Global Warming: દુનિયાના તાપમાનમાં થઈ શકે છે વધારો, ચેતવણી જાહેર, જાણો શું છે અલ નીનો અને લા નીના?

વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO)એ વૈશ્વિક તાપમાનમાં સંભવિત વૃદ્ધિની ચેતવણી જાહેર કરી છે. WMO ના મહાસચિવ પેટેરી તાલસે કહ્યુ કે જો આપણે અલ નીનો તબક્કામાં પ્રવેસ કરીએ તો તેનાથી વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. 

Global Warming: દુનિયાના તાપમાનમાં થઈ શકે છે વધારો, ચેતવણી જાહેર, જાણો શું છે અલ નીનો અને લા નીના?

નવી દિલ્હીઃ વિશ્વ હવામાન સંસ્થા (WMO) એ વૈશ્વિક તાપમાનમાં સંભવિત વધારાની ચેતવણી જારી કરી છે. WMOના સેક્રેટરી-જનરલ પીટીરી તાલાસે કહ્યું, 'જો આપણે અત્યારે અલ નીનો તબક્કામાં પ્રવેશીશું તો વૈશ્વિક તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.' તાલાસે કહ્યું કે લા નીના, 21મી સદીની પ્રથમ ટ્રિપલ ડીપનો અંત આવવાનો છે. તેમણે કહ્યું કે લા નીનાની અસરથી વધતા વૈશ્વિક તાપમાન પર કામચલાઉ બ્રેક લાગી છે.

આઈએમડીએ તાપમાનમાં વૃદ્ધિનો સંકેત આપ્યો
નોંધનીય છે કે ડબ્લ્યૂએમઓની ચેતવણી જારી થતા પહેલાં આઈએમડીએ મંગળવારે કહ્યું કે માર્ચથી મે સુધી ભારતના મોટા ભાગના વિસ્તારોમાં સ્થિતિ ગંભીર થવાની સંભાવના છે. આઈએમડીએ મંગળવારે કહ્યું કે ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી લા નીનાથી ઈએનએસઓ (તટસ્થ) હોવાની સંભાવના છે. તેમણે કહ્યું કે ઈએનએસઓ-તટસ્થ આ વર્ષે ગરમીઓની શરૂઆતમાં ઉત્તરી ગોળાર્ધમાં બન્યું રહેશે. આઈએમડીએ જૂનથી ઓગસ્ટ વચ્ચે અલ નીનોની સ્થિતિના આશરે 50 ટકા સંભાવના અને જુલાઈથી સપ્ટેમ્બર સુધી 60 ટકા સંભાવનાનો સંકેત આપ્યો. 

હીટ એક્શન પ્લાન તૈયાર કરવા પર સલાહ
 નિષ્ણાતોએ કહ્યું કે ભારતે શક્ય તેટલી વહેલી તકે હીટ એક્શન પ્લાન વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નિષ્ણાતોએ કહ્યું, 'આ આગાહીને લઈને રાજ્ય સરકારોએ તાત્કાલિક તૈયારી કરવી જોઈએ. કેટલાક રાજ્યો આ પહેલા કરી ચૂક્યા છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ એમ રાજીવને જણાવ્યું હતું કે ગરમી સંવેદનશીલ વસ્તી પર ઘાતક અસર કરી શકે છે.

માર્ચથી મે સુધી અલ નીનોની વાપસીની સંભાવના
મહત્વનું છે કે ઈએનએસઓ સ્થિતિઓમાં અલ નીનોની વાપસી માર્ચથી મે સુધી થવાની 90 ટકા સંભાવના છે, જે નક્કી સમયથી પહેલી હશે. ભવિષ્યવાણીઓ અને ડબ્લ્યૂએમઓ નિષ્ણાંતોના અંદાજ અનુસાર મે બાદ સ્થિતિઓની સંભાવના થોડી ઓછી થઈ જાય છે, પરંતુ ઉચ્ચ બનેલી છે. જૂનથી ઓગસ્ટ સુધી દીર્ધ-પ્રમુખ પૂર્વાનુમાન અલ નીનોના વિકસિત થવાની વધુ સંભાવનાનો સંકેત આપે છે.

અલ નીનો શું છે?
અલ નીનોએ ઉષ્ણકટિબંધીય પેસિફિકના વિષુવવૃત્તીય પ્રદેશમાં સમુદ્રના તાપમાન અને વાતાવરણીય પરિસ્થિતિઓમાં ફેરફાર માટે જવાબદાર દરિયાઈ ઘટના છે. આ ફેરફારને કારણે દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે થઈ જાય છે. આ તાપમાન સામાન્ય કરતા 4 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધારે હોઈ શકે છે.

લા નીના શું છે?
જ્યારે વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગર ક્ષેત્રની સપાટી પર હવાનું ઓછું દબાણ બને છે ત્યારે આ સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિની ઘટના માટે વિવિધ કારણો આપવામાં આવે છે, પરંતુ સૌથી સામાન્ય કારણ એ છે કે જ્યારે ટ્રેડ વિન્ડ, પૂર્વ તરફથી વહેતી હવા ખૂબ જ ઝડપે વહેતી હોય ત્યારે તે ઉદ્ભવે છે. આ દરિયાની સપાટીનું તાપમાન નોંધપાત્ર રીતે ઘટાડે છે. આની સીધી અસર વૈશ્વિક તાપમાન પર પડે છે અને તાપમાન સરેરાશ કરતા વધુ ઠંડુ પડે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news