મા છે કે હેવાન! કોકેઈનના 1000 રૂપિયા માટે 3 વર્ષની દીકરીને વેચી, થયો રેપ અને હત્યા

શરમ કરો! આ એક એવી ઘટના છે જેને વાંચીને તમારો ગુસ્સો આસમાને ચડી જશે. માતાએ તેની ત્રણ વર્ષની પુત્રીને માત્ર એક હજારમાં કોકેઈન માટે વેચી દીધી હતી. બાળકીનો છેલ્લી ઘડીનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો હતો જ્યારે તેણીને બળાત્કાર અને હત્યા માટે લઈ જવામાં આવી રહી હતી.

મા છે કે હેવાન! કોકેઈનના 1000 રૂપિયા માટે 3 વર્ષની દીકરીને વેચી, થયો રેપ અને હત્યા

મા કહેવાય કે હેવાન.. ક્યારેય ક્યારેક કેટલાક લોકો સંબંધોને તાર તાર કરી મૂકતા હોય છે.  બાળકો પોતાની જાતને માતાના ખોળામાં સુરક્ષિત માને છે. મમતાની મૂર્તિ તેના બાળકની સુરક્ષા માટે કંઈ પણ કરે છે પરંતુ એક માતા જેણે પોતાની 3 વર્ષની પુત્રીને  એટલા માટે વેચી દીધી કે તે એ રૂપિયાથી 1000 રૂપિયાની કોકેઈન ખરીદી શકે. આ પછી નિર્દોષ સાથે જે બર્બરતા આચરવામાં આવી તે વાંચીને આંખોમાંથી આંસુ આવી જશે.

એક હજારમાં દીકરી વેચી
આ ઘટના ઈંગ્લેન્ડની છે. અહીં ત્રણ વર્ષની લુઝ મેડાને તેની માતાએ ડ્રગ ડીલર બોયફ્રેન્ડને 10 પાઉન્ડ (1,020.67 રૂપિયા)માં વેચી દીધી હતી. કોકેઈનની વ્યસની સ્ત્રીએ ક્યારેય વિચાર્યું ન હતું કે તેના બાળકનું શું થશે. ત્રણ વર્ષની લુઝ મેડાને તેની માતાના ડ્રગ ડીલર બોયફ્રેન્ડને મધ્યરાત્રિએ £10 મૂલ્યના ક્રેક કોકેઈનના બદલામાં ભયાનક રીતે વેચવામાં આવી હોવાનું માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 42 વર્ષની મહિલા ઓરેલિયા સેલિનાસે પેરાગ્વેના પેડ્રો જુઆન કેબેલેરોમાં આ કરાર કર્યો હતો. પેડ્રો જુઆન કેબેલેરો છોકરીને લઈ જતા સીસીટીવીમાં કેદ થયો છે.

બાળકીની છેલ્લી ક્ષણોનો વીડિયો કેપ્ચર થયો
સીસીટીવી ફૂટેજ બતાવે છે કે સેલિનાસનો બોયફ્રેન્ડ વહેલી સવારે નાની છોકરીને લઈ જતો હતો. બાળક તેનાથી અલગ થવાનો પ્રયત્ન કરે છે અને રડે છે. હેવાન તેના અવાજને શાંત કરવા માટે છોકરીને થપ્પડ મારે છે. લુઝને ખબર નથી કે તેની માતા ક્રેક કોકેનના 30 ટુકડાઓ માટે તેની સાથે ભયંકર રમત રમશે.

આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો
લુઝ હવે આ દુનિયામાં નથી. બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. પાડોશીઓએ એક ઘરમાં તેનો મૃતદેહ જોયો હતો. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. કેસના પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે ત્રણ વર્ષના બાળકનું ગૂંગળામણના કારણે મોત થયું હતું. પોલીસે આ કેસમાં આરોપી માતા અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી છે. રોષે ભરાયેલા લોકોએ મહિલાને માર મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ પોલીસ સમક્ષ 3 વર્ષના માસૂમની હત્યાની કબૂલાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news