વૃક્ષોની અવનવી અને અજાયબ દુનિયાની સફર, છત્રી જેવા વૃક્ષમાંથી નીકળે છે લોહી જેવું પ્રવાહી

અમુક વૃક્ષોમાંથી તમને પૈસા પણ મળી જાય.. જી હા પૈસા. જ્યારે અમુક વૃક્ષો તો એવા છે જેને જોઈને તે ખરેખર જીવંત હોવાનો અહેસાસ થાય છે. આજે આવા જ વૃક્ષોની અવનવી અને અજાયબી દુનિયાની સફર કરીશું... 

વૃક્ષોની અવનવી અને અજાયબ દુનિયાની સફર, છત્રી જેવા વૃક્ષમાંથી નીકળે છે લોહી જેવું પ્રવાહી

નવી દિલ્હીઃ સૌથી નાના, સૌથી મોટા, ઘટાદાર કે ઔષધિ માટે ઉપયોગી છે વૃક્ષો. પરંતુ દુનિયામાં અનેક એવા વૃક્ષો છે જે પોતાની અનોખી વિશેષતાના કારણે પ્રખ્યાત છે. જેને જોઈને તમને કદાચ ડરનો અનુભવ થાય. તો અમુક વૃક્ષોમાંથી તમને પૈસા પણ મળી જાય.. જી હા પૈસા. જ્યારે અમુક વૃક્ષો તો એવા છે જેને જોઈને તે ખરેખર જીવંત હોવાનો અહેસાસ થાય છે. આજે આવા જ વૃક્ષોની અવનવી અને અજાયબી દુનિયાની સફર કરીશું... 

દુનિયાના સૌથી વિચિત્ર વૃક્ષો:
1 બાઓબાબ ટ્રી
2 બનયન ટ્રી
3 પાઈન ટ્રી
4 ડ્રેગન ટ્રી
5 કોઈન ટ્રી (money tree)
6 બ્રાઝીલ નટ્સ ટ્રી 
7 ગ્રેટ એકવા ટ્રી 
8 એક્ષેલ સરકસ ટ્રી 
9 સિલ્ક કોટન ટ્રી 

1. બાઓબાબ ટ્રી-
આફ્રિકાના મડાગાસ્કરની ઘરતી પર ઉગેલા આ વૃક્ષો તેમનાં આકારને લઈને ખુબ પ્રચલિત છે. મજબૂતાઈ આ વૃક્ષનો ગુણધર્મ છે. તેને હિન્દી ભાષામાં ગોરછી કહેવાય છે. ૩૦ મીટર ઊંચું અને ૧૧ મીટર પહોળું આ વૃક્ષ દેખાવમાં એકદમ અનોખું છે.

2. બનયન ટ્રી-
આન્ધ્રપ્રદેશનાં નાલગંડામાં આવેલું આ વૃક્ષ દેખાવે અત્યંત  ખુબસુરત છે. તેની ખાસિયત એ છે કે તેના પર વિવિધ જાનવરોની આકૃતિઓ કંડારેલી હોય તેવું લાગે છે. સાપ, વીંછી, સિંહ, અજગર જેવાં પશુઓની આબેહુબ આકૃતિ જોવા મળે છે. લોકોનું કહેવું છે કે ઘણાં વર્ષો પહેલા આ વૃક્ષ પર કોઈએ આ આકૃતિને કંડારી હશે તો કેટલાક લોકોનું કહેવું છે કે આ અનોખી જાતિનું વૃક્ષ છે. જે દુનિયાનું એકમાત્ર વૃક્ષ છે જેનાં પર સજીવ આકૃતિઓની છાપ છે. એવુ લાગે છે કે જે કોઈ શિલ્પકારે આ આકૃતિઓ કંડારી છે તેની પણ કલા બેજોડ હશે.

3. પાઈન ટ્રી-
પોલેન્ડમાં પાઈન વૃક્ષોનાં સમૂહ જોવા મળ્યા છે જેમાં ૪૦૦ જેટલા પાઈન વૃક્ષ છે. આ પાઈન વૃક્ષો તેમની અદ્ભુત આકૃતિને કારણે જગ વિખ્યાત છે. આ પાઈન વૃક્ષો 1930 માં રોપાયા હતાં. વૃક્ષોની આ ગોળ અને ઘટાદાર રચના માણસોએ જ કરી છે .આ વૃક્ષ દુનિયાનાં અજીબ અજીબ વૃક્ષોમાંથી એક છે...

4. ડ્રેગન ટ્રી-
કેનેરી આઈલેન્ડ પર આવેલા ડ્રેગન ટ્રી જીવંત માનવામાં આવે છે. આ વૃક્ષોને જયારે કાપવામાં આવે છે ત્યારે તેમાંથી લોહી જેવું લાલ પ્રવાહી નીકળે છે. આ વૃક્ષોનો ઉપરનો ભાગ છત્રી જેવો છે...આ ભાગ એવો લાગે છે જાણે સેંકડો વૃક્ષો એકસાથે ભેગા કરીને બાંધી દીધા હોય. આ વૃક્ષ એક આકર્ષણનું કેન્દ્ર છે.

5. કોઈન ટ્રી (money tree)-
આપણે સૌએ નાનપણમાં હંમેશા માતા પિતા તરફથી એક ટકોર સાંભળી હશે...પૈસા ઝાડ પર નથી ઉગતા...પરંતુ એક ઝાડ એવુ છે....જેમાંથી પૈસા નીકળે છે...આ જાદુઈ ઝાડમાંથી 1700 વર્ષોથી પૈસા નીકળે છે....લંડનના સ્કોટીશ હાઈલેન્ડના પીર ડિસ્ટ્રીક ફોરેસ્ટમાં આ ઝાડ છે..આ ઝાડમાં એકપણ એવી જગ્યા નથી જ્યા પૈસા ના લાગેલા હોય...આ પાછળનુ કારણ અહીના લોકો ખરાબ શક્તિ અથવા તો ઈશ્ર્વરીય શક્તિનો વાસ હોવાનુ માને છે...

6. બ્રાઝીલ નટ્સ ટ્રી-
આ વૃક્ષ ખુબ જ વિશાળકાય હોય છે. તેને પૂર્ણ સ્વરૂપે જોવું એ એક અદભુત લ્હાવો છે. આ વૃક્ષનાં નટ્સ બદામ કરતાં બમણા કદના હોય છે. વૃક્ષ પર નાળીયેર જેવ ફળ ઉગે છે.જેમાં ૧૫-૨૦  નટ્સ હોય છે. જે સુકા મેવા તરીકે પણ ખવાય છે. આ વૃક્ષની વિશાળતા એની ખાસિયત છે.

7. ગ્રેટ એકવા ટ્રી-
અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા ગ્રેટ એક્વા વૃક્ષોની મહાકાયા કલ્પના જ અશક્ય છે. આ વૃક્ષનો વ્યાસ ૧૨ મીટર અને કુલ ઉંચાઈ ૮૨ મીટર છે. અમેરિકાનાં એક્વા નેશનલ પાર્કમાં આ પ્રકારના ૩૦૦ વૃક્ષો છે.

8. એક્ષેલ સરકસ ટ્રી- 
આ વૃક્ષનો આકાર તેની પ્રસિદ્ધિનું કારણ છે. જે વ્યક્તિએ આ વૃક્ષને આ આકાર આપ્યો તેમનું નામ એક્ક્ષેલ એયરલેસ્નસ છે. તેથી તેમનાં નામ પર જ વૃક્ષનું નામ રાખવામાં આવ્યું છે. તેમને આ વૃક્ષને બાસ્કેટનો સુંદર આકાર આપ્યો છે.

9. સિલ્ક કોટન ટ્રી-
કમ્બોડિયાના અંગારકોટ સ્થિત આ વૃક્ષોને જોવા માટે દુર-દુરથી લોકો આવે છે. અંગારકોટમાં વિશ્વપ્રસિદ્ધ અને હિંદુ ધર્મનું સૌથી મોટી વિષ્ણુ મંદિર આવેલું છે. જે ૫૦૦ એકરમાં ફેલાયેલું છે.અહીંનું ‘તા ફ્રોમ’ બૌદ્ધ મંદિર ૧૨મી શતાબ્દીમાં બનાવેલું હતું. ત્યાં સ્થિત આ સેંકડો વર્ષો જુના મંદિર અને વૃક્ષોને વૈશ્વિક ધરોહર જાહેર કરી દેવાયા છે. અહીંનાં વિશાળ મંદિરો વૃક્ષો દ્વારા ઢંકાયેલા છે. મંદિરો અને વૃક્ષોનું આ મિલન ખુબ સુંદર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news