USના ઓપરેશન 'ઓસામા' અને PAKના ઇરાદા પર થયો સૌથી મોટો ખુલાસો

અમેરિકા (America)એ વિશ્વાસના અભાવ અને આતંકવાદીઓ સાથે જોડાયેલા મામલે તેમના અનુભવોને ધ્યાનમાં રાખી ઓસામા બિન લાદેન (Osama bin Laden)ના અડ્ડાની જાણકારી પાકિસ્તાન (Pakistan) સાથે શરે કરી નહોતી

USના ઓપરેશન 'ઓસામા' અને PAKના ઇરાદા પર થયો સૌથી મોટો ખુલાસો

નવી દિલ્હી: અમેરિકા (America)એ વિશ્વાસના અભાવ અને આતંકવાદીઓ સાથે જોડાયેલા મામલે તેમના અનુભવોને ધ્યાનમાં રાખી ઓસામા બિન લાદેન (Osama bin Laden)ના અડ્ડાની જાણકારી પાકિસ્તાન (Pakistan) સાથે શરે કરી નહોતી. પૂર્વ અમેરિકાના સંરક્ષણ મંત્રી તેમજ સીઆઇએના પૂર્વ લિયોન પનેટા (Leon Panetta)એ અમારી સહયોગી WION ચેનલને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, તે વાત માનવી ઘણી મુશ્કેલ હતી કે પાકિસ્તાનમાં એવું કોઈ નથી કે જેને ઓસામા બિન લાદેનને એબોટાબાદના કેમ્પસમાં હોવાની જાણકારી નહોતી.

ઉલ્લેખનીય છે કે, ઓસામા બિન લાદેન અમેરિકામાં સૌથી વૌન્ટેડ આતંકવાદી હતો અને આતંકવાદી સંગઠન અલકાયદાનો તત્કાલીન સરદાર હતો. અમેરિકાની સેના સીલ ટીમે 2 મે 2011ના એક ગુપ્ત અભિયાન અંતર્ગત એબોટાબાદમાં તેના અડ્ડા પર તેને ઠાર માર્યો હતો. પનેટાએ કહ્યું, જ્યારે અમને પાકિસ્તાનમાં તેના અડ્ડાની જાણકારી મળી ત્યારે તે એબટાબાદમાં હતો.

અમેરિકાની કેન્દ્રીય ગુપ્ત એજન્સી (CIA)ના પૂર્વ પ્રમુખ પનેટાએ કહ્યું કે, જ્યારે કાર્યવાહી કરવામાં આવી ત્યારે તે કેમ્પસ અન્ય કેમ્પસ કરતા ત્રણ ગુણ મોટું હતું. જેની દિવાલ એક તરફથી 18 ફૂટ અને બીજી તરફથી 12 ફૂટ ઊંચી હતી અને તેના ઉપર કાંટાળા તાર લગાવવામાં આવેલા હતા. તેમણે કહ્યું કે, તે વાત માનવી ઘણી મુશ્કેલ હતી કે પાકિસ્તાનમાં એવું કોઈ નથી કે જેને ઓસામા બિન લાદેનને એબોટાબાદના કેમ્પસમાં હોવાની જાણકારી નહોતી.

પનેટાએ કહ્યું કે, એકવાર આ કેમ્પસની જાણકારી મળ્યા બાદ તે નિર્ણય કરવાનો હતો કે, આ વિશે પાકિસ્તાન સાથે માહિતી શેર કરવી કે નહીં અને યુએસના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ આધાર પર નિર્ણય લીધો હતો કે, આ અંગે પાકિસ્તાન સાથે વાત કરવા પર તે લીક થઇ શકે છે અને અચાનક ઓસામા બિન લાદેન ત્યાંથી ગાયબ થઈ જશે.

તેમણે કહ્યું, આ ચિંતા અને વિશ્વાસના અભાવના કારણે અમે પાકિસ્તાન સાથે ઓસામાના અડ્ડાની જાણકારી શેર કરી નહોતી અને અમે તેમને અમારા અભિયાનની જાણકારી આપી નહોતી કેમ કે, અમને ભય હતો કે, જો માહીત શેર કરશું તો ઓસામાને ત્યાંથી ફરાર થવાની સલાહ આપવામાં આવશે. પનેટાએ કહ્યું કે, તેથી અમારું માનવું છે કે, અમે ઓસામા સુધી પહોંચવાના મિશન સફળ રહ્યાં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news