જો તમે અમેરિકાનો વિઝા લેવા માગતા હોવ તો તમારા માટે આ માહિતી જાણવી અનિવાર્ય છે
અમેરિકાની સરકાર દ્વારા વિઝાના નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે અને તેમાં અરજીની સાથે કેટલીક નવી માહિતી પણ આપવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે. ગયા વર્ષે જ્યારે આ પ્રસ્તાવ રજૂ કરાયો હતો ત્યારે એવો અંદાજ મુકવામાં આવ્યો હતો કે તેનાથી દર વર્ષે લગભગ 1.47 કરોડ લોકો પ્રભાવિત થશે
Trending Photos
વોશિંગટનઃ અમેરિકાની સરકાર દ્વારા વિઝાના નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે અને તેમાં અરજીની સાથે કેટલીક નવી માહિતી પણ આપવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે. ગયા વર્ષે જ્યારે આ પ્રસ્તાવ રજૂ કરાયો હતો ત્યારે એવો અંદાજ મુકવામાં આવ્યો હતો કે તેનાથી દર વર્ષે લગભગ 1.47 કરોડ લોકો પ્રભાવિત થશે. નવા નિયમ મુજબ તમામ અરજીકર્તાએ હવે પોતાની સોશિયલ મીડિયાની માહિતી પણ જાહેર કરવી પડશે.
અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા વિઝાના નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે. જેના અુસાર હવે લોકોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની 5 વર્ષની વિગતો આપવાની રહેશે. એટલે કે, લોકોએ સોશિયલ મીડિયાનુંનામ તથાં 5 વર્ષ સુધીના ઈ-મેલ એડ્રેસ, ફોન નંબર પણ આપવાના રહેશે. જોકે, કુટનૈતિક લોકોને અને આધિકારીક વિઝા અરજીકર્તાઓ માટે નવા નિયમોમાં છૂટ આપવામાં આવી છે.
બીબીસીના રિપોર્ટ અનુસાર, કામ કે અભ્યાસ માટે અમેરિકા જતા લોકોએ પોતાની માહિતી આપવાની રહેશે. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું કે, "અમેરિકામાં કાયદના અનુશાસનનું સમર્થન કરતા અને અમેરિકાના નાગિરકોની સુરક્ષા માટે અમે અમારી તપાસ પ્રક્રિયાને વધુ ને વધુ સારી બનાવવાનું કામ કરી રહ્યા છીએ." આ અગાઉ એવા લોકો પાસે જ આ માહિતી માગવામાં આવતી હતી જે આતંકવાદી સંગઠનના નિયંત્રણ ધરાવતા વિસ્તારોમાંથી અરજી કરતા હોય.
જોકે, હવે નવા નિયમ મુજબ અરજી કરનારી વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં તેમના જેટલા એકાઉન્ટ ચાલતા હોય તેની યાદી આપવાની રહેશે. જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નામ નથી, તેના પર બનેલા પોતાના એકાઉન્ટ્સની વિગતો જાતે લખીને આપવાની રહેશે. અધિકારીના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અંગે ખોટી માહિતી આપનારી વ્યક્તિએ ઈમિગ્રેશન સંબંધિત ગંબીર કાર્યવાહીનો સામનો કરવોનો રહેશે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ સરકારે સૌથી પહેલા માર્ચ,2018માં આ નિયમનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે