Viral Video: સ્ટ્રોબેરીને માઈક્રોસ્કોપમાં જોયા બાદ જે જોવા મળ્યું....વીડિયો જોઈને ધ્રુજી જશો તમે, હિંમત હોય તો જ જોજો

Watch Viral Video: હાલમાં જ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોયા બાદ લોકો વિચારે છે કે શું ખરેખર સ્ટ્રોબેરી ખાવી એ ફાયદાકારક છે કે શું? 

Viral Video: સ્ટ્રોબેરીને માઈક્રોસ્કોપમાં જોયા બાદ જે જોવા મળ્યું....વીડિયો જોઈને ધ્રુજી જશો તમે, હિંમત હોય તો જ જોજો

સ્ટ્રોબેરી એક એવું ફળ છે જે મોટાભાગે બધાને ભાવતું હોય છે. સ્ટ્રોબેરીના જામ અને અન્ય વસ્તુઓ પણ લોકોને ભાવતી છે. ટૂંકમાં સ્ટ્રોબેરી એક એવું ફળ છે જે ખુબ ખવાય છે. પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોયા બાદ લોકો વિચારે છે કે શું ખરેખર સ્ટ્રોબેરી ખાવી એ ફાયદાકારક છે કે શું? સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે જેમાં માઈક્રોસ્કોપની નીચે રાખેલી સ્ટ્રોબેરીમાં નાના નાના કીડા જોવા મળી રહ્યા છે. 

આ વીડિયો ક્લિપ ફ્રેડ ડિબાઈસે એક્સ પર શેર કરી હતી. વીડિયોની શરૂઆત માઈક્રોસ્કોપ દ્વારા સ્ટ્રોબેરીની તપાસથી થાય છે. ત્યારબાદ ક્લોઝ અપમાં ફળની ઉપર નાના નાના કીડા સળવળતા જોવા મળે છે. તેમાં ફળની અંદરથી પણ કેટલાક કીડા નીકળતા જોવા મળે છે. ક્લિપની કેપ્શનમાં લખ્યું છે કે 'આવો દૂરબીન નીચે એક સ્ટ્રોબેરી જુઓ'. વીડિયો શેર કરાયા બાદથી તેને માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર 10 મિલિયનથી પણ વધુ વાર જોવાયો છે. જ્યારે 14000થી વધુ વખત શેર થયો છે.

એક યૂઝરે લખ્યું કે એ બધા જાણે છે કે સ્ટ્રોબેરીમાં કીડા હોય છે. તેને સરકા કે બેકિંગ સોડા કે મીઠા સાથે પાણીમાં 20થી વધુ મિનિટ માટે પલાળો. બીજાએ લખ્યું કે ફળોના કીડામાં પ્રોટીન હોય છે. ત્રીજાએ તો વળી લખ્યું કે મે અનેક કીડા ખાધા છે.....ચોથાએ લખ્યું કે હે ભગવાન હું ક્યારેય ફળ ધોયા વગર નહીં ખાઉ.

જુઓ Video...

Must Watch👇🏽👇🏽 pic.twitter.com/GRcekqbH0v

— 𝗙𝗿𝗲𝗱 𝗗𝗶𝗕𝗶𝗮𝘀𝗲 ① (@FredDiBiase247) April 1, 2024

ન્યૂયોર્ક પોસ્ટના જણાવ્યાં મુજબ આવો જ એક પ્રકારનો વીડિયો 2023માં પણ સોશિયલ મીડિયામાં શેર કરાયો હતો. ક્લિપના કેપ્શનમાં લખ્યું હતું કે શું આજે તમારો દિવસ સારો પસાર થઈ રહ્યો છે? માઈક્રોસ્કોપની નીચે સ્ટ્રોબેરીનો આ વીડિયો પોસ્ટ કરીને તમારો દિવસ બરબાદ કરવા બદલ ખેદ છે. જેને પ્લેટફોર્મ પર 2.9 મિલિયન વખત જોવાયો હતો. એક ભયાનક સાઉન્ડટ્રેક પર સેટ કરાયેલા વીડિયોમાં એક વૈજ્ઞાનિકને સ્ટ્રોબેરીના ટુકડા કરતા અને માઈક્રોસ્કોપ નીચે તેનું નીરિક્ષણ કરતા દેખાડવામાં આવ્યા છે. ત્યારબાદ કેમેરા એક દ્રશ્ય પર સ્વિચ થાય છે. જેની સપાટી પર નાના નાના બહુરંગી ધૂન જેવા જીવડા સળવળતા જોવા મળે છે. 

I'm sorry for ruining it by posting this video of a strawberry under a microscope. pic.twitter.com/xQKSG04OYK

— QENNY is really like that (@AKBrews) March 28, 2023

આઉટલેટ મુજબ સ્ટ્રોબેરી કોલોનાઈઝર વાસ્તવમાં એક ધબ્બા અને પંખવાળી ડ્રોસોફિલા છે. એક ખુબ જ નાની આક્રમળ ફળ માખી જે સ્ટ્રોબેરી અને અન્ય જાંબુની ત્વચા નીચે પોતાના ઈંડા આપવાનું પસંદ કરે છે. તે લાર્વા બની જાય છે અને ડરામણા, સળવળતા પિનાટાની જેમ ત્વચાની બહાર જોવા મળે છે. 

આયોવાની કીટ વૈજ્ઞાનિક ડોન લુઈસના જણાવ્યાં મુજબ લાર્વા એક ઈંચનો પચાસમો હિસ્સો હશે. એટલે સુધી કે નરે આંખે દેખાય પણ નહીં. તેમના જણાવ્યાં મુજબ દુકાનોમાં મળતા ફળો પણ હોવાની શક્યતા નથી કારણ કે રેફ્રીજરેશન તેમને મારી નાખે છે. ફ્લોરિડા યુનિવર્સિટીના કીટ વૈજ્ઞાનિક શ્રીયંકા લાહિડીએ 2020માં યુએસએ ટુડેને જણાવ્યું હતું કે સૌથી ખાસ વાત તો એ કે એ વાતનો પુરાવો નથી કે આ નાનકડા જીવોને ખાવા એ ખતરનાક છે. વાસ્તવિકતા એ છે કે મોટાભાગના ફળો, સ્ટોરેજ કરાયેલા  અનાજમાં કઈક હદ સુધી કીડાનું સંક્રમણ હોય છે જેનાથી છૂટકારો મેળવવો અશક્ય છે. 

 (Disclaimer: આ એક વાયરલ વીડિયો છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news