વિચિત્ર પદ્ધતિ, સફેદ અંડરવિયર જમીનમાં દાટી તપાસમાં આવે છે માટીની ગુણવત્તા

Soil Test: એક એવી જ અજીબોગરીબ ઘટનાની માહિતી સામે આવી છે. જેમાં જમીનની અંદર અંડરવિયર દાટી દેવામા આવે છે. આ પરંપરાથી સ્થાનિક લોકો કેટલીક જરૂરી માહિતી મેળવે છે. આ પ્રથા ભલે અજીબોગરીબ હોય, પરંતુ બહુ જ કામની હોય છે. 

વિચિત્ર પદ્ધતિ, સફેદ અંડરવિયર જમીનમાં દાટી તપાસમાં આવે છે માટીની ગુણવત્તા

Interesting Fact: આ અજીબોગરીબ દુનિયામા દરેક પળે કંઈને કંઈ અજીબ ઘટના ઘટતી રહે છે. પરંતુ કેટલીક ઘટનાઓ આપણને આશ્ચર્ય પમાડે તેવી હોય છે, તો કેટલીક આપણને વિચારવા મજબૂર કરી દે છે. એક એવી જ અજીબોગરીબ ઘટનાની માહિતી સામે આવી છે. જેમાં જમીનની અંદર અંડરવિયર દાટી દેવામા આવે છે. આ પરંપરાથી સ્થાનિક લોકો કેટલીક જરૂરી માહિતી મેળવે છે. આ પ્રથા ભલે અજીબોગરીબ હોય, પરંતુ બહુ જ કામની હોય છે. 

Soil Test: આ અજીબોગરીબ દુનિયામા દરેક પળે કંઈને કંઈ અજીબ ઘટના ઘટતી રહે છે. પરંતુ કેટલીક ઘટનાઓ આપણને આશ્ચર્ય પમાડે તેવી હોય છે, તો કેટલીક આપણને વિચારવા મજબૂર કરી દે છે. એક એવી જ અજીબોગરીબ ઘટનાની માહિતી સામે આવી છે. જેમાં જમીનની અંદર અંડરવિયર દાટી દેવામા આવે છે. આ પરંપરાથી સ્થાનિક લોકો કેટલીક જરૂરી માહિતી મેળવે છે. આ પ્રથા ભલે અજીબોગરીબ હોય, પરંતુ બહુ જ કામની હોય છે. 

માટીની ગુણવત્તા
જાણીને આશ્ચર્ય પામશો કે, જમીનમાં અંડરવિયર દાટવાનુ કામ માટીની ગુણવત્તાની તપાસ કરવા માટે થાય છે. તેમા માટીની ગુણવત્તાને તપાસની એક રીત માનવામાં આવે છે. એક્સપર્ટસ એવી અજીબોગરીબ ટેકનિક્સનો ઉપયોગ કરે છે. જોકે, માટીની તપાસ માટે લેબોરેટરીમાં કે અન્ય રીતથી પણ તપાસ કરી શકાય છે. પણ આ પદ્ધતિ વિચિત્ર છે. 

2 હજાર અંડરવિયર
સ્વિત્ઝર્લેન્ડમાં માટીની ગુણવત્તા તપાસવા માટે લગભગ 2 હજાર સફેદ અંડરવિયરને વિવિધ જગ્યાઓમાં દાટવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વિત્ઝર્લેન્ડની State Research Institute Agroscope માટીની ગુણવત્તા જાણવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ કામ ‘Proof By Underwear’ નામના પ્રોજેક્ટનો ભાગ હતો. પ્રોજેક્ટ અંતર્ગત વોલેન્ટિયર ખેડૂત અને બગીચાઓના માલિકને બે પેર અંડરવિયર આપવામાં આવ્યા હતા. જેને જમીનમાં દાટવાની હતી. 

કોટનના અંડરવિયર
આ કામ માટે સફેદ કોટનના અંડરવિયરને પસંદ કરવામાં આવ્યા હતા. કોટનના અંડરવિયર સૂક્ષ્મજીવો માટે ભોજનનું કામ કરે છે.  

નક્કી સમય બાદ તેને કાઢી લેવાય છે
જાણકારી અનુસાર, એક નક્કી સમય બાદ દાટી કાઢવામાં આવેલ અંડરવિયરને જમીનમાંથી કાઢવામાં આવે છે. તેના બાદ તેમના પર સ્ટડી કરવામાં આવે છે. જેથી વિવિધ ભાગની જમીનની ગુણવત્તા વિશે સટીક માહિતી મેળવી શકાય. તેમાં એ જોવા મળે છે કે, અંડરવિયરને કેટલા હદ સુધી સૂક્ષ્મજીવો, ફંગસ તેમજ કીટાણું નુકસાન પહોંચાડે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, અંડરવિયરમાં વધુ નુકસાન એ સંકેત આપે છે કે, માટીની ગુણવત્તા સારી છે. તેમજ સૌથી ઓછા નુકસાનવાળી અંડરવિયર એટલે કે માટીની ગુણવત્તા સારી નથી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news