ચારેબાજુથી ઘેરાવા લાગ્યું ચીન, અમેરિકાએ 'ડ્રેગન'થી અલગ થવાના આપ્યા સંકેત
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ચીન સાથે દરેક પ્રકારના વેપારી સંબંધો ખતમ કરવાના સંકેત આપ્યા છે. તેમણે ગુરુવારે કહ્યું કે અમેરિકા પાસે ચીન (China) થી સંપૂર્ણ રીતે અલગ થવાનો વિકલ્પ છે. ટ્રમ્પે એક ટ્વીટના માધ્યમથી અમેરિકી વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટહાઈઝર દ્વારા એક દિવસ અપાયેલા નિવેદનનું ખંડન કર્યું, જેમાં તેમણે કહ્યું હતું કે 'દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓને અલગ કરવાનું શક્ય નહીં બને.'
It was not Ambassador Lighthizer’s fault (yesterday in Committee) in that perhaps I didn’t make myself clear, but the U.S. certainly does maintain a policy option, under various conditions, of a complete decoupling from China. Thank you!
— Donald J. Trump (@realDonaldTrump) June 18, 2020
ટ્રમ્પે ટ્વિટમાં કહ્યું કે, 'આ એમ્બેસેડર લાઈટહાઈઝરની ભૂલ નહતી, કદાચ મેં પોતાને સ્પષ્ટ જ નહતું કર્યું, પરંતુ ચીન સાથે સંપૂર્ણ રીતે અલગ થવા માટે, અમેરિકા પાસે નિશ્ચિત રીતે વિભિન્ન પરિસ્થિતિઓમાં નીતિનો વિકલ્પ છે.'
જુઓ LIVE TV
ટ્રમ્પે આ ટ્વિટ વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ અને ચીનના અધિકારી યાંગ જિએચીની મુલાકાતના એક દિવસ બાદ આવી. એ સવાલ વચ્ચે કે શું રાષ્ટ્રોના વેપાર સંધિઓની રણનીતિ બરી રહેશે. પોમ્પિઓના જણાવ્યાં મુજબ યાંગે કહ્યું કે ચીન કૃષિ ખરીદને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. જે ટ્રમ્પના ડીલના સમર્થન માટે જરૂરી હતું. આ બધા વચ્ચે ટ્રમ્પના પૂર્વ રાષ્ટ્રીય સલાહકાર જ્હોન બોલ્ટને ડીલ પર કહ્યું કે ટ્રમ્પે ચીની અધિકારીઓને કહ્યું કે તેઓ યુએસ ફાર્મ ઉત્પાદનોને વધુમાં વધુ ખરીદીને એકવાર ફરીથી ચૂંટણી જીતવામાં મદદ કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે