Watch: પુત્રીને સરપ્રાઇઝ આપવા ભારતથી કેનેડા પહોંચ્યા પિતા, વિડીયો જોઇ ઇમોશન ઇન્ટરનેટ

Viral Video: આ વીડિયોમાં જોઈ શકાય છે કે પિતા ચુપચાપ તેની દીકરી જ્યાં કામ કરે છે તે દુકાનમાં પ્રવેશ કરે છે, તેમને જોઈને ખુશીથી અભિભૂત થઇને ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગે છે અને પોતાનો ચહેરો છુપાવી લે છે. 

Watch: પુત્રીને સરપ્રાઇઝ આપવા ભારતથી કેનેડા પહોંચ્યા પિતા, વિડીયો જોઇ ઇમોશન ઇન્ટરનેટ

Canada News: કેનેડામાં રહેતી એક ભારતીય યુવતીની ખુશીનો કોઈ પાર ન રહ્યો જ્યારે તેને અચાનક તેના પિતા તેની સામે મળી ગયા. હ્રદય સ્પર્શી આ ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શ્રુત્વા દેસાઈએ ઈન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે, જેમાં તેના પિતાએ તેના ગ્રેજ્યુએશન પહેલા તેને સરપ્રાઇઝ આપવા માટે આ અદ્ભુત કામ કર્યું છે. તેમણે જણાવ્યું કે તેના પિતા તેની સાથે થોડો સમય વિતાવવા માટે ભારતથી કેનેડા ગયા હતા.

દેસાઈએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, 'મારા પપ્પાએ જ્યારે ભારતથી કેનેડા પહોંચી મને આશ્વર્યચકિત કરી દીધી તો મારું હદય ઝડપથી ધબકવા લાગ્યું! આ બધુ અવિશ્વનીય ક્ષણ હતી જેને હું હંમેશા યાદ રાખીશ. જ્યારે મારા પિતા દરવાજામાંથી આવ્યા, ત્યારે હું સંપૂર્ણપણે ચોંકી ગઇ અને લાગણીથી અભિભૂત થઇ ગઇ. મને વિશ્વાસ ન્હોતો થઇ રહ્યો કે તેમણે મને જોવા માટે આટલી મુસાફરી કરી હતી! આવા અવિશ્વનીય પિતા પામીને હું પોતાને ભાગ્યશાળી અનુભવું છું. હું તમને ખૂબ પ્રેમ કરું છું પપ્પા.' 

આ ઈમોશનલ વિડીયોમાં જોઈ શકાય છે કે પિતા ચૂપચાપ તેની પુત્રી જ્યાં કામ કરે છે તે દુકાનમાં પ્રવેશ કરે છે, તેમને જોઈને પુત્રી ખુશીથી અભિભૂત થઇને, ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગે છે અને પોતાનો ચહેરો સંતાડી લે છે.

જલદી જ લોન્ચ થશે વિજળી ઉત્પન્ન કરતી કાર, કમાણી કરાવશે, ખર્ચ લિટરે 15 રૂપિયા
અહીં બની રહી છે ભારતની પ્રથમ અંડરવોટર રેલરોડ, 6 કલાકની મુસાફરી 40 મિનિટમાં
જો વધુ પડતું તેલવાળું જમી લીધું હોય તો અજમાવો આ રીત, મળશે મોટી રાહત

ચાણક્ય નીતિ: આ ચાર કામ બરબાદ કરી દેશે તમારું જીવન, નહી મળે ક્યારેય સફળતા
શું તમારું પેટ પણ માટલા માફક ફૂલી ગયું છે? તો અજમાવો આ ઘરેલું ઉપાય, ઓગળી જશે ચરબી

દેસાઈએ આ મહિનાની શરૂઆતમાં ઈન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કર્યો હતો અને ત્યારથી આ વિડિયોને 1.6 મિલિયનથી વધુ વ્યૂઝ અને 202,268થી વધુ લાઈક્સ મળી છે. ઈન્ટરનેટ યૂઝર્સે તેમની પ્રતિક્રિયાઓથી કોમેન્ટ સેક્શન ભરી દીધું. આ વીડિયો તેમણે પોતાના યુટ્યુબ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે.

એક યુઝરે લખ્યું, 'કેટલો અવિશ્વસનીય વીડિયો છે. હું રડવા લાગ્યો; મારા આંસુ કાબુમાં ન રહી શક્યા. એવું લાગ્યું કે અહીં હું પિતા છું અને તે મારી પુત્રી છે. ભગવાન તમને બંનેને હંમેશા સ્વસ્થ અને ખુશ રાખે.’ અન્ય એક યુઝરે લખ્યું, 'મેં મારા જીવનમાં આનાથી વધુ સુંદર કંઈ જોયું નથી.'

પાણીપુરી ખાનારાઓ અવશ્ય જોજો આ Video, જીંદગીમાં પાણીપુરી ખાવાનું મન નહી થાય
જાણકારી વિના નંગ ધારણ કરશો તો ઉલમાંથી ચૂલમાં પડશો, શુભને બદલે મળશે અશુભ પરિણામ
બંગાળની ખાડીનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું, 5 દિવસ બાદ મેઘરાજા ભુક્કા બોલાવશે
ફોન પર એક મહિલાનું નોટિફિકેશન અને દુનિયા બદલાઇ ગઇ, ભાંડો ફૂટ્યા પછી જે થયું...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news