અબુધાબીનું પહેલા હિંદુ મંદિરનો શિલાન્યાસ, કાર્યક્રમમાં જોડાયા હજારો લોકો
આ મંદિરનું નિર્માણ BAPS દ્વારા કરવામાં આવી રહ્યું છે જેના અનુસંધાને મહંત સ્વામી પણ UAE પહોંચી ચુક્યા છે
Trending Photos
દુબઇ : સંયુક્ત અરબ અમીરાત (UAE)ની રાજધાની અબુધાબીમાં શનિવારે પહેલા હિંદુ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં હજારો લોકો જોડાયા હતા. આ નિર્માણ કાર્ય બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાન કરી રહી છે. આ સંસ્થાના આધ્યાત્મિક પ્રમુખ મહંત સ્વામી મહારાજે આશરે ચાર કલાકનાં આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી. ત્યાર બાદ મુખ્ય પુજા સ્થળ પર વિત્ર ઇંટો રાખવામાં આવી.
અમિત શાહ અને સની દેઓલની મુલાકાત, અમૃતસરથી ચૂંટણી લડવાની ચર્ચાનું જોર
ભારતીય રાજદુતે વાંચ્યું વડાપ્રધાન મોદીનું નિવેદન
યુએઇમાં ભારતીય રાજદુત નવદીપ સુરીએ આ પ્રસંગે ખાડી દેશોને શુભકામનાઓ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક નિવેદન વાંચ્યું. સુરેએ વડાપ્રધાન મોદીના હવાલાથી કહ્યું કે, 130 કરોડ ભારતીયોની તરપથી પ્રિય મિત્ર અને અબુધાબીના ક્રાઉનપ્રિંસ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને શુભકામનાઓ આપવી તેમનું સૌભાગ્ય છે.
તેમણે કહ્યું કે, નિર્માણ કાર્ય પુર્ણ થઇ ગયા બાદ આ મંદિર સાર્વભૌમિક માનવીય મુલ્યો અને આધ્યાત્મિક નૈતિકતાનું પ્રતિક હશે જે ભારત તથા યુએઇ બંન્નેની સંયુક્ત વિરાસત છે. સુરીએ કહ્યું કે, મંદિર વસુધૈવ કુટુમ્બકમ એટલે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે, જે વૈદિક મુલ્યોનું પ્રતિક છે. સુરોએ વડાપ્રધાન મોદીનાં હવાલાથી કહ્યું કે, મને વિશ્વાસ છે કે આ મંદિર યુએઇમાં રહેનારા 33 લાખ ભારતીયો અને અન્ય તમામ સંસ્કૃતીઓનાં લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત હશે. અબુધાબીમાં મંદિર બનાવવાની યોજનાને 2015માં વડાપ્રધાન મોદીની દેશની પહેલી યાત્રા દરમિયાન સ્થાનીક સરકારે મંજુરી આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે