બ્રિટનમાં નવેમ્બરથી કોરોના વાયરસ રસી લગાવવાની તૈયારી કરી રહી છે હોસ્પિટલ, જાણો સંપૂર્ણ પ્લાન
બ્રિટને કોરોના વાયરસને માત આપવા માટે રસીકરણની તૈયારી શરૂ કરી દીધી છે. હોસ્પિટલોને કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ વેક્સિન જલદી તેમને આપવામાં આવશે અને નવેમ્બરના પ્રથમ સપ્તાહથી વેક્સિન લગાવવામાં આવશે.
Trending Photos
લંડનઃ બ્રિટનમાં હોસ્પિટલોને કોરોના વાયરસ વેક્સિન લગાવવાની તૈયારી શરૂ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. હોસ્પિટલના સ્ટાફને કહેવામાં આવ્યું છે કે જલદી તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વાયરસ વેક્સિનની પ્રથમ બેચ સોંપી દેવામાં આવશે. હોસ્પિટલોને કહ્યું કે, બે નવેમ્બરથી શરૂ થઈ રહેલ સપ્તાહથી કોરોના વાયરસ વેક્સિન લગાવવાની તૈયારી શરૂ કરી દે.
ઓક્સફોર્ડની કોરોના વાયરસ વેક્સિનને આ મહામારીના ખાત્મા માટે ગેમચેંજર માનવામાં આવી રહી છે. અત્યાર સુધીના ટ્રાયલમાં આ વેક્સિનના પ્રભાવી પરિણામ સામે આવ્યા છે. કોરોના વાયરસથી અત્યાર સુધી 11 લાખ 50 હજાર લોકોના મૃત્યુ થયા છે. તો દુનિયાભરની અર્થવ્યવસ્થા કોરોના સંકટને કારણે તહાબી પર પહોંચી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે ઓક્સફોર્ડ, ફાઇઝર અને બાયોએટેકની કોરોના વાયરસ વેક્સિનને જલદી મંજૂરી મળી હશે.
ઓક્સફોર્ડની કોરોના વાયરસ વેક્સિનને AZD1222 or ChAdOx1 nCoV-19 નામ આપવામાં આવ્યું છે. તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ અસ્ત્રાઝેનેકાની સાથે મળીને તૈયાર કરી છે. બ્રિટનનું નેશનલ હેલ્થ સિસ્ટમ ક્રિસમસ સુધી દેશમાં 5 જગ્યાઓ પર વેક્સિન લગાવવાની સુવિધા આપવા જઈ રહ્યું છે. આ માટે એનએચએસના હજારો કર્મચારીઓને તે જગ્યા પર તૈનાત કરવામાં આવશે. દરરોજ ઓછામાં ઓછા 10 હજાર લોકોને કોરોનાની રસી લગાવવાની યોજના છે.
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે આ દેશે 'શાંતિદૂત' બની કરાવ્યો સંઘર્ષ વિરામ
રસી લગાવવા માટે લીડ્સ, હલ અને લંડનમાં સેન્ટર
બ્રિટિશ અખબાર ધ સનના રિપોર્ટ પ્રમાણે રસીકરણ દરમિયાન કોરોના સંક્રમણથી સૌથી વધુ ખતરાનો સામનો કરી રહેલા લોકોને પહેલા બોલાવવામાં આવશે. કોરોનાની રસી લગાવવા માટે લીડ્સ, હલ અને લંડનમાં સેન્ટર બનાવવામાં આવશે. આ કેન્દ્રો પર ટ્રેની નર્સ અને પેરામેડિક્સને તૈનાત કરવામાં આવશે. આ સિવાય મોબાઇલ યૂનિટને તૈયાર કરવામાં આવશે જે જરૂરીયાતમંદ લોકો અને કેયર હોમ્સ સુધી પહોંચશે.
બ્રિટિશ સરકારે કહ્યું કે, કોરોના વાયરસ વેક્સિન લગાવવા દરમિયાન સેના તૈનાત કરવામાં આવશે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, એવી યોજનાઓ બનાવવામાં આવી રહી છે કે એનએચએસ અને જવાનોને સાથે લેવામાં આવે જેથી કોરોના વાયરસ વેક્સિન લગાવી શકાય. તેમણે કહ્યું કે, વેક્સિનની આશામાં મોટું કિરણ છે. મહત્વનું છે કે બ્રિટનમાં વેક્સિનની રેસમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિન સૌથી આગળ ચાલી રહી છે. આ વેક્સિનની ટ્રાયલ એપ્રિલથી જારી છે.
વેક્સિનના 10 કરોડ ડોઝનો ઓર્ડર
બ્રિટનની સરકારે વેક્સિનની મંજૂરી મળ્યા પહેલા જ 10 કરોડ ડોઝનો ઓર્ડર આપી દીધો છે. ઓક્સફોર્ડની વેક્સિન એક વ્યક્તિને બે વાર લગાવવી પડશે. તેનાથી બ્રિટન સરકારની મુશ્કેલી વધી ગઈ છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે હેલ્થ વર્કર્સ સિવાય સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા અન્ય ડોક્ટરોની પણ મદદ વેક્સિન લગાવવામાં કરવામાં આવશે. કેયર હોમમાં રહેનારા લોકો બાદ 80 વર્ષની વધુ ઉંમરના લોકો અને એનએચએસ સ્ટાફને વેક્સિન લગાવવામાં આવશે. ત્યારબાદ 65 વર્ષના લોકો અને પછી યુવાનોને રસી લગાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે