ભાગેડુ માલ્યાને સતાવી રહ્યો છે 'આ' મોટો ડર, કહ્યું- 'હું તો 1992થી બ્રિટનનો રહેવાસી'

માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું કે ભારતમાં મારી ઈમેજ એક પોસ્ટર બોય તરીકેની બનાવી દીધી છે. આ વાતની પુષ્ટિ પીએમ મોદી પોતે કરી ચૂક્યા છે. મેં પીએમ મોદીના હાલના ઈન્ટરવ્યુને જોયો.

ભાગેડુ માલ્યાને સતાવી રહ્યો છે 'આ' મોટો ડર, કહ્યું- 'હું તો 1992થી બ્રિટનનો રહેવાસી'

નવી દિલ્હી:  ભાગેડુ વિજ્ય માલ્યાને હવે જેલ જવાનો ડર સતાવી રહ્યો હોય તેવું લાગે છે. શની બેંકોના પૈસા ચાઉ કરીને બ્રિટન ભાગી ગયેલા ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ભારત લાવવા માટે ભારતીય તપાસ એજન્સીઓ પૂરેપૂરી કોશિશ કરી રહી છે. બહુ જલદી તેમને સફળતા પણ મળી છે. માલ્યાને હવે એવું લાગે છે કે તેને જલદી ભારત લઈ જવામાં આવશે. રવિવારે સવાર સવારમાં તેણે ઉપરા ઉપરી બે ટ્વિટ કરીને પોતાની વાત રજુ કરી. તેણે કહ્યું કે હું 1992થી ઈંગ્લેન્ડનો રહીશ છું. આ તથ્યને અવગણવામાં આવી રહ્યું છે અને મને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. 

— Vijay Mallya (@TheVijayMallya) March 31, 2019

માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું કે ભારતમાં મારી ઈમેજ એક પોસ્ટર બોય તરીકેની બનાવી દીધી છે. આ વાતની પુષ્ટિ પીએમ મોદી પોતે કરી ચૂક્યા છે. મેં પીએમ મોદીના હાલના ઈન્ટરવ્યુને જોયો. તે ઈન્ટરવ્યુમાં પીએમ મોદી મારું નામ લઈને કહી રહ્યાં હતાં કે બેંકોનું મારા ઉપર 9000 કરોડ રૂપિયાનું કરજ છે. પરંતુ સરકારે તેમની 14000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. અર્થ સ્પષ્ટ છે કે મેં જેટલી લોન લીધી હતી તેની રિકવરી થઈ ચૂકી છે. રિકવરી થવા છતાં ભાજપના પ્રવક્તા પોતાનો રાગ આલાપે છે અને મને ભાગેડુ ગણાવે છે. 

— Vijay Mallya (@TheVijayMallya) March 31, 2019

ગત દિવસોમાં માલ્યાના શેર વેચીને ઈડીએ 1008 કરોડ રૂપિયા ભેગા કર્યાં હતાં. માલ્યાના યુનાઈટેડ બ્રુઅરીઝ હોલ્ડિંગ્સ લિમિટેડ (યુબીએચએલ)ના શેરોના વેચાણથી આ પૈસા આવ્યાં હતાં. આ શેરોનું વેચાણ ડીઆરટી દ્વારા થયું હતું. 

મની લોન્ડરિંગ મામલે તપાસ એજન્સીઓએ માલ્યાના શેરો જપ્ત કર્યા હતાં. આ શેર યસ બેંક પાસે પડ્યા હતાં. કર્ણાટક હાઈકોર્ટના આદેશ પર ડીઆરટીએ આ કાર્યવાહી કરી હતી. 

— Vijay Mallya (@TheVijayMallya) March 27, 2019

આ  કાર્યવાહી બાદ પણ માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે બેંકોએ કરજની મોટી રકમ રિકવર કરી લીધી છે આમ છતાં મને ભાગેડુ જાહેર કરી દેવાયો છે. જે રીતે રિકવરી થઈ રહી છે તે વાત તો મેં સેટલમેન્ટ પ્રપોઝલમાં પણ નાખી હતી. પરંતુ અહીં બધુ મનમાની રીતે થાય છે અને મારી સાથે પણ એવો જ વ્યવહાર થઈ રહ્યો છે. 

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news