વિમાન ખેંચી રહ્યું છે હરણનું ઝૂંડ : સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો, જાણો શું છે હકીકત..?

Emirates Airlines Viral Video: ક્રિસમસ સેલિબ્રેશનના અવસર પર અમીરાત એરલાઇન્સે તેનો એકદમ અનોખો અને રસપ્રદ વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક હરણ મળીને એક પ્લેનને લઇને આકાશમાં ઉડતા જોવા મળી રહ્યા છે. વીડિયોને ખૂબ જોવામાં આવ્યો અને શેર કરવામાં આવી રહ્યો છે. 

વિમાન ખેંચી રહ્યું છે હરણનું ઝૂંડ : સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો, જાણો શું છે હકીકત..?

Emirates Airlines Christmas Video: દુનિયાભરમાં ક્રિસમસના તહેવારની ઉજવણી જોરશોરથી થઇ રહી છે. અલગ રંગો સાથે અલગ પ્રકારની ઉજવણી લોકોનું આકર્ષણ બની રહી છે ત્યારે હાલ સોશિયલ મીડિયા પર અમીરાત એરલાઇન્સનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જે મોટી સંખ્યામાં યૂઝર્સને પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, હરણનું ઝૂંડ દોરડાની મદદથી વિમાન ખેંચી રહ્યું છે, એટલું જ નહીં ધીમે ધીમે વિમાન ટેકઓફ પણ થાય છે. આ વીડિયો જોઇ કેટલાક લોકો ખુશ થઇ રહ્યા છે તો કેટલાક લોકોના મનમાં પ્રશ્ન છે કે, આવું ખરેખર શક્ય છે.?

તો વીડિયોની હકિકત તમને જણાવીએ તો, આ વીડિયો VFXની મદદથી બનવવામાં આવ્યો છે. જે રીતે આ વીડિયોને પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે તે રીતે ભલભલ લોકો પહેલી જ નજરમાં વિચારમાં પડી જાય. જો કે, હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યો છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Emirates (@emirates)

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ પર આ વીડિયો અમીરાત એરલાઇન્સે પોતાના ઓફિશિયલ પેજ પર શેર કર્યો છે, જેમાં રનવે પર 'હરણ' ને એક વિમાનને આકાશમાં લઇ જતાં બતાવવામાં આવ્યા છે. વીડિયોને શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે, 'કેપ્ટન ક્લોઝ, ટેક-ઓફની અનુમતિ માટે અનુરોધ કરી રહ્યો છું. અમીરાત તરફથી મેરી ક્રિસમસ. વીડિયોમાં એરલાઇન્સનું એક વિમાન જોવા મળી રહ્યું છે. જેના પર ઉપર સાંતાની ટોપી લગાવેલી જોવા મળે છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે, વિમાનમાં આગળ દોરી બાંધેલી છે, જેને કેટલાક હરણ મળીને ખેંચતા જોવા મળી રહ્યા છે. 

વીડિયો જોઇને લાગી રહ્યું છે કે જાણે વિમાનને હરણ ઉડાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે., જેને અત્યાર સુધી પાંચ લાખથી વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે. વીડિયોને ખૂબ જોવામાં આવ્યો અને શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોને જોઇ ચૂકેલા યૂઝર્સ તેના પર વિવિધ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે 'તેની ખાસ વાત એ છે કે બધા હરણ જેમ જેમ પોતાની ગતિ વધારે છે, તે વિમાનને આકાશમાં લઇને ઉડી જાય છે. એક અન્ય યૂઝરે લખ્યું કે 'વિમાનની ઉપર સંતાની ટોપ પણ લાગેલી છે, આ ખૂબ જ રસપ્રદ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news