુ ખરાબ થઈ શકે છે અને આવી સ્થિતિમાં તેણે સર્જરી કરાવવી પડી હોત.

ખૂબ જ ડરી ગઇ હતી મહિલા
રોઝીએ જણાવ્યું કે જ્યારે તેના શરીરની અંદર એડલ્ટ ટોય ગયું તો તે અને તેનો બોયફ્રેન્ડ ખૂબ ડરી ગયા. શરૂઆતમાં તેણે ચિપીયા જેવી વસ્તુની મદદથી રમકડાને નિકાળવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જ્યારે તેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા, ત્યારે તેને તેના રૂમમેટ સાથે હોસ્પિટલ જવું પડ્યું. ડોક્ટરોએ જણાવ્યું કે જો રમકડાને સમયસર દૂર કરવામાં ન આવ્યું હોત તો મહિલાના આંતરિક અંગોને ગંભીર ઈજા પહોંચતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news