Wastes of Food: કેમ દુનિયામાં દસ્તક દઈ રહી છે ભૂખમરાની દહેશત? જાણો માથાદીઠ એક વ્યક્તિ વર્ષે કેટલાં કિલો ખોરાકનો કરે છે બગાડ

દુનિયાના તમામ દેશોમાં જ્યાં ભૂખમરો તેની ચરમ સીમાએ છે. લોકોને બે ટંક ખાવાનું પણ મળતું નથી. અનેક પરિવાર એવા છે, જેમને ભૂખ્યા સૂવાનો વારો આવે છે. તો કેટલાંક પરિવાર એવા છે, જેમને પોતાનું પેટ ભરવા માટે આખો દિવસ રઝળપાટ કરવી પડે છે, ભીખ માગવી પડે છે. તમારા એક સંકલ્પથી અનેક લોકોની રોજ દિવાળી થઈ શકે છે. 

Wastes of Food: કેમ દુનિયામાં દસ્તક દઈ રહી છે ભૂખમરાની દહેશત? જાણો માથાદીઠ એક વ્યક્તિ વર્ષે કેટલાં કિલો ખોરાકનો કરે છે બગાડ

જયેશ જોશી, અમદાવાદઃ ભૂખ્યાને ભોજન આપવું તે ભારતીય સંસ્કૃતિનો નિયમ છે. પરંતુ લોકોને ભોજન માટે કેમ ભીખ માગવી પડે છે, અથવા તો કેમ ભૂખથી ટળવળવું પડે છે. તેમણે આ અહેવાલ ચોક્કસ વાંચવો જોઈએ. કેમ કે તહેવારો અને પ્રસંગોની ઉજવણીમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે તેમાં થતાં બગાડથી અનેક લોકોના દિવસો અન્નથી ભરાઈ શકે છે. હવે તમને એમ થતું હશે કે આ કેવી વાત કરી રહ્યા છે. પરંતુ આ હકીકત છે.
 

દુનિયાના તમામ દેશોમાં આજે ભૂખમરો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. તો બીજીબાજુ સુવિધાથી સંપન્ન લોકો અનેક કિલો ભોજન બર્બાદ કરી નાંખે છે. આ કોઈ ઉપજાવેલી વાત નથી. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રજૂ કરવામાં આવેલા ફૂડ વેસ્ટ ઈન્ડેક્સ રિપોર્ટ 2021માં સામે આવ્યું છે. આ રિપોર્ટ પ્રમાણે આખી દુનિયામાં લગભગ 931 મિલિયન ટન ભોજન કચરાના ડબ્બામાં જાય છે. વર્ષ 2019માં ગ્રાહકોને આપવામાં આવેલ કુલ ભોજનના 17 ટકા ઘરમાં, હોલસેલ વેપારીઓ, રેસ્ટોરાં અને અન્ય ખાદ્ય સેવાઓ દ્વારા કચરાના ડબ્બામાં જતું રહ્યુ. ભારતીયો પણ તેમાં પાછળ નથી. 

ભૂખ્યાને ભોજન નહીં, કચરામાં હજારો ટન ભોજન: 
ગુરુવારે જાહેર કરવામાં આવેલ UNEPના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2019-20માં ભારતના વેસ્ટેજ ફૂડનું કુલ વજન તલ, શેરડી અને બાગ-બગીચાના ઉત્પાદન બરાબર થાય છે. ભારતમાં જ્યાં લાખો લોકો પોતાના જીવન-નિર્વાહ માટે આખો દિવસ કાળી મજૂરી કરે છે. તેમ છતાં અહીંયા હજારો ટન ભોજન દર વર્ષે બર્બાદ થાય છે. વિશેષજ્ઞોએ આ ગંભીર વિરોધાભાસમાંથી બહાર નીકળવાનો ઉપાય આપવો જોઈએ. આપણે સરકાર અને એનજીઓની મદદથી આ વિષય પર જાગૃતતા અભિયાન ચલાવવાની જરૂર છે.

દુનિયામાં 74 કિલોગ્રામ ભોજન બર્બાદ થાય છે: 
રિપોર્ટ પ્રમાણે આખી દુનિયામાં લગભગ વાર્ષિક દરેક વ્યકિત દ્વારા 74 કિલોગ્રામ ભોજનનો બગાડ થાય છે. આ દેશોમાં અફઘાનિસ્તાનમાં 82 કિલોગ્રામ દર વર્ષે અને નેપાળમાં 79, શ્રીલંકામાં 76, પાકિસ્તાનમાં 74 અને બાંગ્લાદેશમાં 65 કિલોગ્રામ પ્રતિ વ્યક્તિ દર વર્ષે ભોજનનો બગાડ થાય છે. પ્રતિ વ્યક્તિ ખોરાકનો બગાડ હકીકતમાં દક્ષિણ એશિયાઈ અને મોટાભાગે યૂરોપીય, ઉત્તરી અમેરિકાના દેશોની સરખામણીમાં પશ્વિમ એશિયાઈ અને ઉપ-સહારા આફ્રિકાના દેશોમાં વધારે છે. 

Women’s Day 2021: ભારતની એવી નારી શક્તિ જેમના કાર્યોની નોંધ આખી દુનિયાએ લીધી

2019માં 690 મિલિયન લોકો ભૂખી ટળવળતા રહ્યા: 
રિપોર્ટમાં ખોરાક અને કૃષિ સંગઠન યૂએન (એફએઓ) નો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે કે એવું અનુમાન છે કે 2019માં આખી દુનિયામાં 690 મિલિયન લોકો ભૂખથી ટળવળતા રહ્યા. આ વખતે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 દરમિયાન અને પછીથી તે આંકડામાં ઝડપથી વધારો થવાની આશા હતી. 

Women's Day Special: ભારતની આ 'મર્દાની' જેમના કારનામાથી થરથર ધ્રુજે છે ખુંખાર આરોપીઓ...

ખોરાકનો બગાડ થતો અટકાવવો જોઈએ:  
આ રિપોર્ટનો સંદેશ સ્પષ્ટ છે કે લોકોના ઘરે ખાવાના બગાડને ઓછી કરવાની જરૂરિયાત છે. કેમ કે આખી દુનિયામાં 3 અરબ લોકોની સામે સ્વસ્થ આહારનું સંકટ છે. રિપોર્ટમાં નવા વૈશ્વિક માપદંડોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખોરાકનો બગાડ માત્ર સમૃદ્ધ દેશો પૂરતો જ મર્યાદિત નથી.  

ગુજરાતની આ મહિલા સ્ટાર Singers એ આખી દુનિયમાં વગાડ્યો ડંકો

કેવી રીતે લોકોની ભૂખ ઓછી થશે: 
તમને જણાવી દઈએ કે વૈશ્વિક ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન 8થી 10 ટકા એવા ભોજન સાથે જોડાયેલું હોય છે જેનું સેવન કરવામાં આવતું નથી. રિપોર્ટ રજૂ કર્યા પછી યૂએનઈપીના કાર્યકારી ડાયરેક્ટર ઈન્ગર એન્ડરસને કહ્યું કે ખોરાકના બગાડને ઓછો કરવાથી જીએચજી ઉત્સર્જનમાં ઘટાડો થશે. ભૂમિ રૂપાંતરણ અને પ્રદૂષણના માધ્યમથી પ્રકૃતિનો વિનાશ ધીમો થશે. ભોજનની આવશક્યતા વધશે અને આ રીતે ભૂખ ઓછી થશે અને વૈશ્વિક મંદીના સમયે પૈસાની બચત થશે. માર્ક્સ શાસન, WRAPના સીઈઓએ કહ્યું કે જો આપણે વૈશ્વિક સ્તરે ખોરાકના બગાડને અટકાવવાનું કામ નહીં કરીએ તો આપણે નવ વર્ષમાં લક્ષ્ય 12.3ને પ્રાપ્ત નહીં કરી શકીએ. આ સરકાર, આંતરરાષ્ટ્રીય સંગઠનો, વ્યવસાયો અને સોશિયલ એનજીઓ માટે એક પ્રાથમિકતા હોવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news