VIDEO: પીએમ મોદીએ સિંગાપુરમાં 'RuPay'થી કર્યું શોપિંગ, પેન્ટિંગ ખરીદી

ભારત દુનિયાનો ચોથો એવો દેશ છે જેની પાસે આ સુવિધા છે. આ અગાઉ ફક્ત અમેરિકા, જાપાન અને ચીન પાસે જ પોતાનું પેમેન્ટ ગેટવે હતું.

VIDEO: પીએમ મોદીએ સિંગાપુરમાં 'RuPay'થી કર્યું શોપિંગ, પેન્ટિંગ ખરીદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ પૂર્વ એશિયાના પોતાના પ્રવાસના અંતિમ ચરણમાં સિંગાપુર પહોંચ્યાં હતાં. ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે હવે સિંગાપુરમાં પણ રૂપેથી પેમેન્ટ કરી શકાશે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં શોપિંગ કર્યું અને રૂપેથી કિંમત ચૂકવી. સિંગાપુરમાં તેઓ ઈન્ડિયન હેરિટેજ સેન્ટરમાં પહોંચ્યાં. અહીં તેમણે 'RuPay' કાર્ડથી એક પેઈન્ટિંગ ખરીદ્યું.

ડિજિટલ ઈન્ડિયાની એન્ટ્રીથી હવે ભારતના 'RuPay'નો ઉપયોગ સિંગાપુરની ધરતી ઉપર પણ કરી શકાશે. એટલે કે ભારતીય નાગરિકો સિંગાપુરમાં પણ તેના દ્વારા કિંમત ચૂકવી શકશે. નોટબંધી બાદ હવે દેશમાં ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લેવામાં આવ્યાં હતાં. 'RuPay' નો ઉપયોગ આ જ સંલગ્ન એક પગલું હતું.

'RuPay' ભારતનું પેમેન્ટ ગેટવે એટલે કે ડેબિટ કાર્ડ છે. દુનિયામાં જેમ વીઝા, માસ્ટર કાર્ડ વગેરે પેમેન્ટ માટે ઉપયોગમાં લેવાય છે તેજ રીતે 'RuPay' પણ ડેબિટ કાર્ડ તરીકે ઉપયોગમાં લેવાય છે. ભારત દુનિયાનો ચોથો એવો દેશ છે જેની પાસે આ સુવિધા છે. આ અગાઉ ફક્ત અમેરિકા, જાપાન અને ચીન પાસે જ પોતાનું પેમેન્ટ ગેટવે હતું.

— ANI (@ANI) June 2, 2018

ભારત અને સિંગાપુરના લોકોને આ ફાયદા થશે
'RuPay' ઉપરાંત સિંગાપુરમાં ભીમ અને એસબીઆઈ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને વૈશ્વક સ્તર પર લઈ જવાનો છે.

'RuPay'ને સિંગાપુરના 33 વર્ષ જૂના પેમેન્ટ સિસ્ટમ NETS સાથે જોડવામાં આવ્યું છે. ભારતીય સમુદાયના લોકો બંને દેશોમાં ડિજિટલ પેમેન્ટ સમયે તેનો ઉપયોગ કરી શકશે.

આ ભાગીદારીથી સિંગાપુરના લોકોને પણ ખુબ સરળતા રહેશે. ત્યાંના લોકો પણ ભારતમાં પેમેન્ટ માટે ત્યાંની પેમેન્ટ સિસ્ટમ NETSનો ઉપયોગ કરી શકશે. ભારતીય સ્ટેટ બેંકની વાત કરીએ તો તેની સિંગાપુરમાં 6 બ્રાન્ચ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news