બાળકોને પણ મળશે રસીનું કવચ, US FDA એ Pfizer-BioNTech ની રસીના ઈમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી

કોરોના વિરુદ્ધ હવે બાળકોને પણ રસીનું કવચ મલશે. અમેરિકાના Food and Drug Administration (FDA) એ ફાઈઝર-બાયોએનટેક (Pfizer-BioNTech) ની બાળકો માટે બનાવવામાં આવેલી રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

બાળકોને પણ મળશે રસીનું કવચ, US FDA એ Pfizer-BioNTech ની રસીના ઈમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી

વોશિંગ્ટન: કોરોના વિરુદ્ધ હવે બાળકોને પણ રસીનું કવચ મલશે. અમેરિકાના Food and Drug Administration (FDA) એ ફાઈઝર-બાયોએનટેક (Pfizer-BioNTech) ની બાળકો માટે બનાવવામાં આવેલી રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. 12થી 15 વર્ષના કિશોરોને આ રસી આપવામાં આવશે. FDA એ તેને કોરોના વાયરસ સામેની જંગમાં મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. આ બાજુ ફાઈઝરના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ડો.બિલ ગ્રુબરે FDA ના નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તેનાથી મહામારી સામે લડવાની આપણી ક્ષમતા વધશે. 

રિવ્યૂ બાદ મળી મંજૂરી
FDA ના કાર્યકારી આયુક્ત ડો.જેનેટ વુડકોકે કહ્યું કે રસીકરણના દાયરામાં વિસ્તાર કરવો આપણને સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાની નજીક લાવે છે. તેમણે કહ્યું કે માતા પિતા અને અભિભાવકો આ વાત માટે આશ્વસ્ત રહી શકે છે કે અમે તમામ ઉપલબ્ધ ડેટાની આકરી અને ઊંડી સમીક્ષા બાદ જ રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. 

સંપૂર્ણ રીતે સુરક્ષિત છે રસી
અમેરિકી FDA નું કહેવું છે કે ફાઈઝર-બાયોએનટેકની કોવિડ-19 રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. FDA એ જણાવ્યું છે કે 12 થી 15 વર્ષના 2000થી વધુ વોલેન્ટિયર્સને રસી અપાઈ હતી. ટેસ્ટ ડેટામાં જાણવા મળ્યું કે રસીકરણ બાદ આ બાળકોમાં કોરોના સંક્રમણનો કોઈ કેસ જોવા મળ્યો નથી. આ બાજુ કંપનીનો દાવો છે કે તેમની રસી 100 ટકા કારગર છે. 18 વર્ષના લોકોની સરખામણીમાં 12થી 15 વર્ષની ઉમરના જે બાળકોને રસીના ડોઝ અપાયા તેઓ  કોરોના સંક્રમિત થયા નહીં. 

માતા પિતામાં ખુશીનો માહોલ
બાળકો માટે રસી આવી જવાથી તેમના માતાપિતામાં ખુશીનો માહોલ છે. કેન્ટકીના રહીશ ટીચર કેરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ સાંભળીને સારું લાગ્યું કે 12થી 15 વર્ષના કિશોરોને આ રસી આપવામાં આવી છે. અત્યાર સુધી હું એ જાણીને સહજ મહેસૂસ નહતી કરી શકતી કે મારા બાળકોનું રસીકરણ થયું નથી. કેરીની જેમ જ બીજા પણ પરિવારો છે જે રાહત મહેસૂસ કરી રહ્યા છે કે હવે તેમના બાળકો કોરોનાથી વધુ સુરક્ષિત રહી શકશે. 

બાળકો પર સૌથી વધુ અસર?
કોરોના વાયરસની પહેલી લહેરમાં જ્યાં સૌથી વધુ ઉંમરના લોકો પ્રભાવિત થયા હતા ત્યાં બીજી લહેરમાં યુવાઓ પર ઘાત જોવા મળી. ત્રીજી લહેર વિશે કહેવાતું હતું કે તેનાથી બાળકો સૌથી વધુ પ્રભાવિત થશે. આવામાં બાળકોની રસી સંબંધિત સારા સમાચાર આવતા રાહત મળી છે. અત્રે જણાવવાનું કે કેનેડામાં તો 12-15 વર્ષના બાળકો માટેની ફાઈઝરની રસીને પહેલેથી મંજૂરી મળી ચૂકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news