યુરોપિયન યુનિયનમાં સામેલ થશે યુક્રેન! રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અરજી પર કર્યા હસ્તાક્ષર

રશિયાના હુમલા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ યુક્રેનને યુરોપિયન યુનિયનમાં સામેલ કરવાની અરજી પર સહી કરી છે. યુક્રેનની સંસદે આ જાણકારી આપી છે. 

યુરોપિયન યુનિયનમાં સામેલ થશે યુક્રેન! રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અરજી પર કર્યા હસ્તાક્ષર

કિવઃ રશિયાના હુમલા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ યુક્રેનને યુરોપિયન યુનિયનમાં સામેલ કરવાની અરજી પર સહી કરી છે. યુક્રેનની સંસદને તેની જાણકારી આપી છે. એટલું જ નહીં યુક્રેને તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. 

યુક્રેન હુમલા બાદ યુરોપિયન યુનિયને રશિયા પર નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ યુરોપીય સંઘે રશિયા પર તમામ પ્રકારના પ્રતિબંધોની જાહેરાત કરી છે. રશિયાની બેન્કિંગ સિસ્ટમને સ્વિફ્ટથી બહાર કરવાની જાહેરાત કરી છે. આ સિવાય રશિયાના વિમાનો માટે પોતાના હવાઈ ક્ષેત્રને પણ બંધ કરી દીધુ છે. 

— ANI (@ANI) February 28, 2022

યુક્રેનને હથિયાર આપશે યુરોપીય યુનિયન
યુક્રેન પર રશિયાના હુમલા બાદ યુરોપિયન યુનિયને મોટી જાહેરાત કરી છે. ઈયૂએ કહ્યું કે, તે યુક્રેનને જલદી હથિયાર ઉપલબ્ધ કરાવવા ઈચ્છે છે. યુરોપિયન યુનિયનના અધ્યક્ષ વોન દેર લેયેને કહ્યુ કે, આ એક ઈતિહાસ બદલનારો સમય છે. 

રશિયાના હુમલામાં 16 બાળકો સહિત 352ના મોતઃ યુક્રેન
આ પહેલાં યુક્રેને યુનાઇટેડ નેશન્સની ઇમરજન્સી બેઠકમાં કહ્યું કે, અત્યાર સુધી રશિયાના હુમલામાં 16 બાળકો સહિત 352 લોકોના મોત થયા છે. આ સંખ્યા સતત વધી રહી છે. રશિયા તરફથી સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. આ જંગમાં રશિયન સૈનિકોને પણ નુકસાન પહોંચ્યું છે. હજારોની સંખ્યામાં રશિયાના સૈનિક પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. યુક્રેન વિરુદ્ધ આ હુમલાને રોકવામાં આવે. અમે રશિયાને શરત વગર પોતાની સેના પરત લેવા અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું પાલન કરવાની માંગ કરીએ છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news