વિશ્વભરમાં હલચલ, ચીનની ધમકી છતાં તાઇવાન પહોંચ્યા US સ્પીકર નેન્સી પેલોસી

અમેરિકાની હાઉસ સ્પીકર નેન્સી પેલોસી તાઇવાન પહોંચી ગયા છે. આ યાત્રાનો ચીને પહેલાથી જ વિરોધ નોંધાવ્યો હતો.

વિશ્વભરમાં હલચલ, ચીનની ધમકી છતાં તાઇવાન પહોંચ્યા US સ્પીકર નેન્સી પેલોસી

તાઇવાનઃ ચીનની ધમકીઓ વચ્ચે અમેરિકાના ગૃહના સ્પીકર નેન્સી પેલોસી તાઇવાન પહોંચી ગયા છે. તેમનું પ્લેન તાઇપેના એરપોર્ટ પર ઉતરતા ચીન ગુસ્સે થઈ ગયું. ચીનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમેરિકા ખતરનાક રમત રમી રહ્યું છે અને જે ગંભીર પરિણામ હશે તેની જવાબદારી અમેરિકાએ લેવી પડશે. 

ચીન સતત નેન્સી પેલોસીના તાઇવાન પ્રવાસનો વિરોધ કરી રહ્યું હતું. ચીનનું કહેવું છે કે અમેરિકા અત્યાર સુધી વન ચાઇનાના સિદ્ધાંતનું પાલન કરતું રહ્યું છે, તેવામાં હવે તાઇવાનના અલગાવવાદનું સમર્થન કરવું અમેરિકાના વચનને તોડવા જેવું છે. ચીનનું કહેવું છે કે તેના અને અમેરિકાના સંબંધોનો પાયો વન-ચાઇના સિદ્ધાંત પર છે. તેવામાં ચીન તાઇવાન સ્વાતંત્ર તરફથી ઉઠાવવામાં આવી રહેલા અલગાવવાદી પગલાનો વિરોધ કરે છે. ચીન માને છે કે અમેરિકા કે કોઈ અન્ય દેશે આ મામલામાં દખલ ન દેવી જોઈએ. 

(Source: Reuters) pic.twitter.com/cEgWZUbZ0m

— ANI (@ANI) August 2, 2022

ચીન અન તાઇવાનનો જંગ કઈ વાત પર છે
તાઇવાન અને ચીન વચ્ચે જંગ ખુબ જૂનો છે. 1949મા કમ્યુનિસ્ટ પાર્ટીએ સિવિલ વોર જીતી હતી. ત્યારથી બંને ભાગ પોતાને એક દેશ માને છે પરંતુ તેના પર વિવાદ છે કે રાષ્ટ્રીય નેતૃત્વ કઈ સરકાર ચલાવશે. 

ચીન તાઇવાનને પોતાનો પ્રાંત માને છે, જ્યારે તાઇવાન ખુદને આઝાદ દેશ માને છે. બંને વચ્ચે વિવાદ બીજા વિશ્વ યુદ્ધ બાદ શરૂ થયો. તે સમયે ચીનના મેનલેન્ડમાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટી અને કુઆમિતાંગ વચ્ચે જંગ ચાલી રહ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news