Afghanistan સેના તાલિબાન સામે કેમ સરન્ડર થઈ ગઈ? 'ઘોસ્ટ સોલ્જર્સ' કારણભૂત? જાણો Inside Story

75 હજારથી વધુ તાલિબાની આતંકીઓની સામે જે રીતે અફઘાન સેનાના 3 લાખ સૈનિકોએ જંગ કર્યા વગર જ હથિયાર હેઠા મૂક્યા તે જોઈને આખી દુનિયા ચકિત છે. 

Afghanistan સેના તાલિબાન સામે કેમ સરન્ડર થઈ ગઈ? 'ઘોસ્ટ સોલ્જર્સ' કારણભૂત? જાણો Inside Story

નવી દિલ્હી: અમેરિકી સેનાની વતન વાપસીના 15 દિવસ બાદ સમગ્ર અફઘાનિસ્તાન તાલિબાનના હાથમાં સમાઈ ગયું. હાલ તાલિબાનનો અફઘાનિસ્તાનની રાજધાની સહિત મોટાભાગના પ્રાંત પર કબજો છે. 75 હજારથી વધુ તાલિબાની આતંકીઓની સામે જે રીતે અફઘાન સેનાના 3 લાખ સૈનિકોએ જંગ કર્યા વગર જ હથિયાર હેઠા મૂક્યા તે જોઈને આખી દુનિયા ચકિત છે. 

અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો
એક્સપર્ટનું માનવું છે કે ફક્ત 10 દિવસમાં અફઘાનિસ્તાનના 27 પ્રાંતો પર કબજો કરનારા તાલિબાનના આતંકીઓએ અફઘાન સેના તરફથી વધુ ફાઈટ ઝેલવી પડી નહતી અને તેનું મોટું કારણ અફઘાન સેનાના બજેટમાં સરકારી ભ્રષ્ટાચાર રહ્યો. 

ભારતમાં એક જાણીતી કહેવત છે, ભૂખ્યા પેટે ભજન ન થાય...એટલે કે ભૂખી વ્યક્તિમાં ભગવાનનું ભજન કરવાની પણ હિંમત રહેતી નથી. બરાબર એ જ રીતે અફઘાનિસ્તાનથી વર્ષ 2020માં આવેલા એક રિપોર્ટે સમગ્ર દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ફ્રાન્સની એક ખાનગી મેગેઝીનના તે સમયના રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાનમાં સૈનિકોને સારી રીતે 3 ટાઈમનું ભોજન સુદ્ધા મળતું નહતું. 

સેનામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ
અનેક વર્ષોથી તાલિબાનના ગઢ બનેલા કંધાર પ્રાંતમાં તૈનાત સૈનિકોને દિવસભર ખાવા માટે ફક્ત 5 રોટલી અને થોડું શાક મળતું હતું. જ્યારે સૈનિકોના સ્વાસ્થ્ય પર થતો ખર્ચો કાગળો પર તો ઢગલો હતો. 

ભોજન ઉપરાંત અફઘાન સૈનિકોને ફાટેલા જૂતા અને ફાટેલી વર્દી મળતા હતા જેમાં તેઓ ભીષણ ઠંડીનો સામન કરતા હતા. અફઘાનિસ્તાનના સૈનિકોની આ સમસ્યાઓને અનેકવાર અફઘાનિસ્તાનના રાજનેતાઓએ જાહેર મંચ પર ઉઠાવી હતી. સપ્ટેમ્બર 2017માં અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતના કમાન્ડર જનરલ જિયાજિદ્દીને આ મુદ્દાને ઉઠાવતા જણાવ્યું હતું કે તેમના સૈનિકોને મે 2017થી બરાબર 3 ટાઈમ જમવાનું પણ મળતું નથી. પરંતુ સૈનિકોને યોગ્ય રીતે ભોજન આપવાની જગ્યાએ અફઘાનિસ્તાન સરકાર ઢાંકપિછાડો કરવામાં લાગી ગઈ અને જનરલ જિયાજિદ્દીન જેવા કમાન્ડરની વાત દબાવી દેવાઈ. 

અફઘાનિસ્તાનમાં સૈનિકોને ઠીકથી ખાવાનું ન મળવાના સમાચારોની જ્યારે અફઘાનમાં રહેલા પત્રકારોએ તપાસ ચલાવી તો સ્થાનિક કોન્ટ્રાક્ટર સેનાના કમાન્ડરોને લાંચના દમ પર કે પછી ડરાવી ધમકાવીને ખાવાના કોન્ટ્રાક્ટ મેળવતા હતા. ત્યારબાદ ખરાબ ક્વોલિટીનું ભોજન અફઘાન સૈનિકોને આપીને ખુબ નફો રળતા હતા. આ કાળા પૈસાની વહેંચણી કોન્ટ્રાક્ટરોનથી લઈને સેનાના કમાન્ડરો વચ્ચે થતી હતી. 

ફક્ત કાગળો પર સૈનિકો
અફઘાન સેના અને ભ્રષ્ટાચારનો જૂનો સંબંધ છે. પશ્ચિમી અફઘાનિસ્તાનના સૈન્ય ઈન્ટેલિજન્સ પ્રમુખ જનરલ મોહમ્મદ નઈમ ગહયોરને વર્ષ 2011માં અફઘાન સેનામાં ભ્રષ્ટાચાર પર એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુ બાદ અફઘાનિસ્તાન સરકારે ધરપકડ કરી જેલમાં મોકલી દીધા હતા. 

અમેરિકી કોંગ્રેસના એક રિપોર્ટ મુજબ વર્ષ 2018માં અફઘાનિસ્તાનના 10 ટકા સૈનિકો કા તો દુર્ઘટનાના કારણે કોઈ કામના નહતા રહ્યા કે પછી નોકરી છોડીને ભાગી ગયા. આ રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું કે અફઘાનિસ્તાનમાં હજારો એવા 'ઘોસ્ટ સોલ્જર્સ' હતા જે ફક્ત કાગળો પર બજેટ વધારવા માટે કમાન્ડરોના ખિસ્સા ભરવા માટે હતા. 

આવામાં ભ્રષ્ટાચારમાં ધકેલાઈ અફઘાન સેના જ્યાં સૈનિકોને ખાવા સુદ્ધા નહતું મળતું ત્યાં તાલિબાન સામે સરન્ડર થઈ જાય તો ચોંકવાની કોઈ જરૂર જણાતી નથી. ભૂખ્યા પેટે ભજન ન થાય તો લડાઈ તો કેવી રીતે થાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news