કાનમાં ખંજવાળથી ખુબ પરેશાન હતો યુવક, ડોક્ટરે જોયું તો ઉડી ગયા હોશ, તમે પણ જુઓ VIDEO

: ચીનમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવક કાનમાં ખુબ જ ખંજવાળથી પરેશાન હતો.

કાનમાં ખંજવાળથી ખુબ પરેશાન હતો યુવક, ડોક્ટરે જોયું તો ઉડી ગયા હોશ, તમે પણ જુઓ VIDEO

નવી દિલ્હી: ચીનમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવક કાનમાં ખુબ જ ખંજવાળથી પરેશાન હતો. ત્યારબાદ તે ડોક્ટર પાસે ગયો અને ડોક્ટરોએ જ્યારે તેની તપાસ કરી તો હોશ ઉડી ગયાં. યુવક માટે આ એક ખરાબ સપના સમાન હતું. પરંતુ આ કોઈ સપનું નહીં પરંતુ હકીકત હતી. કારણ કે ડોક્ટરે જ્યારે યુવકના કાનની તપાસ કરી તો કાનમાં એક જીવડું જોવા મળ્યું. આ જીવડું કરોળિયો હતો. આ કરોળિયો યુવકના કાનમાં જાળું તૈયાર કરી રહ્યો હતો. કરોળિયાના કારણે યુવકના કાનમા ખુબ ખંજવાળ આવી રહી હતી અને તે પરેશાન થઈ રહ્યો હતો. 

ચીનના આ યુવકનું નામ લી છે. મળતી માહિતી મુજબ લીને થોડા દિવસથી ખુબ જ ખંજવાળ આવી રહી હતી. તેને એમ લાગતું હતું કે તેના કાનમાં કઈંક ચાલી રહ્યું છે. પરેશાન લી ડોક્ટર પાસે ગયો અને ડોક્ટરે માઈક્રોસ્કોપની મદદથી કાનમાં જોયું તો સ્તબ્ધ થઈ ગયાં. ડોક્ટરે જણાવ્યું કે કાનની અંદર જીવતો કરોળિયો છે અને તે કાનમાં જ તેનું જાળું બનાવી રહ્યો છે. આ જ કારણે લીને કાનમાં પરેશાની થઈ રહી હતી. 

જાળાના કારણે ડોક્ટર્સને પણ ચીપિયાની મદદથી કરોળિયાને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી હતી. ત્યારબાદ ડોક્ટરે સેલાઈન સોલ્યુશનના કેટલાક ટીપા કાનમાં નાખ્યાં અને ત્યારબાદ કરોળિયો બહાર નિકળ્યો. ડોક્ટરે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો, જેને ત્યારબાદ ઓનલાઈન શેર કરવામાં આવ્યો. ડોક્ટરના જણાવ્યાં મુજબ વીડિયો શેર કરવાની પાછળનું કારણ એ છે કે લોકોને આ અંગે જાગરૂક કરી શકાય. લીના કાનમાંથી કરોળિયો કાઢનારા ડોક્ટરનું કહેવું છે કે જેમને પણ આ રીતે પરેશાની થઈ રહી હોય તેમણે ડોક્ટર પાસે જરૂર જવું જોઈએ અને પોતાના કાનની તપાસ કરાવવી જોઈએ.     

ડોક્ટરના જણાવ્યાં મુજબ સ્પાઈડર એટલે કે કરોળિયાએ કાનની અંદર જ પોતાનું જાળું બનાવવાનું શરૂ કરી દીધુ હતું. જેને જોઈને એવું લાગ્યું કે આ કરોળિયા ઘણા દિવસોથી કાનની અંદર જ હતો. જો કે હવે લીને આ કરોળિયાથી રાહત મળી ગઈ છે. પરંતુ જે લોકો કાનમાં કઈંક પરેશાની થતી હોય અને તેની સારવાર પોતે જાતે જ ઘરમાં કરવા લાગે છે તેમના માટે આ એક મોટા બોધપાઠ સમાન છે. જે જોખમી અને જીવલેણ સાબિત થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news