ભારતના પગલે હવે અમેરિકામાં પણ TikTok સહિત ચાઈનીઝ એપ્સ પર મૂકાઈ શકે છે પ્રતિબંધ

જે રીતે અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો તેવું જ લાગે છે કે જોવા મળી રહ્યું છે. ચાઈનીઝ એપ્સ (Chinese Apps)  પર પ્રતિબંધ મૂકીને ભારતે ચીનને જોરદાર આંચકો આપ્યો અને હવે અમેરિકા (America) પણ ચીન (China) ને આંચકો આપવાની તૈયારીમાં છે. અમેરિકા પણ ટિક ટોક સહિત ચીની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવવા પર ગંભીરતાપૂર્વક વિચારી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ સોમવારે મોડી રાતે આ અંગે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમે નિશ્ચિત રીતે ચીની એપ પર પ્રતિબંધ મૂકવા અંગે વિચારી રહ્યાં છીએ. આ બાજુ ઓસ્ટ્રેલિયામાં પણ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવવાની માગણી જોર પકડી રહી છે. ભારતમાં ટિકટોક બેન થવાથી ચીની કંપનીને લગભગ 6 અબજ ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે. 
ભારતના પગલે હવે અમેરિકામાં પણ TikTok સહિત ચાઈનીઝ એપ્સ પર મૂકાઈ શકે છે પ્રતિબંધ

વોશિંગ્ટન: જે રીતે અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો તેવું જ લાગે છે કે જોવા મળી રહ્યું છે. ચાઈનીઝ એપ્સ (Chinese Apps)  પર પ્રતિબંધ મૂકીને ભારતે ચીનને જોરદાર આંચકો આપ્યો અને હવે અમેરિકા (America) પણ ચીન (China) ને આંચકો આપવાની તૈયારીમાં છે. અમેરિકા પણ ટિક ટોક સહિત ચીની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવવા પર ગંભીરતાપૂર્વક વિચારી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ સોમવારે મોડી રાતે આ અંગે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમે નિશ્ચિત રીતે ચીની એપ પર પ્રતિબંધ મૂકવા અંગે વિચારી રહ્યાં છીએ. આ બાજુ ઓસ્ટ્રેલિયામાં પણ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવવાની માગણી જોર પકડી રહી છે. ભારતમાં ટિકટોક બેન થવાથી ચીની કંપનીને લગભગ 6 અબજ ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે. 

— ANI (@ANI) July 7, 2020

અત્રે જણાવવાનું કે તાજેતરમાં ભારત સરકારે TikTok સહિત 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારબાદ ચાઈનીઝ કંપનીઓ તરફથી સરકારને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ ભારતીય યૂઝર્સના ડેટાને ચાઈનીઝ સરકાર સાથે શેર કરતી નથી. ટિકટોકના સીઈઓ કેવિન મેયરે ભારત સરકારને પત્ર લખીને કહ્યું છે કે ચાઈનીઝ સરકારે ક્યારેય પણ યૂઝર્સના ડાટાની માગણી કરી નથી. 

આશ્ચર્યવાળી વાત એ છે કે ટિકટોક ભલે ભારતમાં હાલ પ્રતિબંધ મૂકાયો હોય પરંતુ ચીનમાં તો તેના પર બહુ પહેલાથી પ્રતિબંધ છે. જો કે આ એપ જે કંપનીની(ByteDance) છે તે ચાઈનીઝ છે. ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકાયા બાદ તેણે ચીનથી અંતર જાળવી લીધુ છે. કંપની સતત સ્પષ્ટતા કરી રહી છે કે ભારતીય યૂઝર્સનો ડેટા સિંગાપુરના સર્વરમાં સેવ થાય છે અને ચીનની સરકારે ક્યારેય ડેટાની માગણી કરી નથી કે ન તો કંપની આ રિક્વેસ્ટને ક્યારેય માનશે. 

જુઓ LIVE TV

2017માં લોન્ચ થઈ હતી ટિકટોક
ByteDanceની સ્થાપના 2012માં થઈ હતી. કંપનીએ 2016માં ચાઈનીઝ માર્કેટ માટે Douyin એપ લોન્ચ કરી હતી. આ એપ ટિકટોક જેવી જ છે. જો કે ત્યાના કડક નિયમો પ્રમાણે તે કામ કરે છે. બીજા વર્ષે એટલે કે 2017માં કંપનીએ ટિકટોકને દુનિયાના બજારમાં લોન્ચ કરી. આ એપ પર ચીનમાં પ્રતિબંધ છે. એમ કહી શકાય કે ચીનના બજારમાં તેને લોન્ચ કરાઈ નથી કારણ કે ત્યાં અનેક પ્રકારના પ્રતિબંધો લદાયેલા છે. કંપનીએ બંને એપ માટે અલગ અલગ સર્વરનો ઉપયોગ કર્યો છે એવું કંપનીનું કહેવું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news