તમારા ખાતામાં 35 હજાર રૂપિયા છે તો પહોંચી જાઓ આ દેશમાં, પગ મૂકતાં જ બની જશો કરોડપતિ!

જો તમારા બેંક ખાતામાં 35 હજાર રૂપિયા છે તો અમે તમને એક એવા દેશ વિશે જણાવીએ જ્યાં જતાં જ તમે કરોડપતિ બની જશો. મતલબ કે આટલા પૈસાવાળા ભારતમાં તમે ગરીબ કહેવાશો તો પણ આ દેશમાં તમે અમીર બની જશો.

તમારા ખાતામાં 35 હજાર રૂપિયા છે તો પહોંચી જાઓ આ દેશમાં, પગ મૂકતાં જ બની જશો કરોડપતિ!

નવી દિલ્હીઃ વિશ્વના દરેક દેશનું પોતાનું ચલણ છે. તેનો ઉપયોગ કરીને, લોકો તેમની જરૂરિયાતની તમામ વસ્તુઓ ખરીદી શકે છે. લોકો તેમનું જીવન કેવી રીતે પસાર કરશે તે તેમની કમાણી પર આધારિત છે. દરેક દેશનું ચલણ અલગ-અલગ હોય છે. ભારતમાં સામાન ખરીદવા માટે રૂપિયાનો ઉપયોગ થાય છે. તેવી જ રીતે અમેરિકામાં ડોલર પ્રચલિત છે અને યુકેમાં યુરો પ્રચલિત છે. વિશ્વના વિવિધ દેશોમાં વિવિધ ચલણનો ઉપયોગ થાય છે. આ સાથે ભારતના એક રૂપિયાની કિંમત પણ દરેક દેશમાં બદલાતી રહે છે.

જો અમેરિકાની વાત કરીએ તો ત્યાં એક રૂપિયાની કિંમત ઘણી ઓછી છે. પરંતુ દુનિયામાં કેટલાક એવા દેશ છે જ્યાં તમારા એક રૂપિયાની કિંમત ઘણી વધારે છે. આવા દેશોમાં, તમે રૂપિયાને બદલે તેમના ચલણમાં રૂપાંતરિત કરીને ઘણી વધારે રકમ મેળવી શકો છો. આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં જઈને ભારતનો કોઈપણ મધ્યમ વર્ગનો માણસ કરોડપતિ બની શકે છે.

આ દેશે અમેરિકાને હરાવ્યું છે
વિયેતનામ જવા માટે ભારતથી સીધી ફ્લાઈટ દ્વારા ચાર કલાક લાગે છે. આજે ઘણા ભારતીયો વેકેશન માટે આ દેશમાં જાય છે. ત્યાંના સ્થાનિક લોકોના સંબંધો ભારત સાથે ઘણા સારા છે. તમને જણાવી દઈએ કે વિયેતનામ અમેરિકા સાથે યુદ્ધ જીતીને ચર્ચામાં આવ્યું હતું. 1975 સુધી ચાલેલા યુદ્ધમાં વિયેતનામ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના લગભગ 58 હજાર સૈનિકોને મારીને જીતી ગયું હતું. જો વિયેતનામની વિશેષતાની વાત કરીએ તો આ દેશ વિશ્વમાં કોફી ઉત્પાદક દેશોની યાદીમાં બીજા નંબરે આવે છે. બ્રાઝિલ નંબર વન પર છે.

સૌને ખબર છે કે થાઈલેન્ડની રંગીન ગલીઓ અને નાઈટલાઈફ ભારતીય પુરુષોને આકર્ષે છે. ત્યારે હવે થાઈલેન્ડ જેવી જ લાઈફ હવે વિયેતનામ દેશમાં પણ જોવા મળી રહી છે. નવા વર્ષની પાર્ટી માટે પણ થાઈલેન્ડ કરતા વિયેતનામ વધુ ફેમસ બન્યું છે. સસ્તામાં રંગીન ગલીઓ જોવા મળે તો કોણ વિયેતનામ ન જાય. નવા વર્ષની પાર્ટી માટે થાઈલેન્ડ કરતા વિયેતનામનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. હાલ ડિસેમ્બરમાં મુસાફરી કરવા માટે હવે સારો સમય છે. તમે જ્યારે ઈચ્છો ત્યારે વિયેતનામ જઈ શકો છો, તમારે વર્ષના કોઈ ચોક્કસ સમયની રાહ જોવાની જરૂર નથી. પરંતુ ઘણા લોકો ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ત્યાં જવાનું પસંદ કરે છે. કારણ કે તેઓ ત્યાં નવું વર્ષ ઉજવે છે. વિયેતનામમાં નવા વર્ષની ઉજવણી અન્ય દેશો કરતાં પણ સસ્તી છે. એટલુ જ નહિ, અહી થાઈલેન્ડ બેંગકોક જેવી રંગીન ગલીઓ, રંગીન માહોલ પણ જોવા મળે છે. જ્યાં દારુની રેલમછેલ થાય છે. સાથે જ અહી દારૂ પણ થાઈલેન્ડ કરતા સસ્તો પડશે. 

એક રૂપિયાની સામે કિંમત 291
આ સુંદર દેશમાં ભારતીય કરન્સીની બોલબાલા છે. કારણ કે, ભારતનો એક રૂપિયો એટલે અહીંના 291 રૂપિયા. અહીં એક ભારતીય રૂપિયાની કિંમત 291 વિયેતનામી ડોંગ્સ છે. વિયેતનામ ખુબ જ શાંત અને સુંદર દેશ છે. જ્યાં ભારતીય ટુરિસ્ટ મોટી સંખ્યામાં પહોંચે છે. ભારતીયોને મનગમતું સ્થળ  છે. તમે સરળતાથી અહીં એક લાખની અંદર અંદર ફરીને આવી શકો છો. જાણો ક્યાં ક્યાં ફરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news