30 જાન્યુઆરીથી ચીની એરલાયન્સની 44 અમેરિકી ઉડાનો સસ્પેન્ડ, ચીને કહ્યું- અયોગ્ય નિર્ણય
થોડા દિવસ પહેલા ચીને કોરોનાનો હવાલો આપતા કેટલીક અમેરિકી ઉડાનોને રદ્દ કરી હતી. હવે અમેરિકાએ જવાબ આપ્યો છે. આ નિર્ણયથી શિયામેન એરલાયન્સ (Xiamen Airlines), એર ચાઇના (Air China), સાઇના સધર્ન એરલાયન્સ (China Southern Airlines) અને ચીની ઈસ્ટર્ન એરલાયન્સ (China Eastern Airlines) કરિયર પર અસર થશે.
Trending Photos
વોશિંગટનઃ અમેરિકી સરકારે શુક્રવારે અમેરિકાથી ચીન જતી 44 ઉડાનોને રદ્દ કરી દીધી છે. આ ઉડાનો ચીની કરિયરની હતી. અમેરિકી સરકારનો નિર્ણય 30 જાન્યુઆરીથી લાગૂ થઈ જશે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ચીને કોરોનાનો હવાલો આપતા કેટલીક અમેરિકી ઉડાનોને રદ્દ કરી હતી. હવે અમેરિકાએ જવાબ આપ્યો છે. આ નિર્ણયથી શિયામેન એરલાયન્સ (Xiamen Airlines), એર ચાઇના (Air China), સાઇના સધર્ન એરલાયન્સ (China Southern Airlines) અને ચીની ઈસ્ટર્ન એરલાયન્સ (China Eastern Airlines) કરિયર પર અસર થશે.
કેટલાક યાત્રિકો કોરોનાથી સંક્રમિત થયા બાદ 31 ડિસેમ્બરે ચીને 20 યુનાઇટેડ એરલાયન્સ, 10 અમેરિકન એરલાયન્સ અને 14 ડેલ્ટા એરલાયન્સના વિમાનોને રદ્દ કર્યા હતા. મંગળવારે પરિવહન વિભાગે (Transportation Department) કહ્યું કે ચીની સરકારે ફરી અમેરિકી ઉડાનોના રદ્દ થવા સંબંધિત જાહેરાત કરી છે. વોશિંગટનમાં ચીની દૂતાવાસના પ્રવક્તા લિયૂ પેંગ્યૂ (Liu Pengyu) એ શુક્રવારે કહ્યું કે, ચીન જનારી તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે પોલિસી એક બરાબર છે. પેંગ્યૂએ અમેરિકાના આ પગલાને અયોગ્ય ગણાવ્યું અને કહ્યુ- અમેરિકાને અમે આગ્રહ કરીએ છીએ કે ચીની એરલાયન્સની પેસેન્જર ફ્લાઇટને બંધ ન કરે.
ચીન અમેરિકાના મિસાઈલ પ્રતિબંધોની ટીકા કરી
ચીને તેની કંપનીઓ પર અમેરિકાના પ્રતિબંધોની ટીકા કરી છે. યુ.એસ.એ મિસાઇલ ટેક્નોલોજીની નિકાસ કરતી ચીની કંપનીઓ પર કથિત રીતે પ્રતિબંધો લાદ્યા છે, જેના કારણે ચીને યુએસ પર પરમાણુ સક્ષમ ક્રુઝ મિસાઇલોના વેચાણમાં દંભનો આરોપ મૂક્યો છે. યુ.એસ.એ પણ ત્રણ કંપનીઓ પર દંડની જાહેરાત કરતા કહ્યું કે તેઓ અનિશ્ચિત "મિસાઇલ ટેક્નોલોજી પ્રસારણ પ્રવૃત્તિઓ"માં સામેલ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેઓને યુએસ બજારોમાંથી વધુ ટેક્નોલોજી મેળવવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે જેનો ઉપયોગ શસ્ત્રો બનાવવા માટે થઈ શકે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજાને કહ્યુ- આ એક વિશિષ્ટ આધિપત્યની કાર્યવાહી છે. ચીન તેની નિંદા કરે છે અને તેનો વિરોધ કરે છે. તેમણે કહ્યું- ચીન અમેરિકાને તેની ભૂલ સુધારવા, સંબંધિત પ્રતિબંધોને રદ્દ કરવા અને ચીની ઉદ્યમોને દબાવવા અને ચીનને કલંકિત કરવાના પ્રયાસથી દૂર રહેવાનો આગ્રહ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે