કોણ છે અમેરિકાના સેકન્ડ જેન્ટલમેન જાણો, કમલા હેરિસના પતિ વિશે તમામ માહિતી

કમલા હેરિસ અમેરિકાની પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ, પ્રથમ અશ્વેત અને પ્રથમ ભારતીય અમેરિકીના રૂપમાં શપથ લીધા. ચેન્નઈ મૂળની માતા અને જમૈકાના આફ્રિકી પિતાના પુત્ર એટલે કમલા હેરિસ અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ બની ગઈ છે. 

કોણ છે અમેરિકાના સેકન્ડ જેન્ટલમેન જાણો, કમલા હેરિસના પતિ વિશે તમામ  માહિતી

નવી દિલ્હી: જો બાઈડને બુધવારે ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહમાં અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ પદના શપથ લીધા, આ સાથે જ કમલા હેરિસ અમેરિકાની પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ, પ્રથમ અશ્વેત અને પ્રથમ ભારતીય અમેરિકીના રૂપમાં શપથ લીધા. ચેન્નઈ મૂળની માતા અને જમૈકાના આફ્રિકી પિતાના પુત્ર એટલે કમલા હેરિસ અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ બની ગઈ છે. 

કમલા હેરિસની સાથે તેમના પતિ ડગલસ એમહોફે પણ ઈતિહાસ રચ્યો અને અમેરિકાના સેકન્ડ જેન્ટલમેન બની ગયા છે. સેકન્ડ જેન્ટલમેન બન્યા પછી ઈન્ટરનેટ પર ડગલસ એમહોફ વિશે ખુબ સર્ચ કરવામાં આવ્યું છે. તો ચાલો આજે તમને જણાવીએ કે કમલા હેરિસના પતિ ડગલસ એમહોફ કોણ છે અને શું કરે છે? 

કમલા હેરિસે 2014માં ડગલસ સાથે લગ્ન કર્યા 
કમલા હેરિસે 2014માં કેલિફોર્નિયાના સાંતા બારબરામાં ડગલસ એમહોફ સાથે લગ્ન કર્યા. 56 વર્ષીય ડગલસ 2017થી DLA PIPER ફર્મ સાથે જોડાયેલા હતા અને એન્ટરટેન્મેન્ટ વકીલ હતા. તે મીડિયા સેક્ટરમાં એન્ટરટેન્મેન્ટ, પબ્લિસિટી, પ્રાઈવસી સંબંધી કાયદાકીય સલાહ આપે છે. પરંતુ જ્યારે કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ પદની ઉમ્મેદવાર બની ત્યારે તેઓએ પોતાનું કામ છોડીને ચૂંટણી પ્રચારમાં લાગી ગયા.
https://lh3.googleusercontent.com/-lfVQBOCrvWQ/YAqvPJ24ziI/AAAAAAAAQyQ/L..." />

2013માં બ્લાઈન્ડ ડેટથી થઈ હતી મુલાકાત 
ન્યૂયોર્કના બ્રૂકલિનમાં જન્મેલા ડગલસ અને કમલા હેરિસની મુલાકાત વર્ષ 2013માં થઈ હતી. બંનેના કોમન ફ્રેન્ડના માધ્યમથી તેમની મુલાકાત થઈ હતી. હેરિસના એક મિત્ર અસલમાં ડગલસના ક્લાઈંટ હતા. તેઓએ જ્યારે બંનેની મુલાકાત કરાઈ ત્યારથી બ્લાઈન્ડ ડેટનો સિલસિલો શરૂ થયો. 

https://zeenews.india.com/gujarati/india/amazon-customer-eats-cow-dung-c...">ઓનલાઈન મંગાવ્યું ગાયનું છાણ પણ 'કેક' સમજીને ખાઈ ગયો, પછી જે થયું તે પેટ પકડીને હસાવે તેવું છે

પતિને ગુગલ પર સર્ચ કર્યા હતા 
કમલા હેરિસે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે મારા સૌથી સારા મિત્રએ અમને બ્લાઈન્ડ ડેટ પર સાથે મોકલ્યા હતા અને કહ્યુ હતુ કે બસ મારી પર ભરોસો કરો. તે ઈચ્છતા હતા કે હું જઉ. તેઓએ એમ પણ કહ્યું હતુ કે ડગલસને ગુગલ પર સર્ચ ના કરતા, પણ મે ગુગલ પર સર્ચ કર્યુ હતુ. આ જાણીને ડગલસ શોક થઈ ગયા હતા. 
https://lh3.googleusercontent.com/-3MWXOo_nXKE/YAqvNYJkCJI/AAAAAAAAQyM/I..." />

ડગલસના કમલા હેરિસ સાથે બીજા લગ્ન છે 
ડગલસ એમહોફે કમલા હેરિસ સાથે બીજા લગ્ન કર્યા છે. આ પહેલા તેઓએ 1992માં કર્સ્ટિન એમહોફ સાથે લગ્ન કર્યા હતા. ડગલસ અને કર્સ્ટિનના પુત્ર 26 વર્ષનો અને પુત્રી 21 વર્ષની છે.કોલ અને એલા બંને કમલા હેરિસા સાથે જોડાયેલા છે. અને એવુ કહે છે કમલા દુનિયાની સૌથી સારી સ્ટેપ મોમ છે. 
https://lh3.googleusercontent.com/-Ybe1AqmA_Nk/YAqvJAKCzBI/AAAAAAAAQyE/C..." />

કમલા-ડગલસની સંપત્તિ 
વર્ષ 2019ના રિટર્ન પ્રમાણે બંનેની કુલ મિલકત 22.61 કરોડ રૂપિયા હતી. આ પહેલા વર્ષ 2018માં 1.31 કરોડ રૂપિયા હતી.  

https://zeenews.india.com/gujarati/tags/covid-19">કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી https://play.google.com/store/apps/details?id=com.zeenews.hindinews">Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : www.facebook.com/zee24kalak.in/">https://www.facebook.com/zee24kalak.in/">facebook | https://twitter.com/Zee24Kalak">twitter | www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">https://www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news