VIDEO: અમેરિકાના હાઈવે પર અચાનક થયો ડોલરનો વરસાદ, ગાડીઓ રોકીને લોકોએ લૂંટ ચલાવી

અમેરિકામાં એક હાઈવે પર અચાનક ડોલરનો વરસાદ થવા લાગ્યો. ચારેબાજુ નોટો ઉડવા લાગી. હાઈવે પર પસાર થતી  ગાડીઓમાં બેસેલા લોકો પણ આ જોઈને સ્તબ્ધ થઈ ગયાં અને કાર રોકી ડોલર ભેગા કરતા જોવા મળ્યાં.

VIDEO: અમેરિકાના હાઈવે પર અચાનક થયો ડોલરનો વરસાદ, ગાડીઓ રોકીને લોકોએ લૂંટ ચલાવી

વોશિંગ્ટન: અમેરિકામાં એક હાઈવે પર અચાનક ડોલરનો વરસાદ થવા લાગ્યો. ચારેબાજુ નોટો ઉડવા લાગી. હાઈવે પર પસાર થતી  ગાડીઓમાં બેસેલા લોકો પણ આ જોઈને સ્તબ્ધ થઈ ગયાં અને કાર રોકી ડોલર ભેગા કરતા જોવા મળ્યાં. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. 

વાત જાણે એમ છે કે નોર્થ એટલાન્ટાના ઈન્ટરસ્ટેટ હાઈવે નંબર 285 પર નોટોથી ભરેલી એક ટ્રક (આર્મર્ડ ટ્રક) પસાર થઈ રહી હતી. ટ્રકનો દરવાજો થોડો ખુલી ગયો અને હાઈવે પર નોટોનો વરસાદ થવા લાગ્યો. પછી તો શું, હાઈવે પર કેશની લૂંટ મચી ગઈ. લોકોએ પોત પોતાની ગાડીઓ રોકીને કેશ લૂટવાનું શરૂ કરી દીધુ. આર્મર્ડ ટ્રક કંપનીનું અનુમાન છે કે તેના 1,75,000 ડોલર એટલે કે 1.20 કરોડ રૂપિયાની નોટ લૂંટાઈ ગઈ છે. 

હાઈવે પરથી પસાર થતા કેટલાક લોકોએ નોટોનો વરસાદ અને તેની લૂંટનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર હવે આ વીડિયો વાઈરલ થઈ ગયો. આ ઘટના મંગળવારની છે. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરંતુ આમ છતાં તેમની હાજરીમાં પણ કેશલૂંટ ચાલુ જ રહી. ડનવુડ પોલીસે એક નિવેદન બહાર પાડીને કહ્યું  છે કે પોલીસ ઓફિસરોના ઘટના સ્થળે પહોંચવા છતાં કેટલાક લોકો કેશ લૂંટતા રહ્યાં. 

— Lloyd Legalist (@LloydLegalist) July 11, 2019

હાઈવેથી પસાર થઈ રહેલા ઉબેર કેબના એક ડ્રાઈવરે ન્યૂઝ ચેનલને જણાવ્યું કે પહેલા તો એવું લાગ્યું કે પત્તા ઉડી રહ્યાં છે. પરંતુ ત્યારબાદ ખબર પડી કે આ પત્તા નથી પરંતુ ડોલર છે. તેમણે કહ્યું કે રસ્તા પર ચારેબાજુ ડોલર જ ડોલર હતા. 

ડનવુડી પોલીસે  લોકોને લૂટાયેલા ડોલર પાછા આપવાની અપીલ કરી છે. પોલીસે લોકોને કહ્યું છે  કે ટ્રકમાંથી ઉડેલી કેશ રાખવી ગેરકાયદેસર છે. તેઓ પાછા નહીં આપે તો કાર્યવાહી થશે. બુધવારે સાંજ સુધીમાં ફક્ત 6 લોકોએ પોલીસ પાસે પહોંચીને 4400 ડોલર એટલે કે 3 લાખ જેટલા રકમ પાછી આપી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news