Treron Phoenicoptera: નવાઈની વાત છે! આ પક્ષી ક્યારેય જમીન પર નથી મુકતુ પગ! જાણવા જેવું છે કારણ

દુનિયામાં વિવિધ જાતના અસંખ્યા પક્ષીઓ છે. દરેક પ્રકારના પક્ષીઓની અલગ અલગ ખાસિયતો હોય છે. પરંતુ કેટલાક એવા પક્ષીઓ છે જે ક્યારે પણ જમીન પર પગ નથી મુકતા. સામાન્ય રીતે તમે પક્ષીઓને ઝાડ પર અથવા તો ઉડતા જોયા હશે.

Treron Phoenicoptera: નવાઈની વાત છે! આ પક્ષી ક્યારેય જમીન પર નથી મુકતુ પગ! જાણવા જેવું છે કારણ

નરેશ ધારાણી, અમદાવાદઃ દુનિયામાં વિવિધ જાતના અસંખ્યા પક્ષીઓ છે. દરેક પ્રકારના પક્ષીઓની અલગ અલગ ખાસિયતો હોય છે. પરંતુ કેટલાક એવા પક્ષીઓ છે જે ક્યારે પણ જમીન પર પગ નથી મુકતા. સામાન્ય રીતે તમે પક્ષીઓને ઝાડ પર અથવા તો ઉડતા જોયા હશે. પરંતુ આજે એવા પક્ષી વિશે તમને જણાવશું જે ક્યારે જમીન પર પગ નથી મુકતા. જેને લીલો પક્ષી (green bird) તરીકે ઓળખવામાં આવે છે. જેનું વૈજ્ઞાનીક નામ છે ટ્રેનર ફોનિકોપ્ટેરા (Treron Phoenicoptera). જે ક્યારે જમીન પર નથી આવતું. ત્યારે જમીન પર ન આવવા પાછળનું શું કારણ છે તે જાણવું પણ ખુબ જ જરૂરી છે.

No description available.

ટ્રેનર ફોનિકોપ્ટેરાની ખાસિયત:
આ પક્ષીઓ દેખાવમાં રાખ જેવા ગ્રે અને લીલો રંગના હોય છે. જેમની વાદળી રંગની આખો સાથે સુંદર પીળા પટ્ટાઓ જોવા મળે છે. સાથે તેમની ચાંચ જાડી અને મજબૂત હોય છે. તેમની આંખો પાસે ગુલાબી વર્તુળ હોય છે. પીળા પગ અને ગ્રે રંગની પૂંછડી હોય છે. જે હંમેશા હવામાં અથવા વૃક્ષ પર જ જોવા મળે છે. આ પક્ષી ક્યારે જમીન પર નથી આવતા.

વૃક્ષ પર જ ખાવાનું અને રહેવાનું છે પસંદ:
આ પક્ષી વૃક્ષના સૌથી ઉપરના ભાગમાં બેસવાનું પસંદ કરે છે. શાકાહારી પક્ષી હોવાથી ફળ, ફૂલ અને અનાજ ખાય છે. એટલું જ નહિ પણ પાકેલા ફળને ખુબ આનંદથી ટ્રેનર ફોનિકોપ્ટેરા ખાય છે. જેમાં તેમની લાંબી અને મજબૂત ચાંચ ખુબ જ ઉપયોગી થાય છે. આ પ્રજાતિના પક્ષી વૃક્ષવાસી પક્ષી હોય છે. જે જમીન પર નહિ પણ વૃક્ષો પર રહેવાનું જ પસંદ કરે છે.

Treron Phoenicopteraને મળ્યો છે રાજ્ય પક્ષીનો દરજ્જો:
આપણું રાષ્ટ્ર પક્ષી મોર છે તેવી જ રીતે Treron Phoenicoptera મહારાષ્ટ્રનું રાજ્ય પક્ષી છે. આ પક્ષી ભારત ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા , બર્મા, ચીનમાં પણ જોવા મળે છે. ક્યારે જમીન પર ન આવવું તે આ પક્ષીની ખાસિયત માનવામાં આવે છે. અને તે જ તેને અન્ય કરતા અલગ પાડે છે.

માળો બનાવવા ખાસ વૃક્ષની કરે છે પસંદગી:
Treron Phoenicoptera પક્ષી પોતાનો માળો બાંધવા વડ અને પીપળા જેવા વૃક્ષોની પસંદગી કરે છે. ખાસ અને પાંદડાના ઉપયોગથી આ પક્ષી પોતાનો માળો બાંધે છે. જે ઊંચા અને ઘટાદાર વૃક્ષમાં જ પોતાનો માળો બનાવે છે. અને આ પક્ષી હંમેશા ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news