ખૂન કા બદલા ખૂન... લાલચોળ થયેલા ઈરાને અમેરિકાને કહ્યું-અમારા હાથ કાપ્યા, હવે અમે તમારા પગ કાપીશું...
પોતાના જનરલ કાસીમ સુલેમાનીની હત્યા બાદથી જ ઈરાને જાહેરાત કરી દીધી કે, તે અમેરિકાનો આ મામલે જરૂરથી બદલો લેશે. પહેલા ઈરાકમાં આવેલ અમેરિકન દૂતાવાસ પાસે રોકેટ હુમલો કરીને ઈરાને ટ્રેલર તો આપી દીધું છે, અને ઈરાકમાં આવેલ બે અમેરિકન મિલીસ્ટ્રી બેઝ પર મિસાઈલ ફેંકીને તેણે પોતાના મનસૂબા ખુલ્લેઆમ જાહેર કરી દીધા છે. ઈરાનથી આ મિસાઈલ હુમલા બાદ દુનિયાભરમાં સવાલ ઉઠી રહ્યા છે કે, જંગ થઈ તો શું ઈરાન, અમેરિકાની આગળ ટકી શકશે?
Trending Photos
તહેરાન/નવી દિલ્હી :પોતાના જનરલ કાસીમ સુલેમાનીની હત્યા બાદથી જ ઈરાને જાહેરાત કરી દીધી કે, તે અમેરિકાનો આ મામલે જરૂરથી બદલો લેશે. પહેલા ઈરાકમાં આવેલ અમેરિકન દૂતાવાસ પાસે રોકેટ હુમલો કરીને ઈરાને ટ્રેલર તો આપી દીધું છે, અને ઈરાકમાં આવેલ બે અમેરિકન મિલીસ્ટ્રી બેઝ પર મિસાઈલ ફેંકીને તેણે પોતાના મનસૂબા ખુલ્લેઆમ જાહેર કરી દીધા છે. ઈરાનથી આ મિસાઈલ હુમલા બાદ દુનિયાભરમાં સવાલ ઉઠી રહ્યા છે કે, જંગ થઈ તો શું ઈરાન, અમેરિકાની આગળ ટકી શકશે?
Uber અને Hyundaiનો આ પ્લાન સક્સેસફુલ ગયો તો તમે ઉડીને ઓફિસ જઈ શકશો
ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ
ઈરાને દાવો કર્યો કે, તેણે ઈરાકમાં અમેરિકાના 3 સેનાના વિસ્તારમાં મિસાઈલ હુમલા કર્યા છે. ઈરાનનો દાવો છે કે, અમેરિકન સેનાના વિસ્તારોમાં મિસાઈલ હુમલામાં 80 લોકોના મોત નિપજ્યા છે. ઈરાને અમેરિકન સેનાના સ્થાન પર થયેલા હુમલોનો વીડિયો પણ જાહેર કર્યો છે. મિસાઈલ હુમલા બાદ ઈરાને કહ્યું કે, તેણે અમેરિકાના મોઢા પર તમાચો લગાવ્યો છે. ઈરાને કહ્યું કે, અમેરિકાએ અમારા હાથ કાપ્યા, હવે અમે અમેરિકાના પગ કાપીશું. ઈરાનના મિસાઈલ હુમલા બાદ ટ્રમ્પે ‘ઓલ ઈઝ વેલ’ કહ્યું.
અમેરિકા-ઈરાનના ઝઘડા વચ્ચે ઓમાનની ખાડીમાં ફસાયુ ભારતનું INS ત્રિખંડ, વિદેશ મંત્રાલયની એડવાઈઝરી જાહેર
આજે ઈરાનમાં 4.5 તીવ્રતાનો ભૂકંપ, ન્યૂક્લિયર પ્લાન્ટની પાસે ભૂકંપ આવ્યો. ન્યૂક્લિયર પ્લાન્ટની પાસે ભૂકંપથી ઈરાનના પરમાણુ પરીક્ષણની આશંકા છે. ઈરાનના તહેરાનમાં યુક્રેનનુ મુસાફરોભર્યું વિમાન ક્રેશ, ક્રુ મેમબર સહિત 173ના મોત નિપજ્યા છે. ઈઝરાયેલે કહ્યું કે, અમે અમેરિકાની સાથે છીએ.
અમેરિકાના મોઢા પર લપડાક
પહેલી લપડાક એ છે કે, ઈરાને ટ્રમ્પની ધમકીઓને નજરઅંદાજ કરીને ઈરાકમાં અમેરિકન સેનાના વિસ્તારમાં મિસાઈલ એટેક કર્યો. બીજી લપડાક અમેરિકન મિસાઈલ ડિફેન્સના ધજાગરા ઉડાવીને સેનાના બેઝ પર મિસાઈલ એટેક કર્યો. ત્રીજી લપડાક સુલેમાનીના હત્યા બાદ જબરદસ્ત તણાવ છતા અમેરિકાના વિરુદ્ધ સફળતાપૂર્વક હુમલા કર્યા. ચોથી લપડાક ઈરાનની મિસાઈલ પ્રણાલીને ધ્વસ્ત કરનાર અમેરિકાના દાવાને ખોટો સાબિત કર્યો. અમેરિકાએ થોડા સમય પહેલા દાવો કર્યો હતો કે, તેણે ઈરાનની મિસાઈલ સિસ્ટમ ધ્વસ્ત કરી દીધી છે.
અમેરિકા અને ઈરાનની જંગ રોકશે ભારત?
દુનિયાના નક્શા પર યુદ્ધ અને પલટવારમાં જોડાયેલા ઈરાન-અમેરિકાની સાથેસાથે આખી દુનિયા ટેન્શનમાં આવી ગઈ છે. આવામાં ઈરાકને પણ પોતાની મિત્રતા બતાવવાની શરૂઆત કરી દીધી છે. ભારતમાં મોજૂદ ઈરાનના રાજદૂત અલી ચેગેનીના જણાવ્યા અનુસાર અમેરિકાની સાથે તણાવ ઓછો કરવામાં જો ભારત તરફથી સારે પગલા લેવામાં આવે છે તો ઈરાન તેનું સ્વાગત કરશે. ભારતમાં ઈરાનના રાજદૂત અલી ચેગેનીએ ટ્વિટર પર લખ્યું કે, અમે યુદ્ધ નથી ઈચ્છતા, અમે તો ક્ષેત્રમાં તમામ લોકો માટે શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છીએ છીએ. અમે ભારતના કોઈ પણ પગલા અને પરિયોજનાનું સ્વાગત કરીએ છીએ, જે દુનિયામાં શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં મદદગાર થાય...’
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે