Trending Video: શું તમે ક્યારેય જોઇ છે આવી રમત, જેમાં શટલકોકને રેકેટ નહી પગ વડે મારે છે

આ રમતનું નામ ટી જિયાન જી (Ti Jian Zi) છે. તેને શટલકોક કિકિંગ (Shuttlecock kicking game) નામથી પણ ઓળખવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર આ રમત ચીનમાં 206 ઇસ પૂર્વથી એટલે કે હાન વંશના શાસનકાળથી રમવામાં આવે છે. જ્યારે મિંડ વંશ (1368-1644) નું શાસનકાળ આવ્યો તો આ રમતમાં સ્પર્ધાનું આયોજન થવા લાગ્યું.

Trending Video: શું તમે ક્યારેય જોઇ છે આવી રમત, જેમાં શટલકોકને રેકેટ નહી પગ વડે મારે છે

China Traditional Game Histrory: દુનિયા વિવિધતાઓથી ભરેલી છે. આ વિવિધતા કલ્ચરથી માંડીને રમત સુધી જોવા મળે છે. જેમાં ઘણી એવી રમતો હોય છે જે ઇન્ટરનેશનલ લેવલ પર રમાતી નથી, પરંતુ અલગ અલગ દેશોની પારંપરિક રમતો હોય છે. આજે અમે તમને ચીનના એક એવી પારંપારિક રમત વિશે જણાવીશું, જે બેડમિન્ટન જેવી છે, જોકે તેમાં રેકેટના બદલે પગનો ઉપયોગ કરી શટલકોકને હિટ કરવામાં આવે છે. 

સમયની સાથે બદલાતી રમતો અને અને આ રમત ખૂબ પાછળ રહી ગઇ હતી. ચીનમાં લગભગ આ રમત ખતમ થઇ ગઇ હતી, પરંતુ નવા ચીનમાં આ રમતને ફરીથી શરૂ કરવાની કવાયદ શરૂ થઇ અને ગત 10-15 વર્ષમાં તેને જીવિત કરી દીધી છે. હવે ફરીથી ચીનમાં લોકો આ ગેમને રમવાનું પસંદ કરે છે. ગત થોડા દિવસોથી ગ્રીનબેલ્ટ અને રોડ ઇંસ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ એરિક સોલહેમએ ટ્વિટર પર આ રમતનો એક વિડીયો શેર કર્યો છે. 

Chinese traditional sports, kicking shuttlecock.😃😃😃@lsjngs

— Erik Solheim (@ErikSolheim) May 7, 2022

આ રમતનું નામ ટી જિયાન જી (Ti Jian Zi) છે. તેને શટલકોક કિકિંગ (Shuttlecock kicking game) નામથી પણ ઓળખવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર આ રમત ચીનમાં 206 ઇસ પૂર્વથી એટલે કે હાન વંશના શાસનકાળથી રમવામાં આવે છે. જ્યારે મિંડ વંશ (1368-1644) નું શાસનકાળ આવ્યો તો આ રમતમાં સ્પર્ધાનું આયોજન થવા લાગ્યું. કિંગ વંશ (1644-1911) ના આવતાં આવતાં આ ખૂબ પોપુલર થઇ ગઇ હતી. આ રમતના નિયમોની વાત કરીએ તો તેમાં એક પગ વડે શટલકોકઓને મારવામાં આવે છે. જેની તરફ શટલકોક પડે છે તો તેના પર પોઇન્ટ ચઢે છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news