અમેરિકાએ રશિયાની બોર્ડર પર મોકલ્યા સૈનિકો, ત્રીજા વિશ્વ યુદ્ધને લઇને બાઇડેને આપ્યું મોટું નિવેદન

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને લાતવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા અને રોમાનિયા જેવા દેશોમાં રશિયાને અડીને આવેલી સીમા પર પોતાના 12 હજાર સૈનિકો મોકલ્યા છે. જોકે તેમણે ભાર મુકીને કહ્યું કે તે યૂક્રેનમાં ત્રીજું વિશ્વ યુદ્ધ લડવા જઇ રહ્યા નથી. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યૂક્રેન વિરૂદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં ક્યારેય વિજય થશે નહી. 

અમેરિકાએ રશિયાની બોર્ડર પર મોકલ્યા સૈનિકો, ત્રીજા વિશ્વ યુદ્ધને લઇને બાઇડેને આપ્યું મોટું નિવેદન

વોશિંગટન: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને લાતવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા અને રોમાનિયા જેવા દેશોમાં રશિયાને અડીને આવેલી સીમા પર પોતાના 12 હજાર સૈનિકો મોકલ્યા છે. જોકે તેમણે ભાર મુકીને કહ્યું કે તે યૂક્રેનમાં ત્રીજું વિશ્વ યુદ્ધ લડવા જઇ રહ્યા નથી. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યૂક્રેન વિરૂદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં ક્યારેય વિજય થશે નહી. 

દરેક ઇંચ જમીનની થશે રક્ષા
બાઇડેને હાઉસ ડેમોક્રેટિક કોકસના સભ્યને સંબોધિત કરતાં સ્પષ્ટ કર્યું 'અમેરિકા યૂક્રેનમાં ત્રીજું વિશ્વ યુદ્ધ લડવા જઇ રહ્યું નથી., પરંતુ તેમણે એ સંદેશ પણ આપ્યો કે વોશિંગ્ટન નાટોના દાયરામાં આવનાર દરેક ઇંચ જમીનની રક્ષા કરશે.'

સહયોગીઓ સાથે ઊભા રહીશું
બાઇડેને કહ્યું, "યુક્રેનના લોકોએ રશિયન આક્રમણનો સામનો કરવામાં નોંધપાત્ર બહાદુરી અને હિંમત દર્શાવી છે, પરંતુ યુએસ દ્વારા આપવામાં આવતી સુરક્ષા સહાય તેમના સંરક્ષણમાં નિમિત્ત બની છે." અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, "જેમ અમે યુક્રેનને સમર્થન આપી રહ્યા છીએ, અમે યુરોપમાં અમારા સહયોગીઓ સાથે ઉભા રહેવાનું ચાલુ રાખીશું અને સ્પષ્ટ સંદેશ મોકલીશું કે અમે એક છીએ અને નાટોની દરેક ઇંચ જમીનની રક્ષા કરીશું."

નાટો ક્ષેત્રની કરશે રક્ષા
બાઇડેને કહ્યું 'એટલા માટે હું લાતવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા અને રોમાનિયા સહિત કેટલાક અન્ય દેશોમાં રશિયાને અડીને આવેલી સીમા પર અમેરિકી જવાન મોકલ્યા છે. જો અમે જવાબી કાર્યવાહી કરીએ છીએ તો ત્રીજું વિશ્વ યુદ્ધ નિશ્વિત છે. ભલે નાટો ક્ષેત્રની રક્ષાનું પવિત્ર દાયિત્વ અમારા પર છે, પરંતુ અમે યૂક્રેનમાં ત્રીજું યુદ્ધ લડીશું નહી. 

યૂક્રેનને આપી મદદ
તેમણે કહ્યું 'આ વિચાર છે કે અમે યૂક્રેનમાં વિનાશક સાધનો મોકલ્યા અને અમારા વિમાન, ટ્રેન તથા ટેન્ક ત્યાં અમેરિકી સૈનિકો અને પાયલોટને પહોંચાડ્યા. તેમણે યૂરોપીય સંઘ, નાટો અને એશિયામાં પોતાના સહયોગીઓની સાથે કલાકો સુધી વિચાર-વિમર્શ કર્યો છે. અમે પુતિન પર આર્થિક દબાણ વધારવા અને રશિયાને વૈશ્વિક મંચ પર અને અલગ-થલગ કરવામાં સફળ થયા છીએ. 

રશિયન અર્થવ્યવસ્થા પ્રભાવિત
બાઇડેનના અનુસાર જી-7 દેશો (કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટલી, જાપાન, બ્રિટન અને અમેરિકા)એ રશિયા પાસેથી રાષ્ટ્રનો દરજ્જો છીનવવાનું પગલું ઉઠાવ્યું છે. અમેરિકાના નેતૃત્વમાં લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોથી રશિયન અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઇ છે. તેમણે કહ્યું કે 'અમારી તરફથી લગાવવામાં આવેલા આર્થિક અને નિર્યાત પ્રતિબંધ રશિયન અર્થવ્યવસ્થાને કચડી રહ્યા છે. રૂબલનું અડધાથી વધુ અવમૂલ્યન થયું છે. મોસ્કો સ્ટોક એક્સચેંજ બંધ છે. ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ રશિયાની સરકારની રેટિંગ ઘટાડી દીધી છે. 

લોકતાંત્રિક દેશ થઇ રહ્યા છે એકજૂટ
અમેરિકી રાષ્ટ્રપતિએ દાવો કર્યો કે વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે લોકતાંત્રિક દેશો એક થઈ રહ્યા છે. તેમણે કહ્યું, 'અમે હિંમત બતાવી રહ્યા છીએ અને અમે ક્યારેય ડગીશું નહીં. પુતિન ક્યારેય યુક્રેન યુદ્ધ જીતી શકશે નહીં. બાઇડેને કહ્યું, 'હું એકીકૃત મોરચા તરીકે રશિયન આક્રમણનો વિરોધ કરવા માટે વિશ્વનો આભાર માનવા માંગુ છું. જ્યારે પુતિને હુમલો કર્યો તો તેમને લાગ્યું કે તે નાટોને વિભાજિત કરી શકે છે. તેમને લાગ્યું કે તે અમેરિકામાં ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીના નેતાઓને વહેંચી શકે છે. પરંતુ તે તેમાં નિષ્ફળ રહ્યા. 

ઇનપુટ: ભાષા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news