રશિયન હુમલા વચ્ચે જંગલમાં ફરવા ગયો ખેડૂત, બહાર નીકળતા જ બન્યો અરબપતિ
રશિયન-યુક્રેન યુદ્ધ વચ્ચે એક યુક્રેની ખેડૂત જંગલમાં ફરવા ગયો હતો. આ ગરીબ ખેડૂત જ્યારે બહાર નીકળ્યો ત્યારે 15 અરબનો માલિક બની ચૂક્યો હતો. જોકે, યુક્રેની ખેડૂતને જંગલની અંદરથી રશિયલ મિલિટ્રીની એક યુદ્ધપોત મળ્યું.
Trending Photos
Russia Ukraine War: રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધના બે અઠવાડિયાથી વધારે સમય વીતી ગયો છે. તેમ છતાં ત્યાંની સ્થિતિ ખુબ જ વિકટ છે. રશિયન આર્મી યુક્રેન પર સતત આક્રમણ કરી રહી છે, તો બીજી બાજુ યુક્રેન રશિયન આર્મી સામે ટસથી મસ થવા તૈયાર નથી. રશિયન હુમલા પછી યુક્રેનના ઘણા શહેરો બર્બાદ થઈ ચૂક્યા છે. યુદ્ધમાં માત્ર યુક્રેનના જાન માલને જ નુકસાન થઈ રહ્યું નથી, પરંતુ ઘણા રશિયન સૈનિકો માર્યા જવાના અહેવાલો સામે આવ્યા છે. યુદ્ધમાં બન્ને દેશોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ તમામ વાતો વચ્ચે યુક્રેનના એક ખેડૂતનો અહેવાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
જંગલની બહાર આવતા જ 15 અરબનો માલિક બન્યો યુક્રેની કિસાન
અહેવાલ અનુસાર, રશિયન-યુક્રેન યુદ્ધ વચ્ચે એક યુક્રેની ખેડૂત જંગલમાં ફરવા ગયો હતો. આ ગરીબ ખેડૂત જ્યારે બહાર નીકળ્યો ત્યારે 15 અરબનો માલિક બની ચૂક્યો હતો. જોકે, યુક્રેની ખેડૂતને જંગલની અંદરથી રશિયલ મિલિટ્રીની એક યુદ્ધપોત મળ્યું. આ ખેડૂતે તેની ચોરી કરીને લૂંટી લીધું. ખારકીવનો રહેવાસી આ ખેડૂત રશિયન મિલિટ્રીનું યુદ્ધપોત ચોરીને 15 અરબનો માલિક બની ગયો.
યુક્રેની ખેડૂત યુદ્ધપોતની સવારી કરતો નજરે પડી રહ્યો છે. આ ખેડૂત રશિયાના હુમલા દરમિયાન જંગલમાં ગયો હતો. ત્યાંથી તે બહાર અરબો રૂપિયાના એક યુદ્ધપોતની સાથે નીકળ્યો. તમને જણાવી દઈએ કે આ યુદ્ધપોતથી મિસાઈલ છોડી શકાય છે. આ યુદ્ધપોતને ખેડૂત હવે પોતાની માલિકીનું બતાવી રહ્યો છે. યુક્રેની ખેડૂતે પોતાના ઘરની બહાર આ યુદ્ધપોતને પાર્ક કર્યું છે. ટ્વીટર પર ઓરિક્સ નામના એક પેજ પરથી ખેડૂત વિશેનો આ અહેવાલ શેર કરવામાં આવ્યો છે.
ટ્વીટર પર જણાવવામાં આવ્યું છે કે, યુક્રેની ખેડૂતનું નામ ઈગોર છે. તે દરરોજ સવારે જંગલમાં ફરવા જતા હતા. આજે સવારે જ્યારે ઈગોર જંગલમાં ફરીને પાછા ફર્યા ત્યારે તેમની સાથે રશિયન આર્મીની 9K330 Tor SAM યુદ્ધપોત હતું. આ યુદ્ધપોત તેમને જંગલમાં લાવારિસ મળ્યું. ત્યારબાદ ઈગોર 15 અરબ રૂપિયાનો માલિક બની ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, ઈગોરને જે યુદ્ધપોત મળ્યું છે, તેનું નામ 'ધ ટોર' છે. આ યુદ્ધ પોત સોવિયત યૂનિયનમાં બન્યું છે. તે ખુબ જ શક્તિશાળી છે.
This is Igor.
Every morning Igor goes for a stroll through the nearby forest.
Today, Igor found a Russian Army 9K330 Tor SAM system abandoned in the forest.
Now Igor owns a $20 million SAM system.
Congratulations Igor. pic.twitter.com/5pyyFTKqCP
— Oryx (@oryxspioenkop) March 10, 2022
ખુબ જ શક્તિશાળી છે યુદ્ધપોત
આ યુદ્ધપોત વિશે જાણવા મળી રહ્યું છે કે, દરેક મોસમમાં દુશ્મનોના દાંત ખાટા કરી શકે છે. તે મીડિયમ અને ટૂંકી રેન્જમાં જમીનથી હવામાં મિસાઈલ દ્વારા પ્રહાર કરીને દુશ્મનોનો નાશ કરે છે. તેનો ઉપયોગ જમીન પરથી હેલિકોપ્ટર, એરોપ્લેન, મિસાઈલ અને અન્ય વસ્તુઓનો નાશ કરવા માટે થાય છે. તમને જાણકારી માટે બતાવી દઈએ કે, યુક્રેનના કાયદા હેઠળ યુક્રેનના નાગરિકો રશિયન પ્રોપર્ટી સીઝ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે