અમેરિકાની ચૂંટણીમાં સમોસા બન્યા છે વિવાદનું કારણ જાણો શા માટે ?
સમોસા ફોક્સ શબ્દનો ઉપયોગ હાલની કોંગ્રેસમાં પાંચ ભારતીય- અમેરિકનનાં જુથ માટે કરવામાં આવી રહ્યો છે
Trending Photos
વોશિંગ્ટન : અમેરિકામાં એક તરફ જ્યારે અપ્રવાસીઓ મુદ્દે નકારાત્મક વલણ પોતાની ચરમસીમા પર છે બીજી તરફ વચગાળાની ચૂંટણીમાં ભારતીય મુળનાં 100 અમેરિકી ઉમેદવાર મેદાનમાં છે અને મજબુત દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે. સામાન્ય રીતે ચૂંટણીમાં તમામ લોકોની નજર તથાકથિત સમોસા ફોકસ પર હસે પરંતુ યુવા ભારતીય અમેરિકી ઉમેદવારોનું આટલી મોટી સંખ્યામાં ઉભરવું તેમની વધતી મહત્વકાંક્ષા દર્શાવે છે.
સમોસા ફોકસ
સમોસા ફોકસ હાલમાં કોંગ્રેસમાં પાંચ ભારતીય- અમેરિકીઓનાં જુથને કહેવામા આવે છે. તેમાં અમી બેરા, પ્રમિલા જયપાલ, રાજા કૃષ્ણમુર્તિ અને રો ખન્ના પ્રતિનિધિ સભા અને કમલા રૈરિસ સેનેટનાં સભ્ય છે. આ તમામ સભ્યો વિપક્ષી ડેમોક્રેટ પાર્ટીનાં સભ્યો છે. આ શબ્દનો પહેલીવાર ઉપયોગ રાજા કૃષ્ણમુર્તિએ કર્યો. અમેરિકાની વસ્તીમાં ભારતીય મુળનાં અમેરિકનોની વસ્તી એક ટકો છે. ભારતમાં અમેરિકાનાં પુર્વ રાજદુત રિચર્ડ વર્માએ કહ્યું કે, અમેરિકાની રાજનીતિમાં ભારતીય અમેરિકનની સંખ્યા વધતી જોવી એક અદ્ભુત અનુભવ છે.
મંગળવારે યોજાનારા વચગાળાની ચૂંટણીમાં હાલનાં પ્રતિનિધિ સભાનાં તમામ ચારેય ભારતીય અમેરિકન સભ્યોને સરળ જીતની શક્યતા છે. તેમાં ત્રણ વખત અમેરિકી કોંગ્રેસના સભ્યો હજી બેરા અને પહેલી વાર પ્રતિનિધિ સભા માટે પસંદગી પામીને આવેલા ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે જે પુન: ચૂટાવા માટે પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. આ ચારેય હાલના સભ્યોની સાથે સાથે સાત ભારતીય- અમેરિકન પ્રતિનિધિ સભામાં ચૂંટાવા માટે મેદાને છે.
સફળ ઉદ્યોગપતિ શિવ અય્યાદુરઇ એક માત્ર ભારતીય- અમેરિકી છે જે સેનેટ માટે લડી રહ્યા છે. અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમનો સામનો એલિઝાબેથ વોરેન સાથે છે. મધ્યાવધિ ચૂંટણીમાં માત્ર આ જ ભારતીય - અમેરિકી ઉમેદવાર મેદાનમાં નથી પરંતુ અનાધિકારીક આંકડાઓ અનુસાર આશરે 100 ભારતીય - અમેરિકન ઉમેદવાર પોતાની દાવેદારી રજુ કરી રહ્યા છે.
ચૂંટણી મહત્વનો મુદ્દો
અમેરિકામાં મધ્યગાળાની ચૂંટણીમાં સ્વાસ્થય સંભાળ, રોજગાર સહિત ઘણા મહત્વનાં મુદ્દાઓ હશે પરંતુ આ સૌથી વધારે મહત્વ ધરાવથે એક નામ- ડોનાલ્ડ ટ્રમ્પ તેવા વ્યક્તિ છે જે ચૂંટણીમાં ઉતર્યા પણ નથી. ડોનાલ્ડ ટ્રમ્પનાં 21 મહિનાના કાર્યકાળ બાદ મંગળવારે યોજાનારી ચૂંટણીમાં દરેક તરફ રિપબ્લિકન રાષ્ટ્રપતિનું નામ ચર્ચામાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે