રૂવાટા ઉભા કરતો VIDEO: ફાટ્યો 5000 ફૂટ ઉંચો જ્વાળામુખી, વિસ્ફોટ પછી સર્જાયું ભયાનક દ્રશ્ય

ઈસાબેલા દ્વીપની વિપરીત દિશામાં વસવાટ કરતા એરિયામાં તાત્કાલિક કોઈ ખતરો જણાયો નહોતો. આ વિસ્તાર ગૈલાપાગોસ શ્રેણીમાં સૌથી મોટો છે. 1,701 મીટર (5580 ફૂટ) ઉંચો જ્વાળામુખી ગૈલાપાગોસમાં ઘણા સક્રિય જ્વાળામુખીઓમાંથી એક છે

 રૂવાટા ઉભા કરતો VIDEO: ફાટ્યો 5000 ફૂટ ઉંચો જ્વાળામુખી, વિસ્ફોટ પછી સર્જાયું ભયાનક દ્રશ્ય

નવી દિલ્હી: ઇક્વાડોરની ભૂભૌતિકીય સંસ્થાન અનુસાર ગેલાપાગોસ દ્વીપ સમૂહના સૌથી ઉંચા પર્વતમાં શુક્રવારે મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં પ્રશાંત મહાસાગરની ઉપર રાખના વાદળ જોવા મળ્યા હતા. જ્વાળામુખીમાંથી લાવા બહાર નીકળતો જોવા મળ્યો હતો. સંસ્થાનને જણાવ્યું કે વોલ્ફ જ્વાળામુખીમાંથી ગેસ અને રાખના ગોટેગોટા સ્થાનિક સમયાનુસાર બુધવારે મધ્યરાત્રિ પહેલા શરૂ થયેલા વિસ્ફોટ પછી સમુદ્ધ કિનારાથી 3793 મીટર (12,444 ફૂટ) સુધી ફેલાયા હતા.

ઈસાબેલા દ્વીપની વિપરીત દિશામાં વસવાટ કરતા એરિયામાં તાત્કાલિક કોઈ ખતરો જણાયો નહોતો. આ વિસ્તાર ગૈલાપાગોસ શ્રેણીમાં સૌથી મોટો છે. 1,701 મીટર (5580 ફૂટ) ઉંચો જ્વાળામુખી ગૈલાપાગોસમાં ઘણા સક્રિય જ્વાળામુખીઓમાંથી એક છે, જે મુખ્ય ભૂમિ દક્ષિણ અમેરિતાથી લગભગ 1000 કિલોમીટર દૂર છે. દૂરથી લેવામાં આવેલી અને સરકાર દ્વારા પ્રસારિત ફોટોમાં પ્રથમ પ્રહોરના અંધારામાં ચમકત લાવા જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે જ્વાળામુખી છેલ્લે 2015માં ફાટ્યો હતો.

— Bloomberg Quicktake (@Quicktake) January 7, 2022

જ્યારે જાવામાં દિવસમાં રાત જેવો અંધારું થયું
અગાઉ ડિસેમ્બર 2020માં ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર સેમેરુ જ્વાળામુખી ફાટી નીકળ્યા પછી લોકોને આ વિસ્તારમાંથી ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 41 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટના થોડા દિવસો પહેલા જ્વાળામુખીમાંથી રાખ અને ધુમાડો નીકળી રહ્યો હતો. જ્વાળામુખીમાંથી નીકળતી રાખ અને ધૂળનું સ્તર એટલું જાડું હતું કે સમગ્ર જાવા ટાપુ દિવસે જ રાત જેવો દેખાતો હતો. આ વિસ્તારમાં કાર્યરત એરલાઈન્સે પણ પાઈલટોને સાવચેત રહેવા સૂચનાઓ આપી હતી.

સેમેરબમાં એક વર્ષમાં બે વિસ્ફોટ
સેમેરુ ઇન્ડોનેશિયાના 130 સક્રિય જ્વાળામુખીમાંથી એક છે અને તે સૌથી ગીચ વસ્તીવાળા પ્રાંતોમાંથી એકમાં સ્થિત છે. તેમાં 2021 માં બે વિસ્ફોટ થયા હતા. ડિસેમ્બર પહેલા વિસ્ફોટ 1 જાન્યુઆરીએ થયો હતો, જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ડિસેમ્બરમાં જ્વાળામુખી ફાટવાને કારણે આકાશમાંથી રાખ, કાદવ અને પથ્થરોનો વરસાદ થયો હતો. જેના કારણે પ્રોનોજીવો અને કેન્ડીપુરોના બે મુખ્ય ગામોને જોડતો પુલ તૂટી પડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news