કોરોનાને લઇ દુનિયાની 3 મહાશક્તિઓ વચ્ચે તણાવ, અમેરિકાના નિશાના પર આવ્યું રશિયા
Trending Photos
વોશિંગટન: કોરોના મહામારી (Coronavirus)ને લઇને અમેરિકા અને ચીન વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યો છે. હવે અમેરિકાનું કહેવું છે કે, ચીન અને રશિયાએ કોરોનાને લઇને ખોટી વાતો ફેલાવી છે. વિદેશ વિભાગે ગ્લોબલ એન્ગેજમેન્ટ સેન્ટરનું કામ જોનારી લી ગેબ્રિયલે શુક્રવારે પત્રકારો સાથે વતા કરતા કહ્યું હતું કે, અમે ટ્વિટર પર એવા ખોટા એકાઉન્ટના નેટવર્કની જાણકારી મેળી છે. જેને ચીનના આ દાવાના સમર્થન માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે, તેઓ દુનિયામાં Covid-19ના પ્રસાર માટે જવાબદાર નથી.
આ પણ વાંચો:- ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, રસી વગર ખતમ થઈ જશે કોરોના
તેમણે જણાવ્યું કે, આ ખોટા એકાઉન્ટથી એવું લાગે છે કે, ચીન અને રશિયા બંને કોરોના વિશે ખોટી થિયરી ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યાં છે. તેથી બંને દેશો સરકાર સમાન હિત માટે કામ કરવાની સંભાવના છે. ગેબ્રિયલના અનુસાર, બેઈજિંગ (Covid-19)ની ઉત્તપતિને લઇને ખોટી જાણકારી ફેલાવવા માટે રશિયાની રણનીતિને અપનાવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, Covid-19 સંકટથી પહેલા પણ અમે પ્રોપેગેન્ડા ફેલાવવાને લઇને રશિયા અને ચીન વચ્ચે સમન્વયક જોયું છે. પરંતુ આ મહામારી વધુ ઝડપથી વધી રહી છે.
ગ્લોબલ એન્ગેજમેન્ટ સેન્ટરે પહેલાથી કહ્યું હતું કે, રશિયાથી જોડાયેલા હજારો સોશિયલ મીડિયા એકાઉન્ટ મહામારીને લઇને ષડયંત્ર ફેલાવી રહ્યાં છે. જેમ કે તેમના દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વુહાનથી સમગ્ર દુનિયામાં ફેલાઈ રહેલા કોરોના વાયરસને અમેરિકા દ્વારા નિર્મિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ચીનની તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે, અમેરિકી સેના વાયરસ વુહાન લઇને આવી હતી.
ત્યારબાદથી અમેરિકા ચીન પર વધારે આક્રમક થઇ ગયું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ઘણી વખત આ સ્પષ્ટ કરી ચુક્યા છે કે, બેઇજિંગને કોરોનાની કિંમત ચુકાવી પડશે. અમેરિકાની સાથે સાથે હવે દુનિયાના ઘણા દેશ પણ મહામારીના પ્રસાર માટે ચીનને જવાબદાર ગણાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે